You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

27 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ ભારત સામે જીત્યું

વર્લ્ડ કપ 2019માં ભારતની પહેલી હાર, 31 રનથી ઇંગ્લૅન્ડનો વિજય

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, 27 વર્ષ બાદ ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપમાં ભારત સામે જીત્યું

    વર્ષ 1992 બાદ પહેલી વખત ઇંગ્લૅન્ડની ટીમ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સામે જીતી છે.

    2011ના વર્લ્ડ કપમાં બન્ને ટીમ વચ્ચેની મૅચ ટાઇ રહી હતી.

    1999 અને 2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત થઈ હતી.

  2. વર્લ્ડ કપ 2019માં પહેલી હાર

    વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમની પહેલી વખત હાર થઈ છે.

    ઇંગ્લૅન્ડનો ભારત સામે 31 રનથી વિજય થયો છે.

    પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો શિરસ્તો આ મૅચમાં પણ યથાવત્ રહ્યો છે.

  3. હાર્દિક પંડ્યા આઉટ, ભારત મુશ્કેલીમાં

    હાર્દિક પંડ્યા 33 બૉલમાં 45 રન કરી આઉટ થઈ ગયા છે અને ભારતનો સ્કોર 267 રન છે.

    ભારતે 30 બૉલમાં 71 રન કરવાના છે.

    ધોની 13 બૉલમાં 16 રન સાથે મેદાન પર છે અને હાર્દિક આઉટ થતા કેદાર જાદવ બેટિંગમાં આવ્યા છે.

  4. છેલ્લી 10 ઓવરમાં ભારતનું લક્ષ્ય 104 રન

    ભારતે 40 ઓવરને અંતે 234 રન કર્યા છે અને હવે આખરી 10 ઓવરમાં ભારતે 104 રન કરવાના રહે છે.

    ભારત જો આજની મૅચ જીતે તો સેમિફાઇનલમાં તેનો પ્રવેશ નિશ્ચિત થઈ જશે.

    હાલ ધોની શૂન્ય રને અને હાર્દિક પંડ્યા 29 રને રમતમાં છે.

  5. ભારતની ચોથી વિકેટ પડી, રિષભ પંત આઉટ

    338 રનનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાની ચોથી વિકેટ પડી છે.

    રિષભ પંત 29 બૉલમાં 32 રન કરી બાઉન્ડરી પર પ્લન્કેટની બૉલિંગમાં વોક્સને હાથે કૅચઆઉટ થયા છે.

  6. રોહિત શર્માની લડાયક સદી, ભારતનો સ્કોર 2 વિકેટે 186

    રોહિત શર્માએ આ વિશ્વ કપમાં ત્રીજી સદી પૂરી કરી છે. રોહિત શર્માએ 106 બૉલમાં 100 રન કર્યા છે. રોહિત શર્માની વન ડે ક્રિકેટમાં આ 25મી સદી છે.

    રોહિત શર્માએ સદીમાં 15 બાઉન્ડરી મારી છે.

    ભારતનો સ્કોર 35મી ઓવરમાં 186 રન છે. રોહિત શર્માની સાથે રિષભ પંત 17 બૉલમાં 16 રને રમતમાં છે.

  7. ભારતના 150 રન

    ભારતનો સ્કોર 30 ઓવરને અંતે 2 વિકેટ પર 150ને પાર કરી ગયો છે.

    રોહિત શર્મા 92 બૉલમાં 80 રને અને રિષભ પંત 3 બૉલમાં 3 રને રમતમાં છે.

    ભારતનો લક્ષ્યાંક 338 રન છે. રિષભ પંત વિશ્વ કપમાં પહેલીવાર રમી રહ્યા છે.કોહલી આઉટ થયા પછી ભારતની રમત ધીમી પડી છે.

  8. વિરાટ કોહલી 66 રન પર આઉટ

    વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે 138 રનની ભાગીદારીનો અંત આવ્યો છે.

    કૅપ્ટન કોહલી 66 રન પર આઉટ થઈ ગયા છે.

    પ્લન્કેટની બૉલિંગમાં જેમ્સ વિન્સે કોહલીનો કૅચ ઝડપ્યો હતો.

    રોહિત શર્મા રમતમાં છે અને રિષભ પંત મેદાનમાં આવ્યા છે. ભારતનો સ્કોર હાલ 2 વિકેટ પર 146 રન છે.

  9. ભારત 100ને પાર, કોહલી બાદ રોહિત શર્માની અડધી સદી

    કૅપ્ટન કોહલીને સાથ આપતા રોહિત શર્માએ પણ અડધી સદી પૂરી કરી છે અને ભારતનો સ્કોર પણ 100ને પાર પહોંચી ગયો છે.

    રોહિત શર્માએ 65 બૉલમાં 52 રન કર્યા છે તો વિરાટ કોહલી 64 બૉલમાં 55 રન પર રમી રહ્યા છે.

    ભારતનો સ્કોર હાલ 23 ઓવરમાં 107 રન છે.

    રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે 124 બૉલમાં 100 રનની ભાગીદારી થઈ છે.

  10. કૅપ્ટન કોહલીની અડધી સદી

    શરૂઆતમાં મળેલા ઝટકામાંથી ટીમને બહાર કાઢતા કૅપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી છે.

    વિરાટ કોહલીએ અડધી 59 બૉલમાં 50 રન કર્યા છે. પોતાની અત્યાર સુધીની ઇનિંગમાં કોહલીએ 6 બાઉન્ડરી ફટકારી છે.

    કોહલીની સાથે ઉપયોગી ભાગીદારી કરતા રોહિત શર્માએ 52 બૉલમાં 33 રન કર્યા છે.

  11. રોહિત-કોહલીની ભાગીદારી 50ને પાર, ભારત 1 વિકેટે 71 રન

    કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધા પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા ઇંગ્લૅન્ડને મક્ક્મ લડત આપી છે.

    ડ્રિંક્સ સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની ભાગીદારી 93 બૉલમાં 63 રન પર પહોંચી છે.

    17 ઓવરને અંતે ભારતનો સ્કોર 71 રન છે.

    રોહિત શર્મા 46 બૉલમાં 29 રન પર અને વિરાટ કોહલી 53 બૉલમાં 42 રન પર રમી રહ્યા છે.

  12. રોહિત-કોહલીનો મક્કમ પ્રતિકાર, ભારત 15 ઓવરમાં 53 રન

    કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઉપયોગી ભાગીદારી કરી છે.

    હાલ 15 ઓવરને અંતે ભારતનો સ્કોર 1 વિકેટ પર 53 રન છે.

    જલદી વિકેટ પડ્યા પછી રોહિત શર્મા 39 બૉલમાં 22 રન પર અને વિરાટ કોહલી 41 બૉલમાં 31 રન પર રમી રહ્યા છે.

    કોહલી અને શર્મા વચ્ચે 75 બૉલમાં 45 રનની ભાગીદારી થઈ છે.

    આ મેદાન પર વિરાટ કોહલીની એવરેજ 243 છે.

  13. પાવરપ્લેમાં ભારતનો નબળો સ્કોર

    પ્રથમ દસ ઓવરને અંતે ઇંગ્લૅન્ડનો હાથ ઉપર છે અને આ વિશ્વ કપમાં પ્રથમ પાવરપ્લેમાં ભારતે સૌથી નબળો દેખાવ આજે કર્યો છે. ભારતનો પાવરપ્લેમાં સ્કોર 1 વિકેટ પર 29 રન રહ્યો છે.

  14. પાકિસ્તાની અમ્પાયર અલીમ દાર પર સોશિયલ મીડિયામાં ચર્ચા

    હાર્દિક પંડ્યાની 11મી ઓવરમાં જેસન રોય સામે કૅચઆઉટની અપીલ થઈ હતી. જોકે, અલીમ દારે આઉટ આપ્યો નહોતો.

    પાછળથી રિપ્લેમાં બૉલ જેસન રોયના ગ્લવ્સને અડીને ગયો હોવાનું દેખાયું હતું. અલીમ દારે આને વાઇડ બૉલ આપ્યો હતો.

    આ ઘટનાને લઈને અનેક લોકો ટ્ટિટર પર અલીમ દારને લઈને ચર્ચા અને મજાક કરી રહ્યાં છે.

    સૌરભ મલ્હોત્રા નામના યુઝરે લખ્યું કે અલીમ દારે પાકિસ્તાનને વિશ્વ કપની બહાર કરી દીધું.

    ભારતે રિવ્યૂ ન માગતા અનેક લોકો ધોનીને પણ ટાર્ગેટ કરી રહ્યાં છે.

  15. ભારતની નબળી શરૂઆત, 7 ઓવરમાં 20 રન

    લોકેશ રાહુલની વિકેટ ગુમાવી દીધા પછી ભારતની શરૂઆત ધીમી રહી છે.

    હાલ રોહિત શર્મા 14 બૉલમાં 10 રન અને વિરાટ કોહલી 22 બૉલમાં 11 રન સાથે રમી રહ્યા છે.

    ભારતનો સ્કોર હાલ 7 ઓવરમાં 20 રન છે. જોકે, ચાહકો માને છે કે ભારત હજી આ મૅચ જીતી શકે છે.

  16. ભારતે પહેલી વિકેટ ગુમાવી

    ભારતે ઇનિંગની ત્રીજી ઓવરમાં ભારતે પહેલી વિકેટ ગુમાવી દીધી છે.

    વોક્સની ઓવરમાં લોકશ રાહુલ કૅચઆઉટ થઈ ગયા હતા.

  17. ઇંગ્લૅન્ડનો ભારતને 338નો લક્ષ્યાંક, શમીની 5 વિકેટ

    જેસન રોય અને જોન્ની બેરસ્ટ્રો વચ્ચે 160 રનની ઓપનિંગ ભાગીદારી અને ત્યારબાદ સ્ટોક્સના આક્રમક 79 રનની મદદથી ઇંગ્લૅન્ડે 7 વિકેટે 337 રન કર્યા છે.

    આમ આ મૅચ જીતવા માટે ભારતને 338 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

    ઇંગ્લૅન્ડ તરફથી જેસન રોયે 66, બેરસ્ટ્રોએ 111 અને જો રૂટે 44 રન કર્યા હતા.

    ભારત તરફથી મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 69 રન આપી 5 વિકેટ ઝડપી હતી. ખાસ કરીને શમીનો ત્રીજો સ્પેલ ઘાતક રહ્યો હતો, જેમાં શમીએ 3 ઓવર પૈકી એક મેડન ઓવર સાથે બે વિકેટ ઝડપી હતી.

    કુલદીપ યાદવ અને બુમરાહને એક-એક વિકેટ મળી હતી.

  18. શમીની ચોથી વિકેટ, ઇંગ્લૅન્ડ 300ને પાર

    બૅન સ્ટોક્સ અને બટલર વચ્ચેની ભાગીદારીને તોડતા મોહમ્મદ શમીએ ચોથી વિકેટ ઝડપી છે.

    શમીએ પોતે જ બટલરનો કૅચ ઝડપ્યો હતો.

    અગાઉ બૅન સ્ટોક્સની આક્રમક બેટિંગને આધારે ઇંગ્લૅન્ડે 300 રનનો આંકડો પાર કરી લીધો હતો.

    ઇંગ્લૅન્ડનો સ્કોર 47 ઓવરમાં 310 પર પહોંચ્યો છે.

  19. શું શમી બનશે આજના હીરો?

    અગાઉની મૅચમાં શાનદાર પ્રદર્શન છતાં મોહમ્મદ શમી મૅન ઑફ ધ મૅચ નહોતા બની શકયા.

    આજે પણ શમીએ ઘાતક બૉલિંગ કરી છે.

    શમીએ 8 ઓવરમાં એક મેડન ઓવર સાથે 3 અગત્યની વિકેટ ઝડપી છે.

    શું આજની મૅચના હીરો શમી બની શકશે?

    વધુ વાંચવા માટે ક્લીક કરો.

  20. જો રૂટ બન્યા મોહમ્મ્દ શમીનો ત્રીજો શિકાર

    મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા આક્રમક બની રહેલા જો રૂટને આઉટ કરી દીધા છે.

    જો રૂટે 54 બૉલમાં 44 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ બાઉન્ડરી પર રૂટનો કૅચ ઝડપ્યો હતો.

    હાલ 44 ઓવરને અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર 4 વિકેટ પર 278 રન છે.