નમસ્કાર, અમેરિકાની ચૂંટણી પર બીબીસી ગુજરાતીના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને અમેરિકાની ચૂંટણી સંબંધિત તમામ અપડેટ મળશે.
US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ
લાઇવ કવરેજ
પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાનથી પરિણામમાં સસ્પેન્સ લંબાશે
મંગળવારે અમેરિકામાં રાષ્ટ્રપ્રતિને ચૂંટવા માટે મતદાન બાદ તરત જ મતગણતરી થશે.
જોકે કોરોના સંક્રમણને કારણે આ વખતની ચૂંટણી અગાઉ કરતાં ઘણી અલગ છે.
લગભગ 10 કરોડ લોકોએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાન કર્યું છે, જે આગામી રાષ્ટ્રપતિના નામ વિશેનું સસ્પેન્સ લંબાવી દેશે.
રાષ્ટ્રપ્રમુખની પસંદગીનો આધાર ઉમદેવારની લોકપ્રિયતા કરતાં ઇલેક્ટ્રોલ કૉલેજ ઉપર હોય છે, જેથી કરીને પૉપ્યુલર ન હોય તેવો ઉમેદવાર પણ વિજેતા બની શકે છે.
જો બાઇડન વિજેતા બનશે, તો તેઓ સૌથી મોટી ઉંમરે આ પદ સુધી પહોંચનારા પ્રથમ રાષ્ટ્રપતિ હશે અને જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો આ તેમની છેલ્લી ટર્મ હશે.

ઇમેજ સ્રોત, Getty Images
US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ
