You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. ઑસ્ટ્રેલિયા સામે વધુ બે ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલને વધુ એક તક

  2. જ્યૉર્જ સોરોસ : જયશંકરે જેમને 'વૃદ્ધ, ધર્માંધ અને ખતરનાક' ગણાવ્યા, એ અબજોપતિ કોણ છે?

  3. કરાચીના પોલીસ વડા મથક પર બંદૂકધારીઓનો હુમલો

  4. ભારતમાં બીબીસીની ઑફિસોમાં ઇન્કમટૅક્સની તપાસ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?

  5. ટી20 વિમેન્સ વર્લ્ડ કપ : વેસ્ટ ઇન્ડિઝના 119 રનના લક્ષ્યાંકની સામે ભારતની ઝડપી શરૂઆત

  6. ઍર ઇંડિયાએ 250 વિમાનો ખરીદવાનો સોદો કર્યો

  7. અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે રાહુલ ગાંધીએ હવે શું કહ્યું?

    રાહુલ ગાંધી કેરળમાં તેમના સંસદીય મત વિસ્તાર વાયનાડ પહોંચ્યા છે, જ્યાં તેમણે એક જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી વિશે નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મોઢેથી અદાણીનું નામ નથી લેતા.

    રાહુલ ગાંધીએ કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા અને લોકસભામાં પોતાની વાત રજૂ કરે છે, પરંતુ એક વખત પણ તેમના મોઢેથી અદાણીનું નામ નથી લેતા. એનો અર્થ એ છે કે સરકાર આ કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગયેલી છે. તપાસથી સરકાર કેમ ભાગી રહી છે."

    રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું, અહીં વાંચો...

    • થોડા દિવસો પહેલાં મેં સંસદમાં અમારા વડા પ્રધાન અને અદાણીના સંબંધ વિશે ભાષણ આપ્યું હતું. મેં અત્યંત વિનમ્ર અને સમ્માનજનક રીતે મારી વાત મૂકી. મેં કોઈ પણ પ્રકારની ખરાબ ભાષાનો ઉપયોગ નહોતો કર્યો, કોઈને અપશબ્દો નહોતા કહ્યા, મેં માત્ર કેટલાક તથ્યોને રજૂ કર્યા.
    • મેં માત્ર એ કહ્યું કે અદાણી કેવી રીતે વડા પ્રધાન સાથે વિદેશ યાત્રાઓ કરે છે અને ત્યારબાદ તરત જ આ દેશોમાં તેમને કૉન્ટ્રેક્ટ મળી જાય છે.
    • મેં એ દેખાડ્યું કે કેવી રીતે ઍરપૉર્ટ પર આવનારો 30 ટકા ટ્રાફિક અદાણીના નિયંત્રણમાં છે, કારણ કે તેમના વડા પ્રધાન સાથે સંબંધો છે.
    • મેં એ કહ્યું કે કેવી રીતે નિયમોને બદલવામાં આવ્યા જેથી અદાણીને એ ઍરપૉર્ટ મળી શકે. પહેલાં જે લોકો પાસે ઍરપૉર્ટના સંચાલનનો અનુભવ નહોતો, તેઓ અરજી નહોતા કરી શકતા. પરંતુ અદાણીને પ્રક્રિયામાં સામેલ કરવા માટે નિયમો બદલવામાં આવ્યા.
    • નીતી આયોગ અને અન્ય સંસ્થાઓએ આ બાબતે ટિપ્પણી કરી અને કહ્યું કે તેમને મંજૂરી ન આપવી જોઈએ પરંતુ તેમ છતાં તેમને મંજૂરી આપવામાં આવી.
    • શ્રીલંકામાં એક સાર્વજનિક સુનાવણી દરમિયાન એક અધિકારીએ એમ કહ્યું કે વડા પ્રધાન મોદીએ અદાણીને બંદરનો કૉન્ટ્રેક્ટ આપવા માટે દબાણ કર્યું હતું.
    • વડા પ્રધાન બાંગ્લાદેશ ગયા તેના થોડા દિવસો બાદ અદાણીને બાંગ્લાદેશમાં વીજળી પૂરી પાડવાનો કૉન્ટ્રેક્ટ મળી જાય છે.
    • અદાણી અને વડા પ્રધાન ઑસ્ટ્રેલિયા જાય છે અને ભારતીય સ્ટેટ બૅંક અદાણીને ખાણના પ્રોજેક્ટ માટે એક અબજ ડૉલરની લોન આપી દે છે.
    • મારા ભાષણ બાદ મારા ભાષણના મોટાભાગના અંશોને ઍડિટ કરી દેવામાં આ્યા અને તેને સંસદના રેકર્ડમાં નોંધવામાં નથી આવ્યા.
    • દરઅસલ અદાણી અને અંબાણીના નામો એક સાથે લેવું વડા પ્રધાનના અપમાન માની લેવામાં આવે છે. પરંતુ તમે વડા પ્રધાન અને તેમની સાથેની તસવીરો ઇંટરનેટ પર જોઈ શકો છો. વડા પ્રધાન અદાણીના વિમાનમાં હસી રહ્યા છે. જ્યારે વડા પ્રધાન કોઈ દેશમાં હોય છે, તો અદાણી કોઈ જાદુથી ત્યાં પહોંચી જાય છે.
    • મેં જે કંઈ પણ કહ્યું હતું તે બધું જ ઇંટરનેટ પર ઉપલબ્ધ છે. તમે આ પ્રશ્નો પૂછો અને ગૂગલ પાસેથી તમને બધું જ મળી જશે.
  8. ભારતને 'મુસલમાનોની પહેલી માતૃભૂમિ' ગણાવનાર મહમૂદ મદનીએ હિન્દુ રાષ્ટ્ર, ભાજપ અને RSS પર શું કહ્યું?

  9. જસ્ટિસ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક લોકશાહી પર ડાઘ છે: સીપીએમ સાંસદ

    કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ એ.એ. રહીમે આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે જસ્ટિસ નઝીરની નિમણૂકની ટીકા કરી છે.

    તેમણે કહ્યું કે આ નિમણૂક બંધારણીય મૂલ્યો અનુસાર નથી.

    ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું, "તેમણે (નઝીર) આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કરી દેવો જોઈતો હતો. દેશનો કાનૂની વ્યવસ્થામાંથી વિશ્વાસ જતો ન રહેવો જોઈએ. મોદી સરકારના આવા નિર્ણયો ભારતીય લોકશાહી પર કલંક સમાન છે."

    તેમણે કહ્યું કે, "તેઓ અયોધ્યા કેસમાં ચુકાદો આપનારી બેન્ચના સભ્ય હતા. તેમણે 26 ડિસેમ્બર, 2021ના રોજ હૈદરાબાદમાં ઑલ ઈન્ડિયા એડવોકેટ્સ કાઉન્સિલ (એબીએપી)ની બેઠકમાં પણ ભાગ લીધો હતો, ત્યારબાદ વિવાદ થયો હતો. આ પરિષદ સંઘ પરિવાર સાથે જોડાયેલી છે."

    કર્ણાટકના જસ્ટિસ નઝીર તાજેતરમાં 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેઓ ઘણા મહત્ત્વના નિર્ણયોમાં સામેલ રહ્યા છે.

    નવેમ્બર 2019માંઅયોધ્યા વિવાદ પર સર્વસંમતિથી આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પાંચ જજોની બેન્ચમાં તેઓ એકમાત્ર મુસ્લિમ જજ હતા. ઉપરાંત, તેઓ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં પણ સામેલ હતા.

    જેણે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો તે ડિવિઝન બેંચમાં જસ્ટિસ નઝીર પણ સામેલ હતા.

    સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેમનો જન્મ 5 જાન્યુઆરી, 1958ના રોજ કર્ણાટકમાં થયો હતો.

    તેમણે 1983માં કર્ણાટક હાઈકોર્ટમાંથી વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને 2003માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. તેમને ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા.

  10. જસ્ટિસ નઝીરની રાજ્યપાલ તરીકેની નિમણૂક લોકતંત્ર પર ડાઘ છે : સીપીએમના સાંસદ

  11. અદાણી મામલે પીએમ મોદીના મૌનનો અર્થ શું છે?

  12. વડા પ્રધાન મોદીએ કહ્યું, "મુસ્લિમ વ્હોરા સમુદાય સાથે ચાર પેઢીઓનો સંબંધ"

    શુક્રવારે મુંબઈમાં મુસ્લિમ દાઉદી વ્હોરા સમુદાયના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા.

    તેમણે કહ્યું કે વ્હોરા સમુદાય સાથે તેમનો ચાર પેઢીઓથી સંબંધ છે.

    તેમણે કહ્યું, "મારું સૌભાગ્ય છે કે હું આ સમુદાય સાથે છેલ્લી ચાર પેઢીઓથી જોડાયેલો છું, હું તમારા પરિવારનો સભ્ય છું."

    વડા પ્રધાને દાઉદી વ્હોરા સમુદાય દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોના વખાણ કર્યા હતા.

    તેમણે કહ્યું, "વ્હોરા પરિવારના લોકો, ભલે તે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, જ્યારે હું ત્યાં જાઉં તો મને મળવા આવે છે."

    વડા પ્રધાને મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયની પ્રમુખ શૈક્ષણિક સંસ્થા અલ જામિયા-તુસ-સૈફિયા અરેબિક ઍકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું.

    આ સાથે જ શુક્રવારે તેમણે મુંબઈમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાવી હતી.

  13. તુર્કી ભૂકંપમાં એક ભારતીયનું મોત, મૃતકોની સંખ્યા 24 હજારને પાર

  14. પશુ કલ્યાણ બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'કાઉ હગ ડે' ઊજવવાની અપીલ પાછી ખેંચી

  15. અદાણી પર હિંડનબર્ગનો આરોપ, હવે રિઝર્વ બૅન્ક શું પગલાં લઈ શકે?

  16. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકની નકામી બૉટલોમાંથી બનેલું જૅકેટ પહેર્યું, શું છે ખાસિયત?

  17. સંસદમાં પીએમ: "મોદી પર ભરોસો અખબારોના સમાચારથી નથી બન્યો…"

  18. ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું

  19. બ્રેકિંગ, ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું

    ભારતમાં અદાણી જૂથને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાંસની ટોટલ એનર્જીએ અદાણી જૂથના 50 અબજ ડૉલરના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો ઈરાદો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કંપનીના સીઈઓ પૅટ્રિક પોયને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ગયા વર્ષે જૂનમાં ટોટલ એનર્જીએ અદાણી જૂથના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સાની જાહેરાત કરી હતી.

    જોકે ટોટલ એનર્જીએ હજુ સુધી આને લગતા કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

    સીઈઓ પૅટ્રિકે કહ્યું છે કે જ્યાં સુધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી જૂથ બેદાગ બહાર નહીં આવે ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવશે.

    આ ફ્રેન્ચ કંપની ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ માટે સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંની એક છે.

    તે પહેલાથી જ અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી વેન્ચર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટોટલ ગૅસ લિમિટેડમાં પહેલેથી રોકાણ કરી રાખ્યું છે.

    અદાણી ગ્રુપ 10 વર્ષમાં હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 50 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

    તેનું લક્ષ્ય છે કે 2030 પહેલા તેનું પ્રારંભિક ઉત્પાદન 10 લાખ ટન થઈ જશે.

  20. સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, કહ્યું "વિપક્ષોએ ઈડીને ધન્યવાદ કહેવું જોઈએ, ઈડીને કારણે વિપક્ષ એક થયો"

    વિરોધ પક્ષ દ્વારા સંસદમાં થયેલા અદાણી ગ્રૂપ સાથે સાઠગાંઠના આક્ષેપો અને હિંડનબર્ગના રિપોર્ટની તપાસ સંબંધે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું.

    વડા પ્રધાને પોતાના ભાષણમાં હાસ્યકવિ કાકા હાથરસ, હિંદી કવિ દુષ્યંતકુમાર અને વિવિધ સાહિત્યના શેર અને રમૂજી ટુચકા આવરી લઈને વિપક્ષે કરેલા આક્ષેપો સામે કટાક્ષમય નિવેદનો આપ્યા.

    વડ પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું, "આ સરકાર મજબૂરીમાં સુધારા નથી કરતી, મજબૂત માન્યતા સાથે સુધારા કરે છે."

    તેમણે કહ્યું, "યુપીએના દસ વર્ષના શાસનમાં દેશમાં ચોતરફ આતંકવાદ, અને અસુરક્ષિતતાનું વાતાવરણ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને કોઈ ગંભીરતાથી નહોતું લઈ રહ્યું. જ્યારે હવે દેશનું સામર્થ્ય સામે આવી રહ્યું છે. દરેક અવસરને મુસીબતમાં ફેરવી નાખવાની બાબતો યુપીએની ઓળખ બની."

    વડા પ્રધાને વધુમાં કહ્યું, "દેશ જ્યારે ટેકનૉલૉજીનો જમાનો હતો, ત્યારે તેઓ ટૂજીમાં ફસાયેલા રહ્યા, વર્ષ 2010માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે ભારતના યુવાનોની પ્રતિભાને દેખાડવાના એ મોકાને સીડબ્લ્યૂજી ગોટાળામાં ખોઈ નાખ્યો. "

    વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, “એક વ્યક્તિની સંપત્તિ અઢી વર્ષમાં 13 ગણી થઈ ગઈ છે. 2014માં 50 હજાર કરોડ હતી, તે 2019માં એક લાખ કરોડ થઈ ગઈ છે. અચાનક એવું શું થયું કે તે 12 લાખ કરોડ સુધી વધી ગઈ. હિંડનબર્ગના રિપોર્ટને ભાજપ ગણતો નથી.”

    તેમણે એ પણ કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે સંયુક્ત સંસદીય સમિતિ (JCP)ને બેસાડવામાં આવે અને અદાણી મામલે તપાસ થવી જોઈએ."

    કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અદાણીના નામથી ભાજપને આટલી ચિંતા કેમ થઈ રહી છે. ભારતમાં આટલા ઉદ્યોગપતિ છે, પરંતુ ભાજપ અદાણીના નામ સાથે આટલી લાગણી કેમ બતાવી રહ્યો છે કે રાહુલ ગાંધી દ્વારા અદાણીની ટીકા તેમને સારી લાગતી નથી.

    આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, એક ઉદ્યોગસાહસિક (અદાણી) જે ક્યાંય ન હતા, તે અચાનક અહીં પહોંચે છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં તે દખલ ન કરતા હોય. તાજેતરમાં આવેલા (હિંડનબર્ગ)ના રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની આસપાસ સત્તાની જાળ બનેલી હતી અને આ સત્તાની જાળ જાહેર કરવામાં આવી રહી છે.

    ત્યારે આમ આદમી પાર્ટી, બીઆરએસ, શિવસેનાના સાંસદોએ અદાણીના વિવાદ સાથે સંબંધિત જેપીસી તપાસની માગને લઈને સંસદ બહાર ગાંધી પ્રતિમા સામે વિરોધપ્રદર્શન કર્યું છે.

    શિવસેનાના એમપી સંજય રાઉતે કહ્યું છે કે, “અમે અધૂરાં કામ કરવા માગતાં નથી. જેપીસીની માગ અમે અધૂરી મૂકી શકતા નથી, જેપીસીની માગ હંમેશાં રહેશે. આ મામલે વિપક્ષ ભલે એક છે, પરંતુ અમે હંમેશાંથી એ જ કહેતા આવ્યા છે કે ચર્ચામાં ભાગ લેવાનો અર્થ અદાણીના શૅર વધારવાનો છે.”