You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

27 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ ભારત સામે જીત્યું

વર્લ્ડ કપ 2019માં ભારતની પહેલી હાર, 31 રનથી ઇંગ્લૅન્ડનો વિજય

લાઇવ કવરેજ

  1. વિજય શંકર માટે છેલ્લી તક?

    વિજય શંકરની જ્યારે વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી ત્યારે એવું કહેવાતું તેઓ થ્રી-ડી પ્લેયર છે.

    પસંદગીકારોનું માનવું હતું કે વિજય શંકર બૅટ્સમૅન, બૉલર અને સારા ફિલ્ડર છે. જોકે, તેઓ હજુ સુધી સારું કહી શકાય એવું પ્રદર્શન કરી શક્યા નથી.

    બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ખેલ પત્રકાર ચિંતન બુચે ભારતીય ટીમના મિડલ ઑર્ડર વિશે જણાવ્યું, "ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે વિજય શંકરને ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં એક તક મળશે અને આ તક વિજય શંકર માટે છેલ્લી બની રહેશે."

    "જો વિજય શંકર ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં નિષ્ફળ જાય તો આગામી મૅચમાં રિષભ પંતને સ્થાન મળી શકે છે."

  2. ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે સેમિફાઇનલ માટે જંગ

    આજનો ભારત તથા ઇંગ્લૅન્ડ વચ્ચેનો જંગ સેમિફાઇનલ માટે મહત્ત્વનો છે.

    અત્યાર સુધી ભારતીય ટીમ વર્લ્ડ કપમાં છ મૅચ રમી ચૂકી છે, જેમાંથી એક પણ મૅચ ટીમ હારી નથી.

    છ પૈકી પાંચ મૅચ ભારતીય ટીમ જીતી છે, જ્યારે એક મૅચ અનિર્ણિત રહી હતી.

    11 પૉઇન્ટ્સ સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપના પૉઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.

    જ્યારે ઇંગ્લૅન્ડ 7 પૈકી 4 મૅચ જીત્યું છે અને ત્રણ હાર્યું છે, ઇંગ્લૅન્ડની ટીમ 8 પૉઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે.

  3. ભારતના બૉલર્સ પર નજર

    ભારતીય ટીમના બૉલર્સ પર સૌની નજર રહેશે.

    વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતે પ્રથમ બૅટિંગ કરી હતી, જેમાં ભારતીય ટીમનો સ્કોર ઍવરેજ રહ્યો હતો.

    જોકે ભારતીય ટીમની ધારદાર બૉલિંગ સામે વેસ્ટ ઇન્ડીઝની પારી વહેલી સમેટાઈ ગઈ હતી.

  4. શમીનું પ્રદર્શન કેવું રહેશે?

    અફઘાનિસ્તાન સામેની મૅચમાં ભારત છેલ્લી ઓવર સુધી વિજય માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે જ શમી ત્રાટક્યા હતા અને ત્રીજા, ચોથા તથા પાંચમા દડે વિકેટ લઈને હેટ્રિક મેળવી હતી.

    વર્લ્ડ કપમાં પહેલી જ મૅચમાં હેટ્રિક લેવાનું પરાક્રમ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ખેલાડી જ આ પરાક્રમ કરી શક્યા છે.

    શમીએ વિન્ડીઝ સામેની મૅચમાં પ ચાર વિકેટ લીધી હતી

  5. નારંગી જર્સી પહેરીને ટીમ ઊતરશે

    ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરશે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ 'આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને ટાંકતા લખ્યું છે કે બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા હતા.'

    'ઇંગ્લૅન્ડની ટીમ પણ ભારત જેવા જ બ્લૂ રંગનો ડ્રેસ પહેરતી હોવાથી બંને ટીમોને અલગ પાડવા માટે આ વિચાર કરવામાં આવ્યો છે.'

    'ભારતે નારંગી રંગની ડિઝાઇન સ્વીકારી હતી, જે તેની જૂની ટી-20 જર્સી સાથે સામ્યતા ધરાવે છે.'