You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં 2014ની ચૂંટણી કરતાં વધારે મતદાન

સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર અને સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર નોંધાયું.

લાઇવ કવરેજ

  1. ભાજપ કાર્યકરે ચૂંટણી અધિકારીને માર માર્યો

    ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા મતવિસ્તારના બૂથમાં મતદાન દરમિયાન ભારતીય જનતા પક્ષના કાર્યકર પર ચૂંટણી અધિકારીને માર મારવાનો કથિત આરોપ છે.

    ભાજપ કાર્યકરનો આક્ષેપ છે કે મોહમ્મદ ઝુબૈર મતદારોને સમાજવાદી પાર્ટીના નિશાન સાઇકલવાળું બટન દબાવવા કહી રહ્યા હતા.

    ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ ચૂંટણીઅધિકારીને બચાવ્યા હતા.

  2. છોટા ઉદેપુર બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધુ 31.59 ટકા મતદાન

    • ગુજરાતમાં અત્યાર સુધી 25.79 ટકા મતદાન થયું.
    • છોટા ઉદેપુર બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 31.59 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમ બેઠક પર 20.10 ટકા નોંધાયું છે.

    આ ઉપરાંત અન્ય મહત્ત્વની બેઠકો પર મતદાન : ગાંધીનગર - 28.68 ટકા અમદાવાદ પૂર્વ - 23.58ટકા, અમદાવાદ પશ્ચિમ 20.10 ટકા, રાજકોટ 26.55 ટકા, વડોદરા - 25.78 ટકા, સુરત - 23.38 ટકા મતદાન નોધાયું હતું.

  3. વૃદ્ધને મતદાન માટે લઈ જતા ITBPના જવાન

    આઈટીબીપી જવાનો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વૃદ્ધને મતદાન કરવા માટે લઈ ગયા હતા.

  4. આઝાદી બાદ ભારતની પ્રથમ ચૂંટણી કેવી હતી?

    1947માં આઝાદી મેળવ્યા બાદ ભારતમાં સૌપ્રથમ લોકસભાની ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. આ પ્રથમ ચૂંટણીમાં કૉંગ્રેસની જીત થઈ હતી અને જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. જુઓ આ વીડિયો કે પ્રથમ ચૂંટણીમાં કેવો માહોલ હતો?

  5. અત્યાર સુધી દેશમાં 24.03 ટકા મતદાન

    • અત્યાર સુધી દેશમાં 24.03 ટકા મતદાન નોંધાયું છે.
    • સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળની બેઠકો પર 35 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 4.72 ટકા નોંધાયું છે.
  6. બોલીવૂડ અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા

    બોલીવૂડ અભિનેતા સની દેઓલ આજે ભાજપમાં જોડાયા છે. આ સાથે જ સની દેઓલની રાજકારણમાં એન્ટ્રી થઈ છે. દિલ્હી ખાતે ભાજપના હેડક્વાર્ટરમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

  7. દાહોદ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન

    • ગુજરાતમાં અત્યાર સુધી 24.93 ટકા મતદાન થયું.
    • દાહોદ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 31.31 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ પૂર્વ બેઠક પર 19.12 ટકા નોંધાયું છે.

    આ ઉપરાંત અન્ય મહત્ત્વની બેઠકો પર મતદાન : ગાંધીનગર - 24.21 ટકા અમદાવાદ પૂર્વ - 19.12 ટકા, અમદાવાદ પશ્ચિમ 20.10 ટકા, રાજકોટ 26.55 ટકા, વડોદરા - 24.31 ટકા, સુરત - 23.38 ટકા મતદાન નોધાયું હતું.

  8. EVM, VVPAT, NOTA અને શાહી જેવી બાબતો અંગે માહિતી મેળવો

  9. હાર્દિક પટેલે વીરમગામમાં મતદાન કર્યું

  10. દેશનાં અન્ય રાજ્યોમાં ક્યાં કેટલું મતદાન?

    • અત્યાર સુધી દેશમાં 23.79 ટકા મતદાન નોંધાયું છે.
    • અત્યાર સુધી સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળની બેઠકો પર 35 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 4.72 ટકા નોંધાયું છે.
  11. ભરુચમાં અત્યાર સુધી સૌથી વધારે 29.42 ટકા મતદાન

    • ગુજરાતમાં અત્યાર સુધી 20.45 ટકા મતદાન થયું.
    • ભરુચ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 29.42 ટકા નોંધાયું છે.
    • સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર 13.03 ટકા નોંધાયું છે.

    આ ઉપરાંત અન્ય મહત્ત્વની બેઠકો પર મતદાન : અમદાવાદ પૂર્વ - 15.70 ટકા, અમદાવાદ પશ્ચિમ 14.22 ટકા, રાજકોટ 23.82 ટકા, વડોદરા - 19.79 ટકા, સુરત - 20.69 ટકા

  12. મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

  13. નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ કર્યું મતદાન

  14. પશ્ચિમ બંગાળમાં હિંસા

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન સમયે હિંસા થઈ છે. અહીં તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો અને કેટલાક લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ ક્રૂડ બૉમ્બ ફેંક્યો હતો જેના કારણે તૃણમૂલના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા.

  15. મતદાર યાદીમાં તમારું નામ, પોલિંગ બૂથ અને ઇલેક્શન કાર્ડની માહિતી કેવી રીતે મેળવશો?

    લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે. વિગતો માટે અહીં ક્લિક કરો

  16. વલસાડ બેઠક પર અત્યાર સુધી સૌથી વધુ મતદાન 13.46 ટકા

    • અત્યાર સુધી ગુજરાતમાં 10.30 ટકા મતદાન થયું છે.
    • સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર 13.46 ટકા મતદાન
    • જામનગર બેઠક પર સૌથી ઓછું મતદાન 7.15 ટકા નોંધાયું છે.
  17. નક્સલવાદીઓએ ઝારખંડ-છત્તીસગઢ સરહદ પર બ્લાસ્ટ કર્યો

  18. ગુજરાતમાં ક્યાં થયું સૌથી વધુ મતદાન

    • અત્યાર સુધી ગુજરાતમાં 9.98 ટકા મતદાન થયું
    • વલસાડમાં સૌથી વધુ 13.46 ટકા મતદાન
    • અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી ઓછું 5.77 ટકા મતદાન
    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કર્યું
    • મતદાન કરવા જતા પહેલાં મોદી તેમનાં માતા હીરાબાને મળ્યા હતા
    • ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું
    • મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું
    • કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે મતદાન કર્યું
    • ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગરમાં મતદાન કર્યું
  19. ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનું મતદાન

    ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ દીકરા મીત વાઘાણી અને પરિવાર સાથે ભાવનગરમાં મતદાન કર્યું.

  20. મતદાન બાદ કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શું કહ્યું?