You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs ENG: શું મોહમ્મદ શમી ફરી એક વખત હીરો સાબિત થશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
વર્લ્ડ કપ 2019માં ભારતનો વિજયરથ વિનાવિઘ્ને આગળ વધી રહ્યો છે. તેમાં અફઘાનિસ્તાન અને વરસાદ જેવા કેટલાક અવરોધો આવ્યા, પરંતુ ભારતીય ટીમના યોદ્ધાઓએ તેને પાર કરી લીધા.
વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ વિન્ડીઝની બૉલિંગ સામે ભારતીય બૅટ્સમૅનોએ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની ધારદાર બૉલિંગે 143 રનમાં વિન્ડીઝની ઇનિંગને ઑલ-આઉટ કરી દીધી.
ભારતે મૅચ 125 રને જીતી લીધી. વર્લ્ડ કપમાં વિન્ડીઝ સામે આ સૌથી વધુ લીડ ધરાવતો વિજય હતો.
કોહલીએ 82 બૉલમાં 72 રનની રનની ઇનિંગ રમીને ભારતના સ્કોરને સન્માનજનક આંકડા સુધી પહોંચાડ્યો અને તેઓ 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પસંદ થયા.
વિન્ડીઝ તથા અફઘાનિસ્તાન સામેની મૅચોમાં શમીએ ચાર-ચાર વિકેટ ઝડપીને જ્વલંત પ્રદર્શન કર્યું, પરંતુ 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ખિતાબથી ચૂકી ગયા.
આ અંગે સોશિયલ મીડિયા અને ક્રિકેટ ઍક્સપર્ટ્સમાં ચર્ચા પણ થઈ, એવો તર્ક આપવામાં આવ્યો કે બૅટ્સમૅનની સરખામણીમાં બૉલરની ઉપેક્ષા કરવામાં આવે છે અને શમી ખિતાબના હકદાર હતા.
બંને વખતે શમી ભલે અનલકી રહ્યા હોય, પરંતુ તેનાથી નસીબ આડેનું પાંદડું હટી ગયું.
અનલકી છતાં લકી
ભારતના સ્વિંગ બૉલર ભુવનેશ્વર કુમાર ઘાયલ થતાં ટીમમાંથી બહાર નીકળવું પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમે ચાર મૅચ રમી લીધી હતી, છતાંય શમીને ટીમ-11માં સ્થાન મળ્યું ન હતું. જોકે, પાંચમી મૅચમાં તેમને પ્રથમ વખત તક મળી.
અફઘાનિસ્તાન સામેની મૅચમાં ભારત છેલ્લી ઓવર સુધી વિજય માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે જ શમી ત્રાટક્યા હતા અને ત્રીજા, ચોથા તથા પાંચમા દડે વિકેટ લઈને હેટ્રિક મેળવી હતી.
વર્લ્ડ કપમાં પહેલી જ મૅચમાં હેટ્રિક લેવાનું પરાક્રમ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ખેલાડી જ આ પરાક્રમ કરી શક્યા છે.
32 વર્ષ અગાઉ ભારતીય બૉલર ચેતન શર્માએ 1987માં ન્યૂઝીલૅન્ડ સામે કેન રદરફૉર્ડ, ઈયાન સ્મિથ તથા ઇવાન ચૅટફિલ્ડની ત્રણ વિકેટ લઈને હેટ્રિક મેળવી હતી.
વરિષ્ઠ સ્પૉર્ટ્સ કૉલમિસ્ટ અયાઝ મેમણના કહેવા પ્રમાણે: "શમી બીજી વખત કમનસીબ રહ્યા અને 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ખિતાબથી ચૂકી ગયા, પરંતુ ત્રીજી મૅચમાં તેમણે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું."
કોહલી પહેલાં બુમરાહ
અફઘાનિસ્તાન સામેની મૅચમાં બૉલર જસપ્રિત બુમરાહ 'પ્લેયર ઑફ ધ મૅચ' તથા શમીની વચ્ચે આવી ગયા હતા.
અફઘાનિસ્તાન મજબૂત સ્થિતિમાં પહોંચ્યું ત્યારે જ વર્લ્ડના 'નંબર વન' બૉલર બુમરાહ ત્રાટક્યા હતા. તેમણે મેડન ઓવરમાં રહમતશાહ તથા હશમતુલ્લાહની વિકેટો લીધી હતી.
49મી ઓવરમાં અફઘાનિસ્તાને છ દડામાં 16 રન બનાવવાના હતા. પહેલા જ દડે ચોગ્ગો લાગ્યો, બીજો બૉલ ખાલી ગયો.
બાદમાં તેમણે હેટ્રિક લીધી. ત્યારે શમી 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ ચૂકી ગયા હતા.
માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે ભારતે વિજય માટે વિન્ડીઝને 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ત્યારે શમીએ વેસ્ટ ઇન્ડીઝના ખતરનાક બૅટ્સમૅન ક્રિસ ગેલને આઉટ કરીને ટીમ ઇંડિયાની અડધી ચિંતા ઓછી કરી નાખી.
આટલું ઓછું હોય તેમ શાઈ હોપનો શિકાર કર્યો, શમીની બૉલ ઉપર શું થયું, તે હોપ સમજી ન શક્યા. હોપે બૅટને જમીન ઉપર મૂક્યું અને બૉલ વિકેટને અડકી ગયો.
થોડી વાર પછી શમીએ વિન્ડીઝની મિડલ ઑર્ડર બેટિંગ લાઇન-અપના મજબૂત ખેલાડી શિમરોન હેટમાયરને આઉટ કરીને વિન્ડીઝની બાકી રહેલી આશાઓ ઉપર પણ પાણી રેડી દીધું.
શમીના ચોથા શિકાર ઑશોન થોમસ હતા, આ સાથે જ ભાજપનો વિજય પાક્કો થયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો