બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ લાઇવ પેજ પર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું લાઇવ રિપોર્ટિંગ રજૂ કરાયું હતું.
ભારતીય સમયાનુસાર બુધવાર રાતે બાર વાગ્યા સુધીની અપડેટ અહીં રજુ કરવામાં આવી છે. સૌથી પહેલાં મતદાનનો પ્રારંભ વમૉર્ટ રાજ્યમાં થયો હતો અને એ બાદ અન્ય જગ્યાએ મતદાન શરૂ થયું હતું. આ સંદેશ લખાઈ રહ્યો છે ત્યાં સુધી અમેરિકામાં મતદાન ચાલી રહ્યું છે.
કેટલીય જગ્યાએ લાંબી કતારોમાં લોકો મતદાન માટે આવ્યા હોવાની તસવીરો સામે આવી હતી તો ન્યૂયૉર્કના અમુક મતદાનમથકો પર મોડે સુધી બહુ મતદારો જોવા મળ્યા નહોતા.
જોકે, આ દરમિયાન અમેરિકામાં ચૂંટણીનાં પરિણામોને લઈને આંશકાનો માહોલ પણ જોવા મળ્યો તો અમેરિકાના બે પૂર્વ ઍટર્ની જનરલે રાજનેતાઓને હિંસાને પ્રોત્સાહન ન આપવાની ચેતવણી પણ ઉચ્ચારી.
અત્યાર સુધી બસ આટલું જ. બુધવારે સવારે છ વાગ્યાથી અમેરિકાની મતદાનસંબંધિત તમામ અપડેટ સાથે અહીં જ મળીશું.
શુભરાત્રી!























