You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : 'ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને મારો જીવ બચી ગયો,' ભૂમિ ચૌહાણની કહાણી
ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રૅશ થતાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 241નાં મોત થયાં છે.
બ્રિટનમાં ભણવા ગયેલાં ભૂમિ ચૌહાણનાં લગ્ન બે વર્ષ પહેલાં બ્રિટનમાં રહેતા કેવલ ચૌહાણ સાથે થયાં હતાં.
કેવલ ચૌહાણ બ્રિટનના બ્રિસ્ટોલ શહેરમાં બૅંકમાં નોકરી કરે છે.
ભૂમિ કહે છે કે તેઓ ટ્રાફિકમાં ફસાયાં હતાં તેથી તેમણે વેબ ચેકઇન કર્યું, તેમને અમદાવાદ ઍરપૉર્ટ પહોંચતાં ટ્રાફિકના કારણે દસ મિનિટ જેટલું મોડું થયું હશે. આથી તેઓ પ્લેનમાં બેસી શક્યાં નહોતાં.
બીબીસી ગુજરાતી સાથે ભૂમિ ચૌહાણે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કેમ તેઓ આ ઘટનામાં આબાદ બચી જવા માટે અમદાવાદના ટ્રાફિકનો આભાર માને છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન