કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

ગુજરાતમાં થયેલાં છ મૃત્યુમાંથી અડધોઅડધ દર્દીઓ વાઇરસના સંપર્કમાં કંઈ રીતે રીતે આવ્યા હતા એ રહસ્ય

લાઇવ કવરેજ

  1. ગુજરાત સરકારનો કોરોના માટે વૉટ્સઍપ નંબર

    ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઇરસ અંગે સત્તાવાર અને વિશ્વસનીય માહિતી મળી રહે તે માટે વૉટ્સઍપ નંબર બહાર પાડવામાં આવ્યો છે.

    +917433000104 નંબર પર મૅસેજ કરવાથી ચેટબૉટ દ્વારા સત્તાવાર રીતે માહિતી મળશે. આ નંબરનું સંચાલન રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. અજિત પવારની ઘરમાં રહી ઉજવણી

    મહારાષ્ટ્રના નાાયબમુખ્ય પ્રધાન અજિત પવારે પોતાના નિવાસસ્થાને પુત્ર પાર્થ સાથે નવવર્ષની ઉજવણી કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. ગુજરાતમાં ઍક્ટિવ કેસ 38

    ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિના કહેવા પ્રમાણે, ગુજરાતમાં બુધવાર સવારની સ્થિતિ મુજબ ઍક્ટિવ કેસની સંખ્યા 38 છે. જ્યારે ક્વોરૅન્ટીનનો ભંગ કરનાર 147 વ્યક્તિ સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  4. 277 ભારતીયોનું સ્વદેશાગમન

    કોરોના વાઇરસથી ખૂબ જ પ્રભાવિત એવા ઈરાનમાંથી 277 ભારતીયોને સ્વદેશ પરત લવાયા છે. તેમને જોધપુર ખાતે સૈન્ય સુવિધામાં ક્વોરૅન્ટીન કરવામાં આવ્યાં છે.બુધવારે સવારે આ નાગરિકોનું સ્વદેશાગમન થયું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. ગુજરાતમાં 33, ભારતમાં 562 કેસ

    બુધવાર સવારની સ્થિતિ પ્રમાણે, ભારતમાં કોરોના વાઇરસના 562 કેસ નોંધાયેલા છે. જેમાંથી 512 કેસ ઍક્ટિવ છે. કેેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ મુજબ 10 મૃત્યુ કોરોનાને કારણે થયા હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ તેનો તાજેતરનો આંકડો નવ છે.

    ગુજરાતમાં એક વ્યક્તિનાં મૃત્યુ અને 32 ઍક્ટિવ કેસ સહિત કુલ 33 કેસ નોંધાયેલા છે.

    દિલ્હીમાં તાજેતરમાં એક દરદીનું મોત થયું હતું, જે કોરોનાને કારણે થયું હોવાનું જણાવાયું હતું, પરંતુ તેનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

  6. તણાવની વચ્ચે પ્રાદેશિક નવવર્ષ શરૂ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ગુડી પડવાની અને આંધ્રપ્રદેશમાં-ઉગાદીની શુભકામના પાઠવી હતી. જે પ્રાદેશિક નવવર્ષ છે.

  7. કોરોનાની વચ્ચે સારા સમાચાર

    પુનાની હૉસ્પિટલમાં બે અઠવાડિયાં પહેલાં દાખલ થયેલાં બે દરદીનો કોરોના વાઇરસનો ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે. તેમને આજે (બુધવારે) રજા આપી દેવામાં આવશે.

  8. મધરાતથી દેશવ્યાપી લૉક-ડાઉન

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત મુજબ બુધવાર (00.00 કલાક)થી રાષ્ટ્રવ્યાપી લૉક-ડાઉન શરૂ થઈ ગયું છે, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.

    જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો જળવાય રહે તે માટે તેને મુક્તિ આપવામાંં આવી છે.

    વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે લૉક-ડાઉનથી કોરોના વાઇરસનો પ્રસાર ઘટશે, પરંતુ તે રોગની નાબૂદીનો ઉપાય કે ઉકેલ નથી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. વડા પ્રધાનના રાષ્ટ્રજોગ પ્રવચનના મુદ્દા

    • નેશનલ લૉકડાઉનની આપણે આર્થિક કિંમત ચૂકવવી પડશે, પરંતુ હાલ દેશવાસીઓનાં જીવ કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોની પ્રાથમિક્તા
    • કોરોના એટલે કોઈ-રોડ-પર ન નીકળે, એમ માનજો
    • કોરોનાનાં લક્ષણ દેખાવામાં બેથી ત્રણ અઠવાડિયાંનો સમય લાગી શકે છે, તે દરમિયાન તે સેંકડો લોકોને ચેપ લગાડી શકે છે
    • ચીન, અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન સહિત અનેક દેશોમાં ઉત્તમ આરોગ્યસેવા હોવા છતાં તેઓ કોરોના સામે લડવામાં સંઘર્ષ કરી રહ્યા છે
    • ઘરથી બહાર ન નીકળવું એ કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય છે, તે દેશના તમામ નાગરિકો માટેનો એકમાત્ર ઉપાય છે
    • આપણાં આજનાં કાર્યો નક્કી કરશે કે આ મહાસંકટને કેટલી નિયંત્રિત કરી શકીએ છીએ
    • આ ઘડી ધીરજ અને શિસ્તની ઘડી છે, આપણે સંકલ્પનું પાલન કરવાનું છે આપણાં આજનાં કાર્યો નક્કી કરશે કે આ મહાસંકટને કેટલી નિયંત્રિત કરી શકીએ છીએ
    • ઘરમાં રહીને તબીબીક્ષેત્રનાં કર્મચારીઓ-તબીબો માટે પ્રાર્થના અને મંગલ કામના કરજો, જેઓ એક-એક જીવને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે
    • સફાઈકર્મચારીઓ, પોલીસકર્મચારીઓ, મીડિયાકર્મીઓનો વિચાર કરજો અને તેમનાં માટે કામના કરજો
    • જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસરત છે
    • કોરોનાના દર્દીઓની સારવાર માટે, દેશનાં આરોગ્યક્ષેત્રને સક્ષમ બનાવવા માટે રૂ. 15 હજાર કરોડની તત્કાળ ફાળવણી
    • મેડિકલ તથા પેરામેડિકલ કર્મચારીઓની તાલીમ અંગે કામગીરી ચાલુ, તમામ રાજ્ય સરકારોની એકમાત્ર પ્રાથમિક્તા આરોગ્યક્ષેત્ર હોવી જોઈએ
    • બીમારીનાં લક્ષ્ણ માનીને તબીબી સલાહ વગર કોઈ દવા ન લો, તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે
    • 21 દિવસનો સમય લાંબો છે, પરંતુ તમારા તથા તમારા પરિવારના જીવન માટે લૉકડાઉનનું પાલન કરવું જરૂરી
    • કાયદા-નિયમ તથા સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય એકમો દ્વારા આપવામાં આવેલાં એકમનું પાલન કરોલાઇવ
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. કોરોના વાઇરસ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

    કોરોના વાઇરસ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન શરૂ, એક જ મુદ્દે અઠવાડિયામાં બીજું સંબોધન

    • કોરોના વાઇરસના અભ્યાસ તથા નિષ્ણાતોના મતે સોશિયલ ડિસ્ટન્સિંગ જ એકમાત્ર વિકલ્પ, જેથી પ્રસારનું ચક્ર તૂટે : નરેન્દ્ર મોદી
    • મારા સહિત દરેક નાગરિકોને માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય, સ્વસ્થ હોવાના વહેમમાં ન રહો, તમારી બેપરવાહીની કિંમત દેશે ચૂકવવી પડશે : નરેન્દ્ર મોદી
    • મંગળવાર રાત્રે બાર વાગ્યાથી દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉન, દેશવાસીઓ ઘરની બહાર નહીં નીકળી શકે: નરેન્દ્ર મોદી
    • દેશમાં 21 દિવસનો લૉકડાઉન લાગુ, મંગળવારે મધ્યરાતથી અમલ શરૂ, કોરોનાનું પ્રસારચક્ર તોડવા માટે આમ કરવું જરૂરી : નરેન્દ્ર મોદી
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. રાજ્યમાં નૉન-બૉર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

    ગુજરાતમાં નૉન બોર્ડની પરીક્ષા આપવનારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

    એટલે કે એકથી નવ અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને એક ધોરણ ઉપર ચઢાવી દેવાશે.

    નોંધનીય છે કે કોરોના વાઇરસ વિરુદ્ધી લડતમાં ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.

    ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે સંબંધિત જાહેરત કરી છે.

    મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથેની બેઠક બાદ સંબંધિત નિર્ણય લેવાયો છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

  12. આવકવેરાનું રિટર્ન ભરવાની મુદ્દત વધારીને 30 જૂન કરાઈ : નાણામંત્રી

    કોરોના વિરુદ્ધની લડાઈમાં કરવેરા ચૂકવનારા નાગરિકોને રાહત આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ ટૅક્સ સંબંધિત બાબતોના રિટર્ન માટેની અંતિમ તારીખ 31 માર્ચથી વધારીને જૂનની આખર કરી દીધી છે. આ ઉપરાંત આધાર-પૅનને લિંક કરવાની છેલ્લી તારીખ પણ વધારીને 30 જૂન કરી દીધી છે.

    મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારપરિષદમાં આ જાણકારી આપી. પરિષદમાં તેમણે નાણાકીય વર્ષ 2018-19 માટેના આઈટી રિર્ટનની મર્યાદા વધારીને 30 જૂન કરી દીધી છે. આના પર વ્યાજદરમાં પણ ઘડો કરાયો છે.

    આ ઉપરાંત જીએસટી ફાઇલિંગ ડૅટને પણ આગળ વધારીને 30 જૂન કરી દેવાઈ છે. નાના અને મધ્યમ વેપારીઓને રાહત આપવા માટે આ જાહેરાત કરાઈ છે.

    આ જ રીતે વિવાદથી વિશ્વાસ સ્કીમનો સમય પણ વધારીને જૂન સુધી કરી દેવાયો છે.

    નાણામંત્રીએ શું કહ્યું?

    • માર્ચ, એપ્રિલ અને મે, વર્ષ 2020ના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની અને વળતર હાંસલ કરવાની તારીખ વધારીને 30 જૂન કરી દેવાઈ છે.
    • જે કંપનીઓનું ટર્નઓવર પાંચ કરોડથી ઓછું હોય, તેને કોઈ પણ વ્યાજ, મોડી ફી કે દંડ નહીં થાય.
    • પાંચ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓને દંડ કે મોડી ફી નહીં ચૂકવવી પડે. તેમણે ઘટાડાયેલા નવ ટકાના દરે જ વ્યાજ ચૂકવવું પડશે. છેલ્લી તારીખે સર્વર પર લૉડ ન પડે એ માટે અલગઅલગ ક્ષેત્રોની તારીખો જણાવાશે.
    • કસ્ટમ અને ઍક્સાઇઝ સબકા વિશ્વાસ યોજના અંતર્ગત વિવાદના ઉકેલ માટેની તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન, 2020 કરી દેવાઈ છે. દોઢ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપીઓ પાસેથી વ્યાજ નહીં લેવામાં આવે.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. પ્રથમ હૉસ્પિટલ

    કોરોના વાઇરસની સારવાર આપનારી ભારતની પ્રથમ હૉસ્પિટલ મહારાષ્ટ્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરી લેવાઈ છે.

    મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ચેપના 101 મામલા સામે આવ્યા છે.

    ગુજરાતમાં શું સ્થિતિ છે?

    ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે 1583 આઇસોલેશન બૅડ ઉપલબ્ધ છે.

    રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં 609 અને ખાનગી હૉસ્પિટલોમાં 1500 જેટલાં વૅન્ટિલેટર ઉપલબ્ધ છે.

    જેમાંથી કોરોના સંબંધિત કેસ માટે કેટલા વૅન્ટિલેટર મેળવી શકાય તેમ છે, તેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    બીમાર લોકોની સારવારમાં જોડાયેલા તબીબી સ્ટાફને આપવા માટે જરૂરી રક્ષણાત્મક દવાઓનો પૂરતો સ્ટોક છે.

    આ સિવાય 45 હજાર એન-95 માસ્ક, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (29,500), છ લાખ ટ્રિપલ લૅયર માસ્ક હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. રાજ્યસભાની ચૂંટણી મુલતવી રખાઈ

    ભારતમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 560 જિલ્લામાં લૉક-ડાઉનના આદેશ અપાયા છે. વાઇરસના સંક્રમણને જોતાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાતે આઠ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

    કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લૉક-ડાઉનને પગલે દેશભરમાં બાંધકામ ક્ષેત્રના ચાર કરોડથી વધારે મજૂરોના ભવિષ્યને જોતાં તેમની મદદ માટે ઇમર્જન્સી ફંડમાંથી સહાય કરવા માટે વિનંતી કરી છે.

    બીજી બાજુ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દિલ્હીમાં નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના અધિકારીઓ સાથે બેઠક કરી છે.

    આ બધા વચ્ચે ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીઓને ટાળી દીધી છે. આ ચૂંટણીઓ 26 માર્ચે યોજાવાની હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  15. વુહાનમાં નવો કેસ નોંધાયો, વિશ્વની સ્થિતિ શું છે?

    ભારતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના 490થી વધારે કેસ સામે આવ્યા છે.

    મંત્રાલયની વેબસાઇટ અનુસાર હજુ રાજ્યોમાંથી આ મામલે નવી માહિતી એકત્ર કરાઈ રહી છે.

    આ બીમારીના સંક્રમણથી અત્યાર સુધી ભારતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 36 લોકોને સાજા કરવામાં પણ સફળતા મળી છે.

    વિશ્વમાં પણ કોરોના વાઇરસનો ચેપ સતત ફેલાઈ રહ્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસનો ચેપ લાગવાના કુલ કેસોનો આંકડો ત્રણ લાખ 81 હજારથી વધી ગયો છે. આમાંથી એકલા ચીનના 81 હજાર મામલા છે, જ્યારે ઇટાલીના ભગભગ 64 હજાર કેસો. અત્યાર સુધી 16,500થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

    ગત ચોવીસ કલાકમાં દુનિયાભરમાં 41,500 મામલા સામે આવ્યા છે અને આટલા કેસો એક સાથે પહેલી વખત સામે આવ્યા છે.

    તો અમેરિકા ઇટાલી અને ચીન બાદ વિશ્વમાં ચેપનો ભોગ બનનારું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. અમેરિકા આખામાં ચેપ લાગવાના 46 હજારથી વધારે કેસો નોંધાયા છે અને 550થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    અત્યાર સુધી કોરોનાની ઝપેટથી બચી રહેલા મ્યાંમારમાં પણ સોમવારે સંક્રમણના બે કેસો નોંધાયા છે. આમાંથી એક વ્યક્તિ અમેરિકા અને બીજી વ્યક્તિ બ્રિટનથી સ્વદેશ પરત ફરી હતી.

    તો ચીનના વુહાનમાં પણ સોમવારે કોરોના વાઇરસનો ચેપ લાગવાનો નવો કેસ નોંધાયો છે. વાઇરનસા સંક્રમણની શરૂઆત આ જ શહેરમાંથી થઈ હતી. ગત પાંચ દિવસમાં આ શહેરમાં ચેપ લાગવાનો એક પણ કેસ નહોતો નોંધાયો.

    આ દરમિયાન ક્યુબાએ પોતાના દેશમાં આવેલા તમામ વિદેશ પ્રવાસીઓને આઇસોલેશનમાં રાખ્યા છે. ક્યુબામાં સોમવારે 32 હજારથી વધારે વિદેશ પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. અત્યાર સુધી ક્યુબામાં કોરોના વાઇરસના 40 પૉઝિટિવ કેસો નોંધાયા છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

  16. રાત્રે આઠ વાગ્યે મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

    રાત્રે આઠ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે, કહ્યું, 'કોરોના વાઇરસ અંગે મહત્ત્વપૂર્ણ વાતો કરવી છે.'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. ગુજરાતમાં કોરોનાના 33 કેસ નોંધાયા, ચાર અલગ હૉસ્પિટલ ઊભી કરાશે

    ગુજરાતના આરોગ્યવિભાગનાં સચિવ જયંતી રવિએ મંગળવારે સવારે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ચાર કોવિડ હૉસ્પિટલ ઊભી કરવાની જાહેરાત કરી હતી.

    સરકાર દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં દૈનિક આંતરવિભાગીય બેઠક મળશે, જેથી કરીને અલગ-અલગ ખાતાં વચ્ચેનું સંકલન સુદ્રઢ બને.

    આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના ચાર નવા કેસ દાખલ થતાં કુલ સંખ્યા 33 ઉપર પહોંચી છે. સુરત તથા ગાંધીનગરમાં બે-બે નવા કેસ નોંધાયા છે.

    રાજ્યમાં કોરોના માટે 1583 આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં 609 અને ખાનગી હૉસ્પિટલોમાં 1500 જેટલાં વૅન્ટિલેટર ઉપલબ્ધ છે. જેમાંથી કોરોના સંબંધિત કેસ માટે કેટલા વૅન્ટિલેટર મેળવી શકાય તેમ છે, તેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    આ સિવાય તબીબોને અઠવાડિયા માટે સેવા આપવા માટે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું છે. બીમાર લોકોની સારવારમાં જોડાયેલા તબીબી સ્ટાફને આપવા માટે જરૂરી રક્ષણાત્મક દવાઓનો પૂરતો સ્ટોક છે.

    આ સિવાય 45 હજાર એન-95 માસ્ક, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (29,500), છ લાખ ટ્રિપલ લૅયર માસ્ક હોવાનું રવિએ જણાવ્યું હતું.

    રાજ્યમાં કોવિડ સંદર્ભે માહિતી મેલવવા માટે 104 નંબર ઉપર 2424 કોલ આવ્યા હતા. રવિએ નાગરિકોને વગર કારણે 104 ઉપર કોલ કરીને ભારણ નહીં વધારવા અપીલ કરી હતી.

    દરદીને ચકાસી રહેલ મહિલાની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  18. ગુજરાતમાં કોરોનાના 33 કેસ નોંધાયા

    ગુજરાતના આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિએ મંગળવારે સવારે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે ચાર કોવિડ હૉસ્પિટલ ઊભી કરવાની જાહેરાત કરી હતી.

  19. બ્રિટનમાં બેથી વધુ લોકોના એકઠાં થવાં પર પ્રતિબંધ

    બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને દેશમાં કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે અનેક પ્રકારના નિષેધાત્મક પગલાંની જાહેરાત કરી છે. નાગરિકોને ઘરે જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

    જોકે, ખરીદદારી, દવાઓ તથા અનિવાર્ય કામ માટે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ બિનજરૂરી સાર્વજનિક સ્થળોને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે તથા બેથી વધુ લોકોને એકઠાં ન થવાના આદેશ આપવામાં આવ્યા છે. પોતાના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટથી પ્રજાજોગ સંબોધનમાં ચેતવણી ઉચ્ચારી હતી કે જે લોકો તેનો ભંગ કરશે તેમને ભારે દંડ થશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. ગુજરાતમાં 31 માર્ચ સુધી લૉક-ડાઉન, સમગ્ર રાજ્યમાં 144ની કલમ

    કોરોના વાઇરસના કોપને પગલે ગુજરાતમાં 31 માર્ચ સુધી લૉક-ડાઉનના આદેશ અપાયા છે.ગુજરાતના પોલીસ વડા નિવાનંદ ઝા અને ગૃહવિભાગનાં અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહે પત્રકારપરિષદમાં સંબંધિત જાહેરાત કરી છે. ગાંધીનગરમાં પોલીસભવન ખાતે યોજાયેલી આ પત્રકારપરિષદમાં મધરાતથી રાજ્યમાં લૉક-ડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

    પડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોનાના પૉઝિટિવ કેસના મામલે દેશમાં મોખરે છે, તેથી મહારાષ્ટ્રમાં થતી અવરજવર રોકવાની પણ જાહેરાત કરાઈ છે.

    સંગીતાસિંહે જણાવ્યું કે લૉક-ડાઉન દરમિયાન પોસ્ટવિભાગ તથા કુરિયર સેવાઓ ચાલુ રહેશે.

    શિવાનંદ ઝાનું કહેવું છે કે રાજ્યની હાલની સ્થિતિને જોતાં RAFની ટુકડીઓની મદદ લેવામાં આવશે.

    આ ઉપરાંત લૉક-ડાઉનના અમલીકરણ માટે SRPની અલગ ટુકડીઓને ફરજ પર રાખવામાં આવશે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images