US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. ટ્રમ્પની જીતનો દાવો કરનારાઓને ફેસબુકની ચેતવણી

    રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણીમાં વિજયના બિનઅધિકૃત દાવા પર ફેસબુકે પ્રતિક્રિયા આપી છે.

    એનબીસી ન્યૂઝ ચૅનલ પર વાત કરતાં ફેસબુકના પ્રવક્તાએ કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે સમય પહેલાં જીતનો દાવો કર્યો, તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ટૉપ-ઑફ-ફીડ નોટિફિકેશન ચલાવવાનું શરૂ કર્યું જેથી લોકોને ખબર પડે કે હજી મતગણતરી ચાલી રહી છે અને વિજેતાનું નામ નક્કી થયું નથી.”

    પેનસિલવેનિયા, મિશિગન અને વિસ્કૉન્સિમાં હજી લાખો મતોની ગણતરી બાકી છે, જે ચૂંટણીપરિણામ નક્કી કરશે.

    અમેરિકામાં ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે આ રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થતા દિવસો લાગી જશે.

    આની પહેલાં, ટ્વિટરે પણ ચૂંટણીપરિણામ અંગે ગેરમાર્ગે દોરનાર માહિતીનો પ્રસાર રોકવા માટે પગલાં લીધાં હતાં.

    ટ્રમ્પના એક ટ્વીટ પર વૉર્નિંગ મૂકવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું ,“તેઓ ચોરીથી ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”

    ટ્રમ્પ સમર્થકો

    ઇમેજ સ્રોત, Joe Raedle/Getty Images

  2. કાર્ટૂન : અમેરિકન ડ્રીમ્સ...

    કાર્ટૂન
  3. બાઇડન અને ટ્રમ્પને અલગઅલગ સમૂહોમાં કેટલું સમર્થન મળ્યું?

    અમેરિકામાં નેશનલ ઍક્ઝિટ પોલ મુજબ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પને કેટલું સમર્થન મળી રહ્યું છે?

    ગ્રાફિક્સ
    ગ્રાફિક્સ
    ગ્રાફિક્સ
    ગ્રાફિક્સ
    ગ્રાફિક્સ
  4. વિસ્કૉન્સિનમાં બાઇડન આગળ

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિસ્કૉન્સિનને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. વ્હાઇટ હાઉસમાં 'બિયર અને તણાવની રાત'

    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્ટાફ અને ચૂંટણીઅભિયાનના સભ્યો વ્હાઇટ હાઉસમાં મોડી રાત સુધી હાજર રહ્યા હતા.

    વ્હાઇટ હાઉસમાં પુષ્કળ માત્રામાં ડ્રિંક્સ સાથે ચૂંટણીપરિણામની રાહ જોવાઈ રહી હતી.

    વ્હાઇટ હાઉસના સ્ટાફ પ્રમાણે વેસ્ટ વિંગમાં ટીવી પર તેમની ટીમના સભ્યો ચૂંટણીપરિણામ પર નજર ટકાવીને બેઠા હતા. જ્યારે ટ્રમ્પ ચૂંટણીમાં પાછળ દેખાવા લાગ્યા ત્યારે માહોલમાં ચિંતા છવાઈ ગઈ હતી. જોકે, ટ્રમ્પ અમુક રાજ્યોમાં આગળ થતાં માહોલ એકદમ બદલાઈ ગયો હતો.

    વ્હાઇટ હાઉસના સ્ટાફે કહ્યું, "અમને સારું લાગ્યું અને અમે આશાવાદી હતા."

    ત્યારે ઇસ્ટ રૂમમાં રાષ્ટ્રપતિની રિ-ઇલેક્શન પાર્ટી ચાલી રહી હતી. સંખ્યાબંધ લોકોને આ પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. કેટલાક મહેમાનો એવી રીતે આવ્યા હતા જાણે તેઓ કોઈ મોટી ઇવેન્ટમાં આવ્યા હોય.

    ટ્રમ્પે આ પાર્ટી કરીને એક રીતે પરંપરાને તોડી હતી. જોકે ચૂંટણીની રાત્રે વ્હાઇટ હાઉસમાં પાર્ટી ન કરવાનો કોઈ કાયદો નથી પરંતુ આ પહેલાં કોઈ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસમાં ચૂંટણીની રાત્રે પાર્ટી નથી કરી.

    ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ પાર્ટી કરીને એક રીતે પરંપરાને તોડી હતી

    ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images

    ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ પાર્ટી કરીને એક રીતે પરંપરાને તોડી હતી
    ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ પાર્ટી કરીને એક રીતે પરંપરાને તોડી હતી

    ઇમેજ સ્રોત, EPA

    ઇમેજ કૅપ્શન, આની પહેલા કોઈ રાષ્ટ્રપતિએ વ્હાઇટહાઉસમાં ચૂંટણીની રાત્રે પાર્ટી નથી કરી.
  6. બ્રેકિંગ, આ વખતે પોસ્ટ બૅલટ બની શકે છે વિવાદનું કારણ : બૅરી રિચર્ડ

    બીબીસી વર્લ્ડ સર્વિસ સાથે વાત કરતા જાણીતા અમેરિકન વકીલ બૅરી રિચર્ડે કહ્યું કે આ વખતે કાયદાકીય વિવાદનું કારણ પોસ્ટલ બૅલટ બની શકે છે.

    બૅરી રિચર્ડ 2000માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીવખતે સર્જાયેલા કાયદાકીય વિવાદમાં જ્યૉર્જ બુશના વકીલ હતા.

    તેમણે કહ્યું, "આ મામલો ઘણોઅલગ છે. ત્યારે ફ્લૉરિડામાં બૅલટની ડિઝાઇનમાં ગરબડ હતી અને કાયદાકીય ભૂલ પણ થઈ હતી, જે કાયદાકીય વિવાદના મૂળમાં હતી." "આ વખતે મને નથી લાગતું કે જ્યાં સુધી બહુ જરૂરી નહીં હોય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સહેલાઈથી આ કેસને સ્વીકાર કરી લેશે”.

    પોસ્ટલ બૅલટ

    ઇમેજ સ્રોત, Marc Piscotty/Getty Images

    ઇમેજ કૅપ્શન, પોસ્ટલ બૅલટ
  7. બ્રેકિંગ, અમેરિકાની ચૂંટણી : વિસ્કૉનસિનમાં બાઇડન આગળ

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્ત્વના મનાતા વિસ્કૉન્સિનમાં જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં 0.3 ટકાની સરસાઈ મળવી છે. આ રાજ્યમાં 2016ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સફળતા મળી હતી.

    અત્યાર સુધી અહીં આશરે 89 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં 1,566,844 મતો જ્યારે જો બાઇડનને 1,578.433 મત પડ્યા છે.

    મતની ટકાવારીના મામલામાં ડોનાલ્ડ ટ્ર્રપને 49.0 ટકા અને જો બાઇડનને 49.3 ટકા મત મળ્યા છે.

    બીજી તરફ પ્રૉજેક્શન પ્રમાણે જો બાઇડન હવાઈ રાજ્યમાં વિજય થઈ શકે છે. 1959માં રાજ્ય બન્યા પછીથી હવાઈમાં બે વખત જ રિપબ્લિકન ઉમેદવારો માટે મતદાન થયું હતું.

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, EPA

    ઇમેજ કૅપ્શન, જો બાઇડન
  8. 'ડોનાલ્ડ ટ્રમ્પના ફ્રૉડના આરોપ ગેરકાયદેસર'

    ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાય દિવસોથી ઇશારો કરી રહ્યા હતા કે જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાંટાની ટક્કર થઈ તો તેઓ ડેમૉક્રેટિક પ્રતિસ્પર્ધી પર ‘વોટર ફ્રૉડ’ અને ‘ચોરીથી વિજય મેળવવાનો આરોપ’ લગાવશે.

    બુધવારે સવારે તેમણે આવું જ કર્યું.

    અમેરિકામાં લોકોને આનો ડર હતો, અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં રહીને પોતે જ મતગણતરી પર પ્રશ્ન કરી રહ્યા છે.

    આ પ્રક્રિયામાં દિવસો લાગી જતા હોય છે.એ વર્ષોમાં જ્યારે મહામારીની પરિસ્થિતિ નહોતી અને લોકોએ મોટી સંખ્યામાં ચૂંટણીના દિવસ પહેલાં મતદાન નહોતું કર્યું ત્યારે પણ આવું જ થયું છે.

    ટ્રમ્પના નિવેદન પછી ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ટ્રમ્પના નિવેદન પછી થોડું નરમ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પરિણામ જાહેર થયા પહેલાં તેઓ વિજયની જાહેરાત કરવા નથી જઈ રહ્યા. તેમણે કાયદેસર મતગણતરી પૂરી થવા દેવા પર ભાર મૂક્યો હતો.

    જોકે ટ્રમ્પના નિવેદનથી જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું. તેઓ હારે કે વિજયી થાય, તેમના નિવેદનથી આ ચૂંટણી પર શંકાનાં વાદળો ઘેરાઈ ગયાં છે કારણ કે તેમણે અમેરિકન લોકતંત્રને ચલાવતી મશીનરી પર પ્રશ્નો કર્યા છે.

    ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર વિરોધી ડેમૅક્રેટિક નેતા ઍલેગ્ઝેન્ડ્રિયા ઑકાસિયો-કૉર્ટેઝે ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ નિશાન સાધ્યું.

    તેમણે કહ્યું, 'ડોનાલ્ડ ટ્રમ્પની સમય પહેલાં વિજયની જાહેરાત ગેરકાયદેસર, ખતરનાક અને સરમુખત્યારશાહીનું પ્રતીક છે. મતગણતરી થવા દો અને મૂલ્યોની રક્ષા કરો’.'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. ચૂંટણીપરિણામ વચ્ચે રસ્તા પર પ્રદર્શનકારી

    અમેરિકામાં મંગળવારની રાત્રે પણ મતગણતરી ચાલુ છે પરંતુ રાજધાની વૉશિંગટન ડીસીના માર્ગો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

    કૅપિટૉલથી માર્ચ કરતા સંખ્યાબંધ પ્રદર્શનકારીઓએ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા હતા.

    લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ‘જો અમને ન્યાય નહીં મળે તો તેમને શાંતિ પણ નહીં મળે.’

    જોકે મોટાભાગનાં પ્રદર્શનો શાંતિપૂર્ણ હતાં પરંતુ અમુક રિપોર્ટ પ્રમાણે વ્હાઇટ હાઉસની બહાર ઝપાઝપીની ઘટનાઓ જોવા મળી છે.

    ‘એનબીસી વૉશિંગટન’ પ્રમાણે ત્રણ લોકોની ધરપકડ પણ કરાઈ છે.

    સીબીએસ ન્યૂઝનાં રિપોર્ટર ક્રિસ્ટીના રફિનીએ ટ્વીટ કર્યું છે કે એવું લાગે છે કે ’કોઈ ધુમાડો કરનારા બૉમ્બ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. બ્રેકિંગ, 'અમે સુપ્રીમ કોર્ટ જઈએ છીએ' - ડોનાલ્ડ ટ્રમ્પ

    હજી પરિણામો આવી રહ્યાં છે અને એ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે વિજયની જાહેરાત કરી દીધી છે.

    તેમણે કહ્યું, 'આ ચૂંટણી અમે જીત્યા છીએ' અને પુરાવા વગર તેમણે કહ્યું 'છેતરપિંડી' થઈ છે.

    તેમણે કહ્યું, "આ દેશ માટે શર્મિંદગી છે."

    તેમણે પરિણામોને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પણ બતાવી હતી.

    ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇમેજ સ્રોત, Getty Images

  11. બ્રેકિંગ, 40 રાજ્યોનાં પરિણામો બાદ બાઇડનની વાપસી

    39 રાજ્યોનાં પરિણામો બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડનને પાછળ છોડીને આગળ નીકળ્યા હતા.

    જોકે 40 રાજ્યોનાં પરિણામો બાદ બાઇડન વાપસી કરીને આગળ આવી ગયા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. વિશ્વના 'સૌથી શક્તિશાળી' રાષ્ટ્રપતિ બનવા પાછળ કેટલો ખર્ચ થાય છે?

    'વિશ્વનો સૌથી શક્તિશાળી' દેશ ગણાતા અમેરિકાના મતદારો તેમના રાષ્ટ્રપતિ માટે મતદાનની મહોર મારી ચૂક્યા છે.

    ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે કે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ કોણ બનશે?

    પરંતુ શું તમે જાણો છે કે વિશ્વના સૌથી શક્તિશાળી નેતા બનવા પાછળ કેટલો ખર્ચ થાય છે?

    અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિશ્વમાં ક્યાંય ન થતો હોય એટલો ખર્ચ થાય છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  13. બ્રેકિંગ, 39 રાજ્યોનાં પરિણામો બાદ બાજી પલટાઈ, હવે ટ્રમ્પ આગળ

    50માંથી 39 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડન કરતાં આગળ નીકળી ગયા છે.

    નવ રાજ્યોનાં પરિણામો સુધી બાઇડન આગળ હતા પણ દસમા રાજ્યના પરિણામ બાદ ટ્રમ્પ આગળ હતા.

    એ બાદ બાઇડન સતત આગળ રહ્યા હતા, જોકે હવે 39 રાજ્યોનાં પરિણામો બાદ ફરીથી ટ્રમ્પ આગળ આવી ગયા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. બ્રેકિંગ, ફ્લોરિડામાં ડેમૉક્રેટ્સને પછડાટ, ટ્રમ્પ જીત્યા

    પૂરજોશ પ્રયાસો છતાં ફ્લોરિડાએ ડેમૉક્રેટ્સને પછાડીને ડોનાલ્ડ ટ્રમ્પને જિતાડ્યા છે. ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ અહીંથી જીત્યા છે.

    દક્ષિણ ફ્લોરિડાના ડેમૉક્રેટ્સનો પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં જો બાઇડનની તરફેણમાં મતદાન થયું છે પણ રસાકસી બાદ ત્યાં ટ્રમ્પના પક્ષે જીત આવી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇમેજ સ્રોત, Getty Images

  15. 'વિજેતાની જાહેરાત મતદારોના હાથમાં છે' - જો બાઇડન

    જો બાઇડને વધુ એક ટ્વીટ કરતાં લખ્યું, "ચૂંટણીના વિજેતા જાહેર કરવા એ મારા હાથમાં કે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં નથી. એ મતદારોના હાથમાં છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. ટ્રમ્પના આક્ષેપ બાદ બાઇડનનું ટ્વીટ

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ બાદ જો બાઇડને ટ્વીટ કરતાં લખ્યું છે, "વિશ્વાસ રાખો, આપણે આ જીતવા જઈ રહ્યા છીએ."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. બ્રેકિંગ, ટ્રમ્પે કહ્યું, 'તેઓ ચોરીની કોશિશ કરી રહ્યા છે'

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મતગણતરી વચ્ચે ટ્વીટ કરીને પ્રતિદ્વંદ્વી પર આરોપ લગાવ્યો છે.

    ટ્રમ્પે ટ્વીટ કરતાં લખ્યું, "અમે ઘણા આગળ છીએ, પણ તેઓ ચૂંટણીમાં ચોરીની કોશિશ કરી રહ્યા છે. અમે તેમને આવું કરવા નહીં દઈએ." "મતદાન પૂર્ણ થયા પછી મતદાન ન થઈ શકે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. બ્રેકિંગ, 34 રાજ્યોનાં પરિણામો બાદ બાઇડન 200ને પાર

    50માંથી 34 રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને અત્યાક સુધીની સ્થિતિ પ્રમાણે જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. બ્રેકિંગ, વર્જિનિયામાં બાઇડન જીતની નજીક

    વર્જિનિયામાંથી બાઇડનની જીત લગભગ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.

    હાલના આંકડા પ્રમાણે બાઇડન અહીં જીતની નજીક છે.

    વર્જિનિયાની જીત બાઇડન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે, કેમકે આ રાજ્યના મતદારો રિપબ્લિકનના ઉમેદવારને જિતાડતાં આવ્યા છે.

    જોકે છેલ્લી ત્રણ ચૂંટણીથી અહીંના મતદારોનું વલણ ડેમૉક્રેટ્સ તરફ ઢળ્યું છે.

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

  20. ભારતીય મૂળનાં ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હેરિસ વિશે કેટલું જાણો છો?