અમદાવાદ પ્લેન ક્રૅશ : 'ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને મારો જીવ બચી ગયો,' ભૂમિ ચૌહાણની કહાણી

વીડિયો કૅપ્શન, Ahmedabad Plane Crash 'ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને મારો જીવ બચી ગયો' Bhoomi Chauhan સાથે શું ઘટના બની?
અમદાવાદ પ્લેન ક્રૅશ : 'ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને મારો જીવ બચી ગયો,' ભૂમિ ચૌહાણની કહાણી
પ્રકાશિત

ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રૅશ થતાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી 241નાં મોત થયાં છે.

બ્રિટનમાં ભણવા ગયેલાં ભૂમિ ચૌહાણનાં લગ્ન બે વર્ષ પહેલાં બ્રિટનમાં રહેતા કેવલ ચૌહાણ સાથે થયાં હતાં.

કેવલ ચૌહાણ બ્રિટનના બ્રિસ્ટોલ શહેરમાં બૅંકમાં નોકરી કરે છે.

ભૂમિ કહે છે કે તેઓ ટ્રાફિકમાં ફસાયાં હતાં તેથી તેમણે વેબ ચેકઇન કર્યું, તેમને અમદાવાદ ઍરપૉર્ટ પહોંચતાં ટ્રાફિકના કારણે દસ મિનિટ જેટલું મોડું થયું હશે. આથી તેઓ પ્લેનમાં બેસી શક્યાં નહોતાં.

બીબીસી ગુજરાતી સાથે ભૂમિ ચૌહાણે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કેમ તેઓ આ ઘટનામાં આબાદ બચી જવા માટે અમદાવાદના ટ્રાફિકનો આભાર માને છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ પ્લેન ક્રૅશ, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, ઍરપૉર્ટ પર મોડાં પડવાને કારણે ભૂમિ ચૌહાણ લંડનની ફ્લાઇટ ચૂકી ગયાં હતાં

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન