You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ટ્રૅક્ટર રેલી : હિંસા કરનારા સામે કાર્યવાહીનું પોલીસનું એલાન, ખેડૂત સંગઠનોએ કહ્યું- આંદોલન ચાલુ રહેશે

દિલ્હીમાં આયોજિત ખેડૂતોની 'ટ્રૅક્ટર પરેડ'માં ઠેરઠેર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ખેડૂતોનો બૅરિકેડ તોડી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે દિલ્હીની સિંઘુ અને ટીકરી સરહદ પર આંદોલનકારી ખેડૂતોએ પોલીસના બૅરિકેડ તોડીને દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો છે.

  2. કિસાન એકતા મોરચાની અપીલ - 'આજની રેલીને અંતિમ આંદોલન ન સમજો'

    કિસાન એકતા મંચના નેતાઓએ આંદોલનમાં સામેલ ખેડૂતોને અપીલ કરી છે કે શાંતિપૂર્વક રેલી કરે અને આજના કાર્યક્રમને અંતિમ કાર્યક્રમ ન સમજે.

    તેમણે કહ્યું, "અમે વારંવાર કહી રહ્યા છીએ કે તોફાની તત્ત્વો આંદોલનમાં સામેલ થઈ શકે છે, ખેડૂતોએ એમનાથી બચીને રહેવાનું છે."

    "તમારે ધ્યાન રાખવું પડશે ક લડાઈ જીતવા માટે શાંતિ જરૂરી છે અને એટલે સૌ પોતાની જવાબદારી નિભાવતા કામ કરે."

  3. સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે ઉમેદવારીપત્રકમાં રામમંદિરમાં દાનનો મુદ્દો કેમ મૂક્યો?

  4. દિલ્હી-નોઇડા લિંક રોડ પર ખેડૂતોની તૈયારી

    પ્રજાસત્તાકદિનના કાર્યક્રમ બાદ યોજાનાર ટ્રૅક્ટર રેલી માટે દિલ્હી-નોઇડા લિંક રોડ પર ખેડૂતોની તૈયારી જોઈ શકાય છે.

    ખેડૂતોએ રાષ્ટ્ર ધ્વજ અને કિસાન સંગઠનોના ધ્વજથી ટ્રૅક્ટર સજાવ્યાં હતાં.

  5. દિલ્હી-NCRમાં કડક બંદોબસ્ત

    પ્રજાસત્તાકદિને દેશની રાજધાની દિલ્હીમાં આઈટીઓ, યમુના બ્રિજ જેવી જગ્યાઓએ સુરક્ષાનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

    અહીં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત છે અને ઠેર-ઠેર બૅરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

    દિલ્હીમાં વધારવામાં આવેલી સુરક્ષા-વ્યવસ્થાનું મુખ્ય કારણ આંદોલનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રૅક્ટર રેલી છે.

    ખેડૂતો આજે પ્રજાસત્તાકદિનની પરેડ બાદ ત્રણ વિવાદાસ્પદ કૃષિકાનૂનનો વિરોધ કરવા માટે ટ્રૅક્ટર રેલી યોજશે.

  6. કરનાલ સરહદથી દિલ્હીમાં વાહનોના પ્રવેશ પર પાબંદી

    પ્રજાસત્તાકદિને આંદોલનકારી ખેડૂતોએ ટ્રૅક્ટર રેલી યોજવાની કરેલી જાહેરાતના પગલે દર વર્ષ કરતાં વધારે બંદોબસ્ત રાજધાની દિલ્હીમાં લાદી દેવાયો છે.

    ખેડૂતોને રાજપથ ખાતેની પરેડ બાદ ટ્રૅક્ટર રેલી યોજવાની પરવાનગી આપવામાં આવી છે.

    જોકે કરનાલ સરહદથી દિલ્હીમાં વાહનોના પ્રવેશ પર પાબંદી લાદી દેવાઈ છે, જેનું અમલીકરણ કરાવતી પોલીસ તસવીરોમાં નજરે પડે છે.

  7. દિલ્હી : પ્રજાસત્તાકદિવસની પરેડ, રાજપથનો નજારો

    રાજધાની દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેેડના પહેલાંની રાજપથની તસવીરો સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ટ્વીટ કરાઈ હતી.

    કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પ્રમાણે બેઠકવ્યવસ્થાનું આયોજન કરાયું હતું.

  8. પરવાનગી છતાં ખેડૂતોને પોલીસ કેમ રોકે છે?

    દિલ્હી પોલીસે ખેડૂતોને પ્રજાસત્તાકદિવસની પરેડ પૂરી થયા બાદ ટ્રૅક્ટર રેલી યોજવા પરવાનગી આપી દીધી છે.

    દેશભરમાંથી ખેડૂતો દિલ્હી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશની સરહદે ઘણા ખેડૂતોને 25 જાન્યુઆરીએ અટકાવી દેવાયા હતા.

    ખેડૂતોનો આરોપ છે કે પરવાનગી છતાં પોલીસ વિવિધ રીતે ખેડૂતોને આગળ વધતા અટકાવી રહી છે. દિલ્હી-યમુના એક્સપ્રેસ-વે પર બીબીસી સંવાદદાતા સમીરાત્મજ મિશ્રએ આવા જ કેટલાક ખેડૂતો સાથે વાત કરી હતી.

  9. દિલ્હી પોલીસે રસ્તા બંધ કર્યા

    દિલ્હી પોલીસે પ્રજાસત્તાકદિવસના કાર્યક્રમ અગાઉ જ દોલતપુર, જીટી કરનાલ રોડ સહિતના અનેક રસ્તાઓ પર અવરજવર પ્રતિબંધિત કરી દીધી છે. અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવરને રોકવા માટે રસ્તા પર કન્ટેનર મૂકી દેવામાં આવ્યા છે.

    દિલ્હી પોલીસ અને ખેડૂત સંગઠનો વચ્ચે નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે 26 જાન્યુઆરીએ રાજપથ પર સત્તાવાર પ્રજાસત્તાક દિવસની પરેડ સમાપ્ત થઈ જાય એ પછી ખેડૂતોની પરેડ શરૂ થશે.

    આ પરેડ અંદાજે 100 કિલોમિટરનું અંતર કાપ્યા બાદ સાંજે છ વાગ્યે પૂર્ણ થશે.

  10. ખેડૂતોની પ્રજાસત્તાકદિન પરેડમાં કેટલાં ટ્રૅક્ટર આવશે અને કેવી છે વ્યવસ્થાઓ?

  11. આજે ખેડૂતો યોજશે ટ્રૅક્ટ રેલી

    મોદી સરકારના કૃષિકાયદાના વિરોધમાં દિલ્હીની સિંઘુ, ગાઝીપુર અને ટીકરી સરહદ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

    સિંઘુ સરહદ પર વિરોધ શરૂ થયો હતો, એ વાતને બે મહિના જેટલો સમય થઈ ગયો છે. ખેડૂતો દ્વારા 26 જાન્યુઆરીએ એટલે કે આજે રાઝધાની દિલ્હીમાં ટ્રૅક્ટર રેલી યોજવાની ચીમકી ઉચ્ચારાઈ હતી.

    આંદોલનકારી ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ગણતંત્રદિવસની પરેડ બાદ કિસાન ટ્રૅક્ટર પરેડનું આયોજન કરવાના છે.

    ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખેડૂતો અને મોદી સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકના 11 રાઉન્ડ થયા હતા, ખેડૂતો કાનૂનો રદ કરવાની માગ પર અડગ રહ્યા છે.