You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લક્ષ્મી પટેલ
લક્ષ્મી પટેલ 12.5 વર્ષનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં કામ કરવાનો અનુભવ ધરાવે છે.. ક્રાઇમ, કોર્ટ, રાજકારણ, સિવિક ઇસ્યુ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી, મહિલાના મુદ્દાઓ જેવા અલગ અલગ વિષયો પર પત્રકારત્વનો અનુભવ છે.
નર્મદા જિલ્લાના કેવડિયામાં ગરુડેશ્વર ખાતે એકતાનગરમાં આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે. આરોપ છે કે મ્યુઝિયમના કૉન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને યુવકો પર ‘ચોરીની શંકા’ ગઈ અને તેમણે કેવડિયા નજીક આવેલા ગાભાણા ગામના બે યુવાનો સંજય તડવી અને જયેશ તડવીને ‘હાથ બાંધીને માર માર્યો’ હતો. પોલીસ અનુસાર આ મામલામાં જયેશ તડવીનું ઘટનાસ્થળ પર જ મૃત્ય થયું હતું અને સંજય તડવીનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.