એશિયા કપ : પાકિસ્તાની બૅટર રિઝવાનની આઉટ થવાની એ વિચિત્ર રીત જેની ચર્ચા દુનિયા આખી કરી રહી છે

રિઝવાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

પાકિસ્તાને એશિયા કપની પહેલી મૅચમાં નેપાળને 238 રને હરાવીને ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી છે. આ મૅચ પાકિસ્તાનના મુલતાનમાં રમાઈ હતી. જોકે, આ મૅચમાં પાકિસ્તાનના બૅટર મોહમ્મદ રિઝવાન જે રીતે રનઆઉટ થયા તેની ક્રિકેટરસિયાઓમાં ભારે ચર્ચા છે.

રિઝવાન 44 રન બનાવીને રનઆઉટ થયા. તેઓ રન લેવા ભાગ્યા ત્યારે સ્ટ્રાઇક ઍન્ડ પાસે પહોંચ્યા બાદ ધીમા પડી ગયા અને ફિલ્ડરને જ જોતા રહ્યા. એ દરમિયાન જ ફિલ્ડરે થ્રો સ્ટમ્પ તરફ કર્યો. એ વખતે રિઝવાન ક્રિઝની બહાર હતા.

રિઝવાનના રનઆઉટ થવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તેના મિમ્સ પણ બની રહ્યાં છે. ખુદ સામે સ્ટ્રાઇક પર પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમ આ પ્રકારે રિઝવાનના રનઆઉટ થવાને કારણે નારાજ થયા હતા.

હકિકતમાં રિઝવાન નેપાળના ફિલ્ડર દ્વારા થ્રો ફેંકવામાં આવ્યો ત્યારે પોતાને બચાવતા નજરે પડ્યા હતા. જેને કારણે તેમનું શરીર હવામાં જ રહી ગયું અને એ દરમિયાન તેઓ રનઆઉટ થઈ ગયા.

વિચિત્ર રીતે આઉટ થવાની આ ઘટના પર ભારતના સ્પિનર આર. અશ્વિને ટ્વિટ કરીને લખ્યું, “થ્રોને કારણે રિઝવાનનું બચવું મુશ્કેલ હતું. સામાન્ય રીતે રનિંગ બિટવિન ધ વિકેટમાં બૅટર ડાઇવ લગાવતા હોય છે, પણ આ પ્રકારે ઊછળવું એ ક્રિકેટમાં દુર્લભ ઉદાહરણ છે. તેનું એક માત્ર કારણ એ છે કે તેમણે હેલમેટ નથી પહેર્યું. તેમને સ્પિન સામે સ્વિપ કરવાનુ પસંદ છે અને હેલમેટ વગર તેઓ વધારે વિચિત્ર લાગે છે.”

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

એશિયા કપ-2023

બાબર આઝમનો રેકૉર્ડ

ઓશિયા કપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાબર આઝમે નેપાળ સામેની મેચમાં 151 રન બનાવ્યા.

આ દરમિયાન બાબર આઝમે એશિયા કપ 2023ની પહેલી મૅચમાં નેપાળ સામે શાનદાર સદી ફટકારીને ફરી એકવાર વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડી નાખ્યો.

બાબર આઝમની વન-ડેમાં આ 19મી સદી ફટકારી છે. વિરાટ કોહલીને તેની 19મી સદી ફટકારવા 124 વન-ડે રમવી પડી હતી, જ્યારે બાબરે તેની 19મી સદી 102 વન-ડે દાવમાં પૂર્ણ કરી હતી.

આમ બાબર આઝમે સૌથી ઓછા વન-ડે દાવમાં 19મી સદી ફટકારવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. બાબર આઝમે હાશિમ આમલા અને વિરાટ કોહલીને તો પછાડ્યા છે જ, પરંતુ તેઓ ડિવિલિયર્સ, ક્રિસ ગેલ અને સચિન તેંદુલકરથી પણ આગળ નીકળી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાશિમ અમલાએ વન-ડેમાં તેમની 19મી સદી 104 મૅચ દાવ રમીને બનાવી હતી.

એશિયા કપ

નેપાળ સામે જીતથી પાકિસ્તાનની શાનદાર શરૂઆત

Asia Cup 2023

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાને આ મૅચમાં ટૉસ જીતીને પહેલી બૅટિંગ લીધી હતી.

જેમાં બાબર આઝમે 151 અને ઇફ્તિકાર અહમદે અણનમ 109ની મદદથી ટીમે 50 ઑવરમાં 6 વિકેટે 342 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી સૌથી વધુ વિકેટ સોમપાલ કામીએ લીધી. તેમને બે વિકેટ મળી હતી.

343 રનના લક્ષ્યાંકનો પીછો કરતા નેપાળની ટીમ 23.4 ઑવરમાં જ 104 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ. નેપાળ તરફથી સૌથી વધુ રન 28 પણ સોમપાલ કામીએ બનાવ્યા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 4 વિકેટ શાદાબ ખાને લીધી.

મહત્ત્વપૂર્ણ છે કે એશિયા કપનું આયોજન 30 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન થઈ રહ્યું છે. જેમાં કેટલીક મૅચો પાકિસ્તાન તો કેટલીક શ્રીલંકામાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બરે મૅચ છે. આ મૅચ શ્રીલંકાના કૅન્ડીમાં રમાશે.

એશિયા કપ
એશિયા કપ