You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : ટ્રમ્પ યોજશે 'મોટી પત્રકારપરિષદ'

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થવા પર છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. ટ્રમ્પ વિજેતા બનવાની આગાહી પર સોશિયલ મીડિયામાં ચર્ચા

    ભારતના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક જ્યોતિષીની આગાહીને ટ્વિટર શૅર કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રમુખ ટ્રમ્પ જો બાઇડનને હરાવીને ચૂંટણી જીતશે.

    ભારતમાં સોશિયલ મીડિયામાં તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.

    મહિન્દ્રા ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ જે જ્યોતિષીની આગાહીને શૅર કરી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે બંને એકબીજાને કાંટાની ટક્કર આપશે. પણ છેવટે ટ્રમ્પ વિજેતા બનશે.

    સૂર્યની વર્તમાન સ્થિતિ અને ટ્રમ્પની જન્મ નિશાની પરથી જ્યોતિષીએ આ આગાહી કરી છે.

    મહિન્દ્રાએ જ્યોતિષીનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ જો આગાહી સાચી પડે તો તેમની લોકપ્રિયતામાં વધારો થવાની આગાહી કરી છે.

    આ ટ્વીટને 7 હજાર લાઇક્સ મળી છે, જ્યારે અનેક લોકોએ રીટ્વીટ કર્યું છે.

  2. અમેરિકા ચૂંટણી : જો બાઇડન જીતી જાય તો ચીનનું શું થશે?

  3. જ્યૉર્જિયામાં 50 હજાર મત ગણવાના બાકી

    જ્યૉર્જિયાના ઉચ્ચ ચૂંટણીઅધિકારીએ જણાવ્યું હતું કે અંદાજે 50 હજાર મતની ગણતરી હજુ બાકી છે.

    અમેરિકાના મીડિયા અનુસાર, મત કાઉન્ટો એક કલાકમાં 3 હજાર મતની ગણતરી કરી શકે છે.

    જેથી આ મતને ગણવામાં 16 કલાકનો સમય લાગવાનો અંદાજ છે. પરંતુ જો એક ઉમેદવાર સારી એવી લીડ મેળવી લે તો, સ્પર્ધામાં જીત પહેલાં પણ નક્કી કરી શકાય છે.

  4. US Election : આગામી રાષ્ટ્રપ્રમુખે 4 વર્ષમાં કયા મોટા પ્રશ્નો ઉકેલવા પડશે?

    અમેરિકાના રાષ્ટ્રપતિએ આગામી સમયમાં કોરોના વાઇરસની મહામારી, વંશીય ભેદભાવ, સહિત ક્યા ક્યા પડકારોનો સામનો કરવો પડશે?

    જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ

  5. બ્રેકિંગ, અમેરિકામાં 1 દિવસમાં 1 લાખથી વધુ કોરોનાના કેસ, ચૂંટણીકર્મી સંક્રમિત

    બુધવારે અમેરિકામાં 1 લાખથી પણ વધારે કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જે સૌથી પહેલીવાર નોંધાયા છે.

    સીબીસીએસએ કહ્યું છે, 'બુધવારે, 18 રાજ્યોમાં રેકૉર્ડ સંખ્યામાં કોરોના વાઇરસના દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'

    આ ઉપરાંત મતદાનમથકમાં કામ કરતાં લોકો પણ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે.

    સ્થાનિક અહેવાલો અનુસાર, ન્યૂયૉર્ક શહેરના ‘લૉન્ગ આઇલૅન્ડ’ના સાઉથમ્પટોન યુનિવર્સિટી કૅમ્પસના મતદાનમથકમાં કામ કરતા દસલોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

    આ મતદાનની જગ્યાએ થતા ડઝનેક લોકોને સેલ્ફ આઇસોલેશનમાં જવું પડ્યું છે. જે લોકો સંક્રમિત થયા છે તેમાંથી છ ચૂંટણીકર્મી હતા.

  6. બ્રેકિંગ, ઍરિઝોના મતગણતરીકેન્દ્ર બહાર ટ્રમ્પસમર્થકોનું પ્રદર્શન

    ઍરિઝોનામાં મૅરીકૉપા કાઉન્ડ બહાર રૅકૉર્ડરના કાર્યાલય બહાર લગભગ 200 રિપબ્લિકન સમર્થકોએ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પ્રદર્શનો કર્યાં.

    કાર્યાલયની અંદર આ દરમિયાન મતપત્રોની ગણતરી ચાલી રહી હતી.

    પ્રદર્શનકારીઓ સોશિયલ મીડિયા પર કરાયેલા એ દાવાઓનો જવાબ આપી રહ્યા હતા, જેમાં ટ્રમ્પના મતોની ગણતરી ન કરવાની વાત કહેવાઈ હતી.

    જોકે, સોશિયલ મીડિયા પર કરાયેલા આ દાવાનો કોઈ આધાર નથી.

    અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પ્રક્રિયાનું પાલન કરતાં તમામ મતોની ગણતરી કરી રહ્યા છે.

    અધિકારીઓને પોલીસ પણ બોલાવવી પડી, જોકે, આ દરમિયાન પણ વિરોધપ્રદર્શન બંધ ન થયું.

  7. અમેરિકનોને જેનો ભય હતો તે પળ આખરે આવી ગઈ છે?

  8. ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનમાંથી કોની જીતથી ફાયદો?

    એશિયાના દેશોમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે અને ચીનની પકડ ઢીલી પડે એ માટે ભારત અને અમેરિકાના સંબંધો ચાવીરૂપ સાબિત થઈ શકે છે.

    આ દિશામાં રહેલા પડકારો અને શક્યતાઓ વિશે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ.

  9. અમેરિકામાં ચૂંટણી, ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે પૂજા

    અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનની વચ્ચે બરાબરીની ટક્કર ચાલી રહી છે.

    ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

    આ યજ્ઞ હિંદુસેનાના કર્મશીલ દ્વારા કરવામાં આવ્યો હતો.

  10. બ્રેકિંગ, ઍરિઝોનામાં ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ નીકળ્યા જો બાઇડન

    ઍરિઝોનામાં મતની ગણતરીના તાજા આંકડા પ્રમાણે ડેમૉક્રેટિક પાર્ટીના જો બાઇડને ત્યાં લીડ મેળવી છે.

    રાજ્યની સૌથી મોટી વસતીવાળા મૅરિકોપા કાઉન્ટીએ બુધવારે રાત્રે અને ગુરુવાર સવારે એક લાખ 40 હજાર બીજાં મતપત્રોનાં પરિણામ જાહેર કર્યાં. મૅરીકોપા કાઉન્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીએ બાઇડનના પક્ષમાં હાલ સુધીમાં 74,514 વોટ વધારે પડ્યા.

    વાત જો આખા રાજ્યની કરીએ તો બાઇડનની અહીં કુલ લીડ 68 હજાર મતની છે. જોકે મૅરિકોપા કાઉન્ટીએ પરિણામની બે નવી બેચ જાહેર કરી છે જેમાં ટ્રમ્પના મતનો ભાગ 57 ટકા હતો. પરંતુ આખા રાજ્યમાં બંને વિરોધીઓના મતનું અંતર ઘટયું નથી.

    ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક અહેવાલ અનુસાર હવે પરિણામ માટે ટ્રમ્પે ઍરિઝોનાના ડેમૉક્રેટિક પાર્ટીના સમર્થનવાળા બીજા વિસ્તારોમાં પણ તે પ્રમાણમાં મત મેળવવા પડશે.

    જોકે બીબીસીનું એ પણ માનવું છે કે ઍરિઝોનામાં ચૂંટણીપરિણામો વિશે કોઈ મત બનાવવો ઉતાવળ ગણાશે.

    ઍસૉસિયેટ પ્રેસ ન્યૂઝ એજન્સી દ્વારા કેટલીક સંસ્થાઓ ઍરિઝોનામાં ડેમૉક્રેટિક પાર્ટીની જીતનું અનુમાન કરી ચૂકી છે.

    અમે પહેલાં પણ કહ્યું હતું કે મૅરિકોપા કાઉન્ટી રૅકૉર્ડ ઑફિસની બહાર રાત્રે વોટની ગણતરી દરમિયાન અંદાજે 200 રિપબ્લિકન સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું.

    ટ્રમ્પના આ સમર્થક સોશિયલ મીડિયા પર કરવામાં આવતા દાવાઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે જેમાં ટ્રમ્પના મતની ગણતરી નથી કરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે.

  11. બ્રેકિંગ, અમેરિકાના ચૂંટણીપરિણામ પર વિશ્વમીડિયાએ શું કહ્યું?

    દુનિયાના અનેક દેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી અંગેના સમાચારની થીમ ચૂંટણીનું પરિણામ ન આવવાથી હિંસાની આશંકાવાળી રહી.

    ઈરાનના સરકારી મીડિયાએ લૉસ ઍન્જલ્સ, સીઍટલ અને મિન્નેપોલીસમાં થયેલાં ઘર્ષણનો ઉલ્લેખ કરી ભારપૂર્વક જણાવ્યું કે પ્રદર્શનકારીઓ, "હથિયારોથી લેસ છે અને પોલીસથી પણ ડરતા નથી."

    ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ ન્યૂઝે કૉમેન્ટ્રીમાં લખ્યું, "હિંસા, હથિયાર. એ સામાન્ય રીતે અવિક્સિત અથવા વિકાસશીલ દેશો સાથે જોડાયેલી વસ્તુઓ છે."

    વધુમાં લખ્યું, "અમેરિકાની ચૂંટણીમાં આપણે જે કંઈ પણ જોઈ રહ્યા છીએ તે આપણે ક્યારેય આઝાદીના દીવા તળે જોયું નહીં હોય."

    રશિયામાં, ટીવી સ્ટેશન પર ન્યૂયોર્ક અને બીજા શહેરોમાં પ્રદર્શન-પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનાં દ્રશ્યો વારંવાર દેખાડવામાં આવી રહ્યા છે.

    ઘણા ટીકાકારોએ નોંધ્યું છે કે આ પરિણામથી દેશ વધારે વિભાજીત થાય તેવી શક્યતા છે.

    ભારે પ્રભાવ ધરવાતા અખબાર કૉમર્સન્ટે ચૂંટણીને "દેશના ઇતિહાસમાં સૌથી જંગલી" તરીકે વર્ણવી છે, આ ઉપરાંત તેણે લખ્યું છે, "ખાતરીપૂર્વક પરિણામ... નાગરિકોનું વિભાજન થશે."

    કેન્યાના પ્રતિષ્ઠિત અખબારે "ધ શેમ ઑફ અમેરિકા" હેડલાઈન બનાવી છે. જેની પાછળ કાળું બૅકગ્રાઉન્ડ રાખ્યું છે અને અમેરિકાનું સૈન્ય રસ્તાઓ પર હથિયાર લઈને ચાલી રહ્યું છે તેની તસવીર મૂકી છે.

    તુર્કીશ મીડિયાએ વોટિંગ દરમિયાન સર્જાયેલા હોબાળાને સ્થાન આપ્યું છે.

    સ્પેનના અલ મુન્ડોએ કહ્યું, રિચાર્ડ નિક્સનના રાજીનામા પછી અમેરિકા"તેની સૌથી મોટી સંસ્થાકીય અને રાજકીય કટોકટીમાં સપડાયું છે"

  12. અમેરિકાની ચૂંટણીમાં હાલ સુધીમાં શું-શું થયું?

    અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું અમારું ખાસ લાઈવ કવરેજ જો તમે હાલ જોવાનું શરૂ કર્યું હોય તો હાલ સુધીમાં શું-શું થયું છે તે અમે તમને દેખાડીએ છીએ.

    એક દિવસ પછી ચૂંટણી પરિણામોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. છ રાજ્યોમાં મતગણતરી ચાલુ છે અને અહીં રાજ્ય ઊલટફેર થઈ શકે છે. જો બાઇડન માટે રાષ્ટ્રપતિપદનો રસ્તો થોડો સરળ દેખાય છે પરંતુ ગમે તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાજીને પલટી શકે છે.

    બાઇડનની પાસે આ સમયે 243 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે જ્યારે ટ્રમ્પની પાસે 214 વોટ છે. વ્હાઇટ હાઉસમાં પહોંચવા માટે 270 વોટની જરૂરિયાત છે.

    મિશિગન પર જો બાઈડનની જીતની સંભાવના છે. પારંપરિક રીતે આ રાજ્યને ડેમૉક્રેટિક માનવામાં આવતું હતું, પરંતુ 2016માં હિલેરી ક્લિન્ટન અહીંથી હારી ગયાં હતાં.

    જ્યોર્જિયામાં અધિકારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી વોટ ગણી લેવામાં નહીં આવે ત્યાં સુધી તે સંપૂર્ણ પણે મતગણતરી કરશે. રાત્રે ત્યાં 90 હજાર મત બચ્યા હતા અને ટ્રમ્પની લીડ ઘટીને 28 હજાર થઈ ગઈ હતી.

    નેવાડામાં આકરી ટક્કર જોવા મળી રહી છે. જ્યાં બાઇડન 7647 મતથી આગળ છે. અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે આગામી પરિણામ ગુરુવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગે જણાવવામાં આવશે.

    એરિઝોનામાં મોટા ભાગના મતની ગણતરી ચાલુ છે પરંતુ એ સ્પષ્ટ નથી કે જીતનું અનુમાન ક્યાં સુધીમાં આવશે.

    વિસ્કૉન્સિનમાં અમારા સહયોગી રૉયટર્સે કોઈ અનુમાન કર્યું નથી. ત્યાં બાઇડનની 20,510 મતની લીડ છે.

    પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પની લીડ ઓછી થઈ ગઈ છે, ત્યાં 90 ટકા મતની ગણતરી થઈ ચૂકી છે અને ટ્રમ્પ 1,64,414 મતથી આગળ છે. બુધવારે બપોરે ટ્રમ્પ અહીં 3,79,639 મતથી આગળ હતા.

    નૉર્થ કેરોલાઇનામાં 96 ટકા મતની ગણતરી થઈ ગઈ છે અને ટ્રમ્પની 76,737 મતની લીડ બનેલી છે.

    ટ્રમ્પના કૅમ્પેને જ્યોર્જિયમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. આ એવું ચોથું રાજ્ય છે જ્યાં તેમની ટીમે કથિત અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે.

    ડેટ્રોયટ, મિશિગનમાં બંને ઉમેદવારોના સમર્થકોએ પ્રદર્શન કર્યું છે. ત્યાં ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયામાં મતગણતરી કેન્દ્રોની સામે ડેમૉક્રેટ્સ સમર્થક એકઠા થયા છે અને ‘મારો વોટ ગણો’ના નારા પોકારી રહ્યા છે.

    એરિઝોનામાં ટ્રમ્પના સમર્થકોએ મતગણતરી કેન્દ્રની બહાર પ્રદર્શન કર્યું અને મતગણતરી બંધ કરવાની માગ કરી.

    સૅનેટમાં રિપબ્લિકન્સે પોતાની પકડ મજબૂત રાખી છે જેના કારણે કૉંગ્રેસમાં ફેરફાર થવાની સંભાવના ઘણી ઓછી છે.

  13. અમેરિકા ચૂંટણી, ઇમિગ્રેશન અને ગુજરાતીઓ

    અમેરિકાની ચૂંટણીમાં ઇમિગ્રેશનનો મુદ્દો ભારતીયો માટે મહત્ત્વનો છે.

    હાલમાં મતગણતરી ચાલી રહી છે અને હજુ સુધી કોઈ વિજેતા જાહેર કરાયું નથી.

    ત્યારે જાણો એક એવા ગુજરાતીની કહાણી જેમનું અમેરિકા જવાનું સપનું ટ્રૅજેડી બની ગયું.

  14. આ વખતે વ્હાઇટ હાઉસ કોનું થશે?

  15. ફિલાડેલ્ફિયામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતર્યા

    ચૂંટણી પરિણામ માટે મહત્ત્વના રાજ્ય પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયામાં મતગણતરી દરમિયાન સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે.

    તેમની માગ છે કે દરેક મતની ગણતરી કરવામાં આવે.

    ટ્રમ્પના ચૂંટણી અભિયાને વિસ્કૉન્સિન, મિશિગન અને જ્યોર્જિયા સમેત પેન્સિલ્વેનિયામાં બાકી બૅલેટ ન ગણવા માટે કાયદાકીય લડાઈ શરૂ કરી દીધી છે.

    બીબીસી પત્રકાર હેના લૉન્ગ-હિગિન્સ અને શિનયેન યૂ ત્યાં પર હતા અને તેઓએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરી. તેમાંના મોટા ભાગના ડેમૉક્રેટ ઉમેદવાર બાઇડના સમર્થકો હતા.

    27 વર્ષીય માર્ક વૉલે કહ્યું કે તેઓ કંઈક 'સારું અનુભવી' રહ્યા છે.

    તેઓએ કહ્યું, "હું પ્રક્રિયાથી હતોત્સાહિત નથી. મને ખબર કે આપણે મહામારીમાં છીએ. મને ખબર છે કે જો બાબત થાય તો તેના માટે કોઈ પ્રોટોકૉલ નથી."

    પ્રદર્શન હજુ પણ શાંતિમય છે અને ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષાબળો પણ તહેનાત છે.

  16. જીત પહેલાં બાઇડને ટ્રાન્ઝિશન વેબસાઇટ શરૂ કરી

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો પણ ઉમેદવાર જીતે એ જાન્યુઆરીમાં વ્હાઇસ હાઉસમાં પહોંચવાની તૈયારી પહેલાં પોતાની એક ટ્રાન્ઝિશન ટીમની રચના કરી છે.

    હાલમાં આ ચૂંટણીમાં કોઈ વિજેતા જાહેર થયા નથી, પણ બંને ઉમેદવારને વિશ્વાસ છે કે તેઓ જીતશે.

    બંને એ રીતે દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે કે લાગે કે તેઓ દોડમાં આગળ છે.

    હવે જો બાઇડને 'બિલ્ડ બૅન્ક બેટર' નામની એક વેબસાઇટ શરૂ કરી છે.

    તેમાં લખ્યું છે, "દેશ જે રીતે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં મહામારીથી લઈને આર્થિક મંદી અને જળવાયુ પરિવર્તનથી લઈને વંશીય અન્યાય જેવા ગંભીર મુદ્દા સામેલ છે. ટ્રાન્ઝિશન ટીમ ઝડપથી તૈયારી કરશે, જેમાં બાઇડન-હેરિસ પ્રશાસન પહેલા દિવસથી કામ શરૂ કરી શકે."

    બુધવારે અમેરિકા સત્તાવાર રીતે આ સમજૂતીથી નીકળી ગયું હતું. 2016માં તેઓએ તેનો વાયદો કર્યો હતો.

  17. પરિણામોને પડકારવામાં આવે તો શું થશે?

  18. એરિઝોના મતગણતરી કેન્દ્ર બહાર પ્રદર્શનકારીઓનો જમાવડો

    એરિઝોનાના મેરિકોપામાં મતગણતરી કેન્દ્રના કર્મચારીઓ મૂંઝવણમાં પડી ગયા હતા જ્યારે ટ્રમ્પના સમર્થકો ત્યાં ભેગા થઈ ગયા.

    ખરેખર સોશિયલ મીડિયામાં વાતો વહેતી થઈ કે ટ્રમ્પના મતોને ગણવામાં નથી આવી રહ્યા તેને લઈને સમર્થકો ભેગા થઈ ગયા હતા.

    કેટલાક તો કેન્દ્રની અંદર ઘૂસી ગયા હતા અને તેમને સુરક્ષાગાર્ડે બહાર કાઢ્યા હતા.

  19. કોણ જશે વ્હાઇટ હાઉસ? કોણ છે જીતની નજીક?

  20. ટ્રમ્પ અને બાઇડનની હાર-જીતનો દારોમદાર શેના પર છે?