You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં 2014ની ચૂંટણી કરતાં વધારે મતદાન

સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર અને સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર નોંધાયું.

લાઇવ કવરેજ

  1. અહમદ પટેલે મતદાન બાદ કહ્યું પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી

  2. બારડોલી બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન

  3. અમિત શાહ vs સી. જે. ચાવડા, ગાંધીનગર બેઠકની માહિતી

    ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે.

    ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.

    • 2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે.
    • 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે.
    • આ બેઠક ઉપર 10,03,707 પુરુષ, 9,41,395 તથા 47 અન્ય સહિત કુલ 19,45,149 મતદાતા છે.
  4. પ.બંગાળમાં મતદાનમથક પાસે બૉમ્બથી હુમલો, અથડામણમાં એક મતદારનું મોત

    પશ્ચિમ બંગાળમાં સવારથી જ હિંસાની એકલ-દોકલ ઘટનાઓ ઘટી હતી.

    મુર્શિદાબાદના રાણીનગરમાં અજાણ્યી વ્યક્તિ દ્વારા મતદાનમથક પાસે બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

    મુર્શિદાબાદના બલિગ્રામમાં તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસના સમર્થકો વચ્ચેની અથડામણમાં મતદાન માટે લાઇનમાં ઊભેલા મતદારનું મૃત્યુ થયું હતું.

    જ્યારે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનજપુરના બુનિયાદપુરમાં બાબુલાલ મુરમુ નામના પોલિંગ ઍજન્ટનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો.

  5. ગુજરાતની કઈ બેઠક ઉપર કોની વચ્ચે જંગ અને શું છે ખાસિયત

  6. અમરેલીમાં કેવો રહ્યો મતદારોનો મિજાજ?

  7. ગુજરાતમાં અત્યાર સુધી કેટલું મતદાન થયું?

  8. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014નું FLASHBACK

  9. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે મતદાન કર્યું

    પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે આસામના દિસપુર ખાતે પોતાનો મત આપ્યો હતો. તેઓ આસામથી રાજ્યસભાના સાંસદ છે.

  10. ચૂંટણીની શાહી આંગળી પરથી શા માટે દૂર કરી શકાતી નથી?

  11. અરુણ જેટલીએ મતદાન કર્યું

    ભાજપના નેતા અને નાણામંત્રી અરુણ જેટલીએ અમદાવાદ ખાતે મત આપ્યો હતો. તેઓ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે.

  12. જશોદાબહેને મતદાન કર્યું

  13. ગુજરાતમાં મતદાન દરમિયાન અત્યાર સુધી શું થયું?

    • સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.
    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કરતાં પહેલાં ગાંધીનગર સ્થિત ઘરે તેમનાં માતા હીરાબાની મુલાકાત લીધી હતી.
    • ભાજપ અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
    • પ્રારંભિક તબક્કાથી ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર મતદાનની ટકાવારી તુલનામાં સારી નોંધાઈ હતી.
    • શહેરોમાં અને વિશેષ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી.
    • બપોરે 12.30થી 2 વાગ્યા દરમિયાન મતદાનની ટકાવારીમાં ઉછાળો જોવા મળ્યો હતો.
    • દિવસ દરમિયાન ઝારખંડ-છત્તીસગઢ સીમા પર આઈઈડી બ્લાસ્ટ અને પશ્ચિમ બંગાળમાં ક્રૂડ બ્લાસ્ટની ઘટના ઘટી હતી.
    • રાહુલ ગાંધી વિરુદ્ધ એનડીએના ઉમેદવારે ચૂંટણીપંચને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી.
    • અડવાણી અને અરુણ જેટલીએ અમદાવાદમાં મતદાન કર્યું હતું
  14. રાહુલ ગાંધી વિરુદ્ધ વાયનાડથી એનડીએના ઉમેદવારની ઈસીને ફરિયાદ

    કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લીએ ચૂંટણીપંચને રાહુલ ગાંધી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે.

    એનડીએના ઉમેદવારનો આક્ષેપ છે કે કૉંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડ બેઠકથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર રાહુલ ગાંધીએ મતદાન ચાલી રહ્યું છે એ દરમિયાન જાહેર પ્રચાર કર્યો છે.

    એનડીએના ઉમેદવાર આ પ્રચારને આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવી રહ્યા છે.

  15. બપોર સુધી પશ્ચિમ બંગાળમાં મતદાનની સૌથી વધારે ટકાવારી

    • અત્યાર સુધી દેશમાં 37.94 ટકા મતદાન નોંધાયું છે.
    • અત્યાર સુધી સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળની બેઠકો પર 52.40 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 9.63 ટકા નોંધાયું છે.
  16. ગાંધીનગર બેઠકના યુવાનો શું કહે છે?

    ભાજપના અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી ઉમેદવાર છે, ત્યાંના યુવાનોનો મત

  17. કેશુભાઈ પટેલે મતદાન કર્યું

  18. જિગ્નેશ મેવાણીએ કર્યું મતદાન

    દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મતદાન કર્યું

  19. અડવાણીએ અમદાવાદમાં મતદાન કર્યું

    ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદના શાહપુરની હિંદી શાળા ખાતે મતદાન કર્યું હતું. વર્ષો સુધી અડવાણી ગાંધીનગરની બેઠક પરથી સાંસદ રહ્યા હતા. જોકે, આ વખતે ભાજપે અડવાણીના બદલે અમિત શાહને ગાંધીનગરથી ટિકિટ આપી છે.

  20. બપોરે 12.30 વાગ્યા બાદ મતદાનની ટકાવારી વધી, દાહોદમાં સૌથી વધારે મતદાન

    • ગુજરાતમાં અત્યાર સુધી 38.11 ટકા મતદાન થયું.
    • દાહોદ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 46.70 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 26.48 ટકા નોંધાયું છે.

    આ ઉપરાંત અન્ય મહત્ત્વની બેઠકો પર મતદાન : ગાંધીનગર - 36.97 ટકા અમદાવાદ પૂર્વ - 37.08ટકા, અમદાવાદ પશ્ચિમ 33.10 ટકા, રાજકોટ 38.30 ટકા, વડોદરા - 41.61 ટકા, સુરત - 32.86 ટકા મતદાન નોધાયું હતું.