You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 2014ની ચૂંટણી કરતાં વધારે મતદાન
સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર અને સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર નોંધાયું.
લાઇવ કવરેજ
પરસોતમ રૂપાલાએ કર્યું મતદાન
રાજ્યસભાના સભ્ય પરસોતમ રૂપાલાએ તેમનાં પત્ની સાથે અમરેલીમાં મતદાન કર્યું.
વિજય રૂપાણીએ મતદાન કર્યું
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું હતું. અહીં ભાજપના મોહન કુંડારિયા સામે કૉંગ્રેસના લલિત કગથરા મેદાનમાં છે.
મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું
ગુજરાત કૉંગ્રેસના વિરોધપક્ષના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. પરેશ ધાનાણી સામે ભાજપના નારણ કાછડિયા ચૂંટણી લડી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું. મોદી સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
તમારો મત નોંધાયો છે કે નહીં, તેની ખાતરી કઈ રીતે થાય?
મતદાન કરતી વખતે તમને કદાચ એવો સવાલ થાય કે મતદાન કર્યા બાદ તમારો મત નોંધાયો છે કે નહીં. મતદાનને લગતા આવા જ કેટલાક જવાબો માટે જુઓ આ ખાસ વીડિયો.
માતાને મળવા પહોંચ્યા મોદી
મતદાન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનાં માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ગયા હતા.
મોદી મતદાન પહેલાં માતાને મળવા પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં મતદાન કરવા જવાના છે. મતદાન પહેલાં તેઓ પોતાનાં માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.
મતદાન માટે લાઇનમાં ઊભેલા લોકો
રાજકોટમાં વહેલી સવારથી જ મતદાનમથક બહાર લાઇનો લાગી છે.
મતદાન શરૂ
દેશભરના અનેક રાજ્યોમાં સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 117 બેઠકો પર મતદાન
મોદી અમદાવાદમાં મતદાન કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાણિપમાં મતદાન કરવા માટે જશે. આજે મતદાન પહેલાં મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાનની અપીલ કરી હતી.
મતદાનમથકોમાં ઈવીએમ ગોઠવવાની શરૂઆત
સવારે સાત વાગ્યે મતદાન શરૂ થવાનું છે ત્યારે હાલ મતદાન મથકોમાં ઇવીએમ ગોઠવવાની કાર્યવાહી ચાલી રહી છે.
આજે ત્રીજા તબક્કાનું મતદાન, ગુજરાત સહિત અન્ય રાજ્યો પર આજે મતદાન
ગુજરાત સહિત દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો પર આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન યોજાશે. જેમા કુલ 371 ઉમેદવારો મેદાનમાં છે.