You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : ટ્રમ્પ યોજશે 'મોટી પત્રકારપરિષદ'

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થવા પર છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. US ચૂંટણી પરિણામ : રાષ્ટ્રપતિનો નિર્ણય શું કોર્ટમાં લેવાશે?

  2. જો બાઇડનના સત્તા પર આવવાથી ભારત સહિતના વૈશ્વિક બજારોને કેવી થશે અસર?

    ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક બજારો માટે લકી રહ્યા છે. ડાઉ જોન્સ હોય કે ભારતીય શૅરબજારો ડોનાલ્ડ ટ્રમ્પનાં દરેક પગલાંની હકારાત્મક અસર બજાર પર જોવા મળી છે.

    જોકે અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પૂર્વે અમેરિકના અને ભારતીય શૅરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

    વીડિયોમાં નિષ્ણાતોની મદદથી સમજીએ કે જો બાઇડ સત્તામાં આવ્યા તો વૈશ્વિક બજારો પર તેની કેવી અસર થશે?

  3. US ચૂંટણી પરિણામ : એ રાજ્યો, જ્યાંનાં પરિણામો પર ટકેલી છે સૌની નજર

  4. બ્રેકિંગ, અમેરિકન ચેનલોએ ટ્રમ્પની પત્રકારપરિષદનું પ્રસારણ અટકાવ્યું, કહ્યું 'જૂઠાં નિવેદનો'

    અમેરિકાની ઘણી મોટી ટીવી ચેનલોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણનું પ્રસારણ અધવચમાં અટકાવી દીધું.

    ત્યાંની ટીવી ચેનલો પૈકી એબીસી, સીબીએસ અને એનબીસીએ ટ્રમ્પની પત્રકારપરિષદનું પ્રસારણ વચ્ચે જ રોકી દીધું હતું અને દર્શકોને કહ્યું કે રાષ્ટ્રપતિએ અનેક જૂઠાં નિવેદનો આપ્યાં છે.

    સંવાદદાતાઓનું કહેવું છે કે ટ્રમ્પની વાતો પર એવું લાગતું હતું કે તેઓ 'પોસ્ટલ મતો'ને 'દગાબાજી' ઠેરવી રહ્યા છે.

  5. અમેરિકન ચૂંટણી : જો બાઇડન કે ડોનાલ્ડ ટ્રમ્પ એ હજી નક્કી કેમ નથી થઈ રહ્યું?

  6. ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ કે બાઇડનમાંથી કોની જીતથી ફાયદો?

  7. ટ્રમ્પે બાઇડનને આગળ વધતાં જોઈ ફરી 'દગાબાજી'નો આરોપ લગાવ્યો

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કોઈ આધાર કે પુરાવા વગર ફરીથી દગાબાજીનો આરોપ મૂક્યો છે.

    ટ્રમ્પનું કહેવું છે કે 'વૈધ મતો'ની ગણતરી પ્રમાણે તેઓ જ વિજેતા નીકળશે.

    બે દિવસના મૌન બાદ ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પે આ ફરિયાદ એવા વખતે કરી છે, જ્યારે બે મહત્ત્વપૂર્ણ રાજ્ય જ્યૉર્જિયા અને પેન્સિલ્વેનિયામાં પોસ્ટલ મતોની ગણતરી સાથે તેમની લીડ ઘટતી જઈ રહી છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાઇટ હાઉસની પત્રકારપરિષદમાં ફરીથી જીતનો દાવો કરતાં ફરિયાદ કરી કે તેમની તરફેણમાં આવેલા પરિણામને 'અવૈધ મતોથી છીનવાનો પ્રયાસ' થઈ રહ્યો છે.

    જોકે વિશ્લેષકો પ્રમાણે ટ્રમ્પનો આ દાવો આધારભૂત નથી.

  8. પરિણામો માટે આ રાજ્યો તરફ નજર

    અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેની મતગણતરી ચાલુ છે અને કોઈ વિજેતા હજુ સુધી જાહેર થયા નથી.

    ચૂંટણી પછી વ્હાઇટ હાઉસમાં કોન રહેશે એ નક્કી કરવા માટે 270 ઇલેક્ટર્સ વોટની જરૂર છે.

    ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડને કહ્યું કે સ્પષ્ટ છે કે તેમની પાસે અમેરિકન રાષ્ટ્રપતિપદ જીતવા માટે પર્યાપ્ત રાજ્ય છે.

    ઍરિઝોના, જ્યૉર્જિયા, નૅવાડા, પેન્સિલ્વેનિયા, નોર્થ કૅરોલાઈના અને વિસ્કૉન્સિન એ રાજ્ય છે જેના હાથમાં હવે રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટેની ચાવી છે. કોણ જીતશે અને કોણ છૂટી જશે એ આ જ રાજ્યો પર આધાર રાખે છે.

  9. ટ્રમ્પના દીકરાઓનો રિપબ્લિકન્સ પર રોષ ફાટ્યો

    જ્યોર્જિયા અને પેન્સિલવેનિયાનાં પરિણામોએ ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આશા વધારી દીધી હતી.

    જોકે નેવાડામાં જો બાઇડનની પરાસ્ત કરવાની ટ્રમ્પની આશાઓ ઘટતી જઈ રહી છે.

    આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાઓએ ટ્વીટ કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો છે. ઍરિક ટ્રમ્પે ટ્વીટ કર્યું, "રિપબ્લિકન્સ ક્યાં છે!"

    એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પણ ટ્વિટર પર રોષ ઠાલવ્યો છે.

  10. 06/11/2020 : સુપ્રભાત

    અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અમેરિકાની ચૂંટણીને લગતી તમામ અપડેટ્સ અને તેને સંબંધિત બહુવિધ દૃષ્ટિકોણ અમે આપને અહીં આપતા રહીશું.

  11. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના બીબીસી ગુજરાતીના વિશેષ લાઈવમાં જોડાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

    ડોનાલ્ડ ટ્રમ્પના કૅમ્પેને આજે આખો દિવસ પુરાવા આપ્યા વિના મતદાનમાં છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ કર્યા હતા અને કોર્ટમાં દાવો દાખલ કરવાની પણ વાત કરી હતી. જ્યારે જો બાઇડનના કૅમ્પેને તેને 'ખોટી માહિતીઓના પ્રચારનો ભાગ ગણાવ્યો હતો.'

    અમેરિકાના કેટલાંક શહેરોમાં રિપબ્લિકન અને ડેમૉક્રેટ્સ રસ્તા પર પણ આવી ગયા હતા. રિપબ્લિકન મતગણતરી અટકાવવાની માગ કરી રહ્યા હતા, જ્યારે ડેમૉક્રેટ્સ તમામ મતની ગણતરીની માગ કરી રહ્યા હતા.

    હાલ જો બાઇડન આગળ ચાલી રહ્યા છે પરંતુ મતની ગણતરી હાલ ચાલુ છે. માટે ફાઇનલ પરીણામ જાણવા માટે તમામ હજુ કેટલાંક કલાક અથવા દિવસો સુધી રાહ જોવી પડી શકે છે.

    પરંતુ તમારી જોડેથી વિદાય લેવાનો સમય આવી ગયો છે.

    આવતી કાલે ફરીથી મળીશું આ લાઈવમાં.

  12. 'ટ્રમ્પનો અદાલતી મુકદ્દમા 'ખોટી માહિતીઓના પ્રચારનો ભાગ' છે', ટીમ બાઇડન

    'ટ્રમ્પનો અદાલતી મુકદ્દમો' ખોટી માહિતીઓના પ્રચારનો ભાગ' છે', ટીમ બાઇડન બાઇડનના કૅમ્પેનના પ્રવક્તા જૅન ઑ'મેલ્લે ડિલ્લોને પત્રકારો સાથે વાતચીત કરી જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે ટ્રમ્પની ટીમ દબાણ ઊભું કરવા મુકદ્દમાની નિષ્ફળ વ્યૂહરચના અપનાવી રહી છે.

    તેમણે કાનૂની પડકારો અંગે કહ્યું હતું કે "હવે જે અનિવાર્ય પણ બનવાનું છે તેને વિચલિત કરવા અને તેમાં વિલંબ કરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી - જૉસેફ બાઇડન અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ બનશે."

    તેમણે મિશિગનમાં જીતનો દાવો કર્યોઅને કહ્યું કે પેન્સિલ્વેનિયામાં બાઇડન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

    બાઇડનની લીગલ ટીમને સલાહ આપતા બૉબ બૅયુરે પત્રકારોને કહ્યું કે રિપબ્લિકનના દાવાઓ પાછળ ગાંડપણ રહેલું છે.

    ટ્રમ્પસમર્થકો પર ચૂંટણીપ્રણાલીમાં વિશ્વાસ તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે, "આ એક વ્યાપક ખોટી માહિતીના પ્રચારઅભિયાનનો ભાગ છે.

  13. અમેરિકા ચૂંટણી 2020 : ટ્રમ્પ અને બાઇડનના કિસ્મતની ચાવી આ રાજ્યો પાસે

  14. ટ્રમ્પ અને બાઇડનમાં કોણ વધી રહ્યું છે જીત તરફ આગળ?

  15. ડોનાલ્ડ ટ્રમ્પનું 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'નું સપનું આ રીતે તૂટી જશે?

    આ તસવીર અમેરિકાની રાજધાની વૉશિંગટન ડીસીની છે, જ્યાં પ્રદર્શન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે આપેલું સૂત્ર લખેલી આ ટોપીનું 'મૉડલ' તૂટેલી હાલતમાં પડ્યું છે.

    અમેરિકાની ચૂંટણીની હાલની સ્થિતિની વાત કરીએ તો, એક દિવસ પછી ચૂંટણીપરિણામોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. છ રાજ્યોમાં મતગણતરી ચાલુ છે અને અહીં ઊલટફેર થઈ શકે છે.

    જો બાઇડન માટે રાષ્ટ્રપતિપદનો રસ્તો થોડો સરળ દેખાય છે પરંતુ ગમે તે સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાજીને પલટી શકે છે.

  16. ખોટા દાવાઓથી દૂષિત થઈ અમેરિકાની ચૂંટણી : આંતરરાષ્ટ્રીય સુપરવાઇઝર

    એક આંતરરાષ્ટ્રીય સુપરવાઇઝર મિશને કહ્યું છે કે અમેરિકાની ચૂંટણી 'કાયદાકીય અનિશ્ચિતતા અને લોકોના વિશ્વાસને ઘટાડવાના પ્રયત્નોથી દૂષિત' હતી.

    ઑર્ગેનાઇઝેશન ફૉર સિક્યૉરિટી ઍન્ડ કૉઓપરેશન ઇન યુરોપ (OSCE)એ કહ્યું કે કોરોના વાઇરસના પડકારો છતાં ચૂંટણી 'સ્પર્ધાત્મક અને વ્યવસ્થિત' હતી.

    આની સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ આખું અભિયાન આકરા રાજકીય ધ્રુવીકરણથી ઘેરાયેલું હતું અને વારંવાર આમાં વ્યાપક નીતિગત ચર્ચાઓની ઉણપ દેખાઈ હતી. જોકે, આમાં વ્યવસ્થિત છેતરપિંડીના પુરાવા વિનાના આરોપ સામેલ રહ્યા હતા.

    મંગળવારના મતદાન પહેલાં, પોસ્ટલ બૅલેટ અને અર્લી વોટને લઈને આ કેસ કરવામાં આવ્યા જે મતપત્રોને પોસ્ટ કરવા અને તેમના પ્રાપ્ત થવાની સમયમર્યાદા અને તેના પર સાક્ષીની સહી જેવા મુદ્દા આધારિત હતા.

    રિપબ્લિકન પાર્ટીના રાજ્યોનું કહેવું છે કે મતની છેતરપિંડી અટકાવવા માટે પ્રતિબંધોની જરૂર હતી. જ્યારે આ મુદ્દે ડેમોક્રેટિક પાર્ટીનું કહેવું છે કે લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાથી રોકવાનો આ પ્રયાસ હતો.

    ચૂંટણીની રાત્રે પોતાના ભાષણમાં, ડોનાલ્ડ ટ્રમ્પે આવા મતોને "અમેરિકન જનતા સાથેની દગો" ગણાવ્યા હતા.

    ટ્રમ્પની કૅમ્પેન ટીમ પેન્સિલ્વેનિયા, વિસ્કૉન્સિન, જ્યૉર્જિયા અને મિશિગનમાં મતની છેતરપિંડી થઈ હોવાનો દાવો કરીને મતની ગણતરી અટકાવવા માગે છે. જો કે, આના કોઈ પુરાવા નથી.

  17. બ્રેકિંગ, બાઇડન વિસ્કૉન્સિન જીતી ગયા હોવાનો અંદાજ

    બાઇડન વિસ્કૉન્સિન જીતી ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

    તેમને વિસ્કૉન્સિન જીતવાના કારણે 10 વોટ વધારે મળી ગયા છે અને તેઓ લીડમાં ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ નીકળી ગયા છે.

  18. ટ્રમ્પના કૅમ્પેને ફિલાડેલ્ફિયા કાઉન્ટિંગને જોવાની માગ કરી

    કૉરી લેવાન્ડોવ્સકી અને પામ બૉન્ડી નામના ટ્રમ્પનાં બે કૅમ્પેન અધિકારીઓએ મેઇલ-ઇન મત જ્યાં ગણાઈ રહ્યા છે તે ફિલાડેલ્ફિયા કન્વેશન સેન્ટરમાં જઈને કહ્યું કે તેમની પાસે અંદર જવાનો કોર્ટનો ઑર્ડર છે.

    બૉન્ડીએ કહ્યું, "અમે હાલમાં તે બિલ્ડિંગમાં પ્રવેશવાની અને મતદાન પ્રક્રિયાનું કાયદેસર રીતે નિરીક્ષણ કરવાની યોજના બનાવીએ છીએ"

    તેમણે વધુમાં કહ્યું, "ટ્રમ્પના પ્રતિનિધિઓને બંદૂક અને બેજવાળા વ્યક્તિ દ્વારા ગણતરી પ્રક્રિયાથી 100 ફુટ પાછળ રાખવામાં આવ્યા હતા, જે પોલીસઅધિકારી નહોતા."

    દરમિયાન, ટ્રમ્પ કૅમ્પેનના મૅનેજર બિલ સ્ટેપિયને પત્રકારોને ફોન પર જણાવ્યું હતું કે ડેમૉક્રેટ "જૂઠું બોલે છે, છેતરપિંડી કરે છે અને ચોરી કરે છે અને ગેરકાયદેસર વર્તન બેફામ ચાલી રહ્યું છે."

  19. અમેરિકામાં હવે કેટલાંક જ રાજ્યોમાં પરિણામનો ઇંતજાર

    અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનું પરિણામ મેળવવામાં હવે કેટલાંક જ રાજ્યોનાં પરીણામોની રાહ જોવાઈ રહી છે. જો બાઇડન 243 ઇલેક્ટોરલ કૉલેજના મતના આધારે ડોનાલ્ડ ટ્રમ્પ(214)થી આગળ છે.

    ચૂંટણી પછી વ્હાઇટ હાઉસમાં કોન રહેશે એ નક્કી કરવા માટે 270 ઇલેક્ટર્સ વોટની જરૂર છે. ઍરિઝોના, જ્યૉર્જિયા, નૅવાડા, પેન્સિલ્વેનિયા, નોર્થ કૅરોલાઈના અને વિસ્કૉન્સિન એ રાજ્ય છે જેના હાથમાં હવે રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટેની ચાવી છે. કોણ જીતશે અને કોણ છૂટી જશે એ આ જ રાજ્યો પર આધાર રાખે છે.

    હાલમાં બાઇડન આગળ છે અને ટ્રમ્પ વિસ્કૉન્સિન(10) હારી શકે છે. પરંતુ 270નો આંકડો મેળવવા માટે ટ્રમ્પને જ્યૉર્જિયા (16 વોટ), નોર્થ કેરોલાઈના (15), પેન્સિલવેનિયા (20) અને ઍરિઝોના(11) અથવા નૅવાડા(6)માંથી કોઈ એકમાં જીત મેળવવી જરૂરી છે.

    બાઇડન પેન્સિલ્વેનિયા સિવાય પણ જીત મેળવી શકે છે. જોકે અહીં પરિણામ હાલ આવી રહ્યાં નથી. પરંતુ તેમણે ઍરિઝોના, જ્યૉર્જિયા અને નૅવાડામાં જીતવું પડશે. કેટલીક સમાચાર સંસ્થાઓએ વિસ્કૉન્સિન અને ઍરિઝોનામાં બાઇડનની જીતનો અંદાજ લગાવ્યો છે પરંતુ બીબીસીનું માનવું છે કે આ અંગે કોઈ પણ મત બનાવવો ગણાશે.

    જો બાઇડન વિસ્કૉન્સિન જીતી જાય છે તો તેમણે ઍરિઝોના અને નૅવાડામાં જીતવું જરૂરી હશે. મતની ગણતરી ચાલું છે અને આશા છે કે અધિકારી મોડી રાત્રે(ભારતીય સમય અનુસાર) આના પર અપડેટ જાહેર કરશે.

    અધિકારીઓનું કહેવું છે કે જ્યૉર્જિયામાં ટ્રમ્પની લીડ ધીમેધીમે ઘટી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી લીડ અંદાજે 18,590 મતની જ રહી ગઈ હતી.

    જોકે નૅવાડામાં જ્યાં કેટલાક સમય પહેલાં આ અંતર બાઇડનના પક્ષમાં 8000 મતનું હતું તે ઘટીને સમાચાર લખાય છે ત્યાં સુધી 7647 મતે આવી ગયું છે.

    પેન્સિલ્વેનિયામાં હાલ સુધીમાં 90 ટકા મતની ગણતરી કરી દેવામાં આવી છે. જ્યારે ટ્રમ્પ લીડમાં છે પરંતુ બંને ઉમેદવારની વચ્ચેનું અંતર લગભગ ઘટી રહ્યું છે. કેટલાક કલાક પહેલાં જે અંતર 164414 મતનું હતું તે હવે (20:00 IST) 164084 પર આવી ગયું છે.

    ઍરિઝોનામાં 90 ટકા મતની ગણતરી પછી બાઇડન 80 હજાર વોટની લીડ કરી રહ્યા છે. નોર્થ કેરોલાઇનામાં મોટા ભાગના મત ગણાઈ ગયા છે. જ્યાં ટ્રમ્પે 77 હજાર મતથી લીડ મેળવી છે.

    રૉયટર્સ ન્યૂઝ એજન્સીએ હાલ સુધી વિસ્કૉન્સિન વિશે કોઈ અનુમાન લગાવ્યું નથી. જ્યાં બાઇડન માટે કહેવામાં આવી રહ્યું છે કે તે 20 મતથી આગળ છે. પરંતુ અન્ય એક ન્યૂઝ એન્જસી કહી રહી છે કે બાઇડન જીતી ગયા છે.

  20. રિપબ્લિકન્સ 'મતદારોની છેતરપિંડી'નો કેસ દાખલ કરશે

    રિપબ્લિકન પાર્ટીએ કહ્યું છે કે તે નૅવાડામાં કેસ દાખલ કરવાનું વિચારી રહી છે. તેણે દાવો કર્યો છે કે 10 હજાર મત એવા લોકોએ નાખ્યા છે જેઓ રાજ્યમાં હવે રહેતા નથી.

    નૅવાડાએ એવાં રાજ્યોમાંથી છે એક છે જે નોંધાયેલાં તમામ પુખ્તવયના મતદારોને મતપત્ર મોકલે છે.

    ટ્રમ્પે તેમના પ્રચાર દરમિયાન ‘સાર્વત્રિક મેઇલ-ઇન બૅલેટ’ સિસ્ટમના નિર્ણયની વિરુદ્ધમાં છેતરપિંડી થવાનો દાવો કરીને રેલી કરી હતી.

    ટ્રમ્પના વારંવાર દાવા છતાં, અમેરિકાની કોઈ પણ મોટી ચૂંટણીમાં મોટા પાયે મતદાતાઓની છેતરપિંડીના પુરાવા મળ્યા નથી.

    આ હવે ચોથું રાજ્ય છે જ્યાં રિપબ્લિકન મતદાનને કાયદાકીય રીતે પડકારી રહ્યા છે.