You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ટ્રૅક્ટર રેલી : હિંસા કરનારા સામે કાર્યવાહીનું પોલીસનું એલાન, ખેડૂત સંગઠનોએ કહ્યું- આંદોલન ચાલુ રહેશે

દિલ્હીમાં આયોજિત ખેડૂતોની 'ટ્રૅક્ટર પરેડ'માં ઠેરઠેર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

લાઇવ કવરેજ

  1. ખેડૂતોની શાંતિમય ટ્રૅક્ટર રેલીમાં હિંસા કઈ રીતે થઈ?

  2. દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર રેલી હિંસક બની, ઘર્ષણ દરમિયાન એકનું મૃત્યુ

  3. એક આંદોલનકારીનું મૃત્યુ

    આઈટીઓ વિસ્તારમાં હાજર બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદીએ એક પ્રદર્શનકારીના મૃત્યુની ખરાઈ કરી હતી.

    તેમણે કહ્યું, "હું પહોંચ્યો ત્યારે એક ટ્રૅક્ટર પલટી ગયેલી અવસ્થામાં હતું અને એક આંદોલનકારીનું મૃત્યુ થઈ ગયું હતું."

    "જેની થોડી વાર બાદ પ્રદર્શનકારીઓ મૃતદેહ સાથે મુખ્ય ચાર રસ્તા પાસે બેસી ગયા હતા."

    ઉલ્લેખનીય છે કે સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા પણ આ અંગે ખરાઈ કરવામાં આવી છે.

    પીટીઆઈનું કહેવું છે કે ટ્રૅક્ટર પલટી ગયા બાદ એક પ્રદર્શનકારી ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું.

  4. હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી- રાહુલ ગાંધી

    દિલ્હીમાં ખેડૂતોની રેલી દરમિયાન દિલ્હીના રસ્તાઓ પર જે કંઈ થઈ રહ્યું છે, તેને લઈને કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી.

    તેમણે સરકારને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોની વાત સાંભળે અને દેશહિત માટે કૃષિવિરોધી કાયદાઓ પાછા લે.

  5. દિલ્હીમાં તણાવ વચ્ચે કેવી રીતે આગળ વધી રહ્યા છે ખેડૂતો?

  6. ખેડૂતોને બદનામ કરવાની કોશિશ ન કરો - હાર્દિક પટેલ

    ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે "બદનામ કરવાની કોશિશ ન થવી જોઈએ."

    હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યું છે, "ખેડૂતો છેલ્લા બે મહિનાથી શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા અને ખેડૂતોને બદનામ કરવાની કોશિશ ન થવી જોઈએ."

    તેમણે લખ્યું, "મોદી સલ્તનત ખેડૂતોના ભવિષ્ય સાથે રમત રમી રહી હતી, ત્યારે એક પણ મીડિયા સત્યા દેખાડવાની હિંમત નથી કરી રહ્યું."

  7. બ્રેકિંગ, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ - ANI

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

    આ પગલું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે લીધું હોવાનું એજન્સી જણાવે છે.

  8. એક ખેડૂતે જ્યારે પોલીસ પાછળ પૂરપાટ ઝડપે ટ્રૅક્ટર દોડાવ્યું

  9. નાંગલોઈમાં આંદોલનકારીઓ પર લાઠીચાર્જ

    દિલ્હીના નાંગલાઈ વિસ્તારમાં પણ સુરક્ષાકર્મીઓ દ્વારા આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરાયો હોવાનાં દૃશ્યો આવી રહ્યાં છે.

    આ પહેલાં મધ્ય દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં લાઠીચાર્જ કર્યો હોવાના સમાચાર આવ્યા હતા.

  10. ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવાની કોશિશ : રાકેશ ટિકૈત

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે "અમે એ લોકોને જાણીએ છીએ, જેઓ અડચણ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે, તેમની ઓળખ થઈ ગઈ છે. આ લોકો રાજકીય પાર્ટીના લોકો છે, જે આંદોલનની છબિ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે."

    રાકેશ ટિકૈતને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ખેડૂત આંદોલન ખેડૂતનેતાઓના હાથમાંથી નીકળી ગયું છે?

  11. દિલ્હીના લાલ કિલ્લા પર કેવો છે માહોલ? જુઓ LIVE

    પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીના લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. હાલ કેવી છે સ્થિતિ? જુઓ LIVE વીડિયો.

  12. લાલ કિલ્લા પર ખેડૂતોએ તેમનો ધ્વજ ફરકાવ્યો

    ટ્રૅક્ટર રેલી લઈને નીકળેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે લાલ કિલ્લા સુધી પહોંચેલા ખેડૂતોએ ધ્વજદંડ પર પીળા રંગનો ધ્વજ ફરકાવ્યો હતો.

  13. બ્રેકિંગ, 'ITO ખેડૂતોના કાબૂમાં', એક ખેડૂતનું મૃત્યુ

    આઈટીઓ ખાતે હાજર બીબીસી સંવાદદાતા કીર્તિ દુબેનું કહેવું છે કે આઈટીઓ વિસ્તાર પર ખેડૂતોએ કબ્જો કરી લીધેલો દેખાય છે.

    તેઓ કહે છે, "અહીં ખેડૂતો ટ્રૅક્ટર દોડાવી રહ્યા છે અને પોલીસ બૅકફૂટ પર જણાઈ રહી છે."

    "ખેડૂતોનું કહેવું છે કે પહેલાં પોલીસે તેમની પર ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા."

    બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદીએ એક ખેડૂતના મૃત્યુની ખરાઈ કરી છે.

    તેઓ જણાવે છે કે "મેં બે-ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થતા જોયા છે. ખેડૂતો રસ્તા પરના ડિવાઇડર્સ તોડવાના પ્રયાસ કરી રહ્યા છે."

    "ટિયરગૅસ છોડવાનો અવાજ સતત સંભળાઈ રહ્યો છે."

  14. બ્રેકિંગ, ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચ્યા

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આંદોલનકારી ખેડૂતો હવે દિલ્હીના લાલા કિલ્લા પાસે પણ પહોંચી ગયા છે.

    તો બીજી તરફ આઈટીઓ પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ તણાવપૂર્ણ સ્થિતિ છે.

  15. મધ્ય દિલ્હીના ITOમાં કેવો છે માહોલ?

    ગાઝીપુર બૉર્ડર તરફથી દિલ્હી તરફ આવેલા ખેડૂતો હવે દિલ્હીની મધ્યમાં આવેલા આઈટીઓ વિસ્તાર સુધી પહોંચી ગયા છે.

    આઈટીઓ ખાતે ઉપસ્થિત બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે જણાવે છે કે અહીં ખેડૂતોને આગળ વધતાં રોકવા માટે પોલીસ સતત ટિયરગૅસના શેલ્સ છોડી રહી છે.

    તેમનું કહેવું છે કે બસોવે પણ નુકસાન થયું છે. દુબે કહે છે, "આઈટીઓ તરફ જતી ગાડીઓને પોલીસે રોકી લીધી છે અને દૂર સુધી ટિયરગૅસ શેલ્સના અવાજ સંભળાઈ રહ્યા છે."

  16. દિલ્હીનાં અનેક મેટ્રો-સ્ટેશન બંધ

    દિલ્હી મેટ્રો રેલ કૉર્પોશન દ્વારા સમયપુર બાદલી, રોહિની સેક્ટર 18-19, હૈદરપુર બાદલી મોર, જહાંગીર પુરી, આદર્શ નગર, આઝાદપુર, મોડલ ટાઉન, જીટીબી નગર, વિશ્વવિદ્યાલય, વિધાનસભા અને સિવિલ લાઇન્સ મેટ્રો-સ્ટેશનના પ્રવેશ તથા બહાર નીકળવાના ગેટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

  17. ITO પાસે પોલીસ દ્વારા લાઠીચાર્જ

    ખેડૂતોની રેલી દિલ્હીની મધ્યમાં આવેલા ITO સુધી પહોંચી ગઈ હતી. ખેડૂતો ગાઝીપુર સરહદેથી બૅરિકેડ્સ તોડીને દિલ્હીમાં આવ્યા હતા.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.

  18. બ્રેકિંગ, દિલ્હીના ITO પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ

    દિલ્હીની મધ્યમાં આવેલા ITO વિસ્તારમાં જાહેર માર્ગ પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ખેડૂતોએ બસો અને પોલીસના વાહનોમાં તોડ-ફોડ કરી હતી.

    પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું એજન્સી જણાવે છે.

  19. બ્રેકિંગ, ખેડૂતો પોલીસનાં વાહનો પર ચડ્યા

    મધુબન ચોક પર સિંઘુ સરહદ તરફથી આવેલા યુવાન ખેડૂતોના સમૂહે બૅરિકેડ્સ તોડવાના પ્રયાસ કર્યા હતા.

    જેના જવાબમાં પોલીસ દ્વારા ટિયરગૅસના શેલ્સ છોડવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા પાંચ વખત શેલ્સ ફાયર થયા હોવાનો અવાજ બીબીસી સંવાદદાતા વેંકટ પ્રસાદે સાંભળ્યો છે.

    જે બાદ ખેડૂતો પોલીસનાં વાહનો પર ચઢી ગયા હતા અને પોલીસને વૉટર કૅનની ગાડી પર પણ કાબૂ મેળવી લીધો હતો.

    જોકે બીજી તરફ વડીલ ખેડૂતો યુવાનોને શાંત કરવાના પ્રયાસમાં જોતરાયેલા દેખાય છે. અહીં ખેડૂતો અને પોલીસ વચ્ચે માહોલ ગરમાયો છે.

  20. બ્રેકિંગ, ખેડૂતોએ DTC બસમાં તોડફઓડ કરી - ANI

    સમાચાર એજન્સી પ્રમાણે દિલ્હીના ITOમાં આવી પહોંચેલા ખેડૂતોએ ડીટીસીની બસોમાં તોડફોડ કરી છે.

    ગાઝીપુર સરહદેથી રેલી લઈને આવેલા ખેડૂતો પ્રગતિ મેદાન અને આઈટીઓ સુધી આવી પહોંચ્યા હતા.