દક્ષિણ કોરિયા : 'બહાર કંઈક ભયંકર થઈ રહ્યું છે', હેલોવીનની ઉજવણી દરમિયાન ખરેખર શું થયું?

સિયોલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જીન મૅકેન્ઝી, હોસુ લી અને મર્લિન થૉમસ
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
લાઇન
  • સોલની એક સાંકડી શેરીમાં હેલોવીન નિમિત્તે થયેલી ઉજવણીમાં ઓછામાં ઓછા 151 લોકોનાં મૃત્યુ
  • ઇટાવોન નાઇટલાઇફ વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં અંદાજે 82 લોકો ઘાયલ થયા
  • લોકો કોવિડ પછી પ્રથમ વાર અનમાસ્ક્ડ હેલોવીન ઉજવણી કરી રહ્યા હતા
લાઇન

દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં અંદાજે એક લાખ લોકો શનિવારે કોરોના બાદ પ્રથમ વખત હેલોવીનને ઊજવવા એકઠા થયા હતા. જોકે, ઉજવણી દરમિયાન થયેલી નાસગભાગમાં દોઠસોથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઇટાવોન એ રાત્રિ માટે સોલના લોકોનું સૌથી મનગમતું સ્થળ છે. સ્થાનિક અને વિદેશી લોકો અહીં દર અઠવાડિયાના અંતે આવતા રહે છે. પણ હેલોવીનની રાત સૌથી વ્યસ્ત રાતમાંની એક હતી.

શનિવારે મુલકાતીઓનો આંકડો અહીં એક લાખ પર પહોંચી ગયો હતો અને લોકોને માસ્ક પહેરવાની પણ કોઈ જરૂર જણાઈ નહોતી. એવામાં અહીં દુર્ઘટના ઘટી હતી.

એવું લાગતું હતું કે એક સાંકડી, ઢોળાવવાળી ગલીમાં ભીડ શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પરની તસવીરો અને વીડિયો દર્શાવે છે કે ગલી એટલી ખીચોખીચ ભરેલી હતી કે લોકો હલનચલન પણ કરી શકતા ન હતા.

સાંકડી ગલીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકડી ગલીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા

એક વીડિયોમાં જોવા મળ્યું કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. અન્યમાં મૃતકોના ઢગલામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તકલીફોની બૂમો સાંભળી શકાય છે.

મૃતદેહોને વાદળી ધાબળાથી ઢાંકીને શેરીમાં લાઇનમાં રાખ્યા હતા. અન્ય બેભાન લોકોને ઍમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા.

બચાવ કામગીરી માટે સેંકડો કટોકટીકર્મીઓને દેશભરમાંથી મદદ માટે મોકલવામાં આવ્યા હતા, જે બેભાન અવસ્થામાં પડેલા લોકોને સીપીઆર આપતા હતા.

ગુમ થયેલા લોકોના સંબંધીઓ અને મિત્રો આજે સવારે ઘટનાસ્થળે આવીને તેમના પ્રિયજનોની નિશાની શોધતા હતા કે તેઓ અહીં આવ્યા હશે કે કેમ?

જોકે પરિવારના સભ્યો આવીને ઓળખ કરી શકે તે માટે મૃતદેહોને શેરીમાંથી જીમખાનામાં ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પીડિતો હોવાથી આમાં સમય લાગી શકે છે અને અધિકારીઓની એ પ્રાથમિકતા છે.

line

ઉજવણી માતમમાં ફેરવાઈ

સિયોલ

ઇમેજ સ્રોત, Getty Images

મૃતકોમાં મોટા ભાગના કિશોરો અથવા તેમની ઉંમર 20 વર્ષની છે. મૃતકોમાં 19 વિદેશી નાગરિક પણ છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

કટોકટીની બેઠક બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે ઘાયલોની મદદ માટે ટાસ્ક ફોર્સને આદેશ આપ્યો છે.

2014 પછી દક્ષિણ કોરિયામાં આ સૌથી ભયાનક દુર્ઘટના છે, એ સમયે સિવોલ ફેરી ડૂબી જવાથી 300થી વધુ લોકો માર્યા ગયા હતા.

line

'બહાર કંઈક ભંયકર થઈ રહ્યું છે'

સિયોલ

ઇમેજ સ્રોત, Getty Images

30 વર્ષીય જીઓન ગા-યૂલ ભાગદોડ થઈ એ સમયે એક બારમાં ડ્રીક કરી રહ્યાં હતાં.

તેણીએ એએફપી ન્યૂઝ એજન્સીને કહ્યું, "મારા મિત્રએ કહ્યું, બહાર કંઈક ભયંકર થઈ રહ્યું છે."

"મેં કહ્યું, શું વાત કરો છો? અને પછી હું જોવા માટે બહાર ગઈ અને ત્યાં શેરીમાં લોકો CPR આપી રહ્યા હતા."

ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપનાર ડૉકટરે જણાવ્યું હતું કે જ્યારે તેમણે પ્રથમ વખત CPR આપવાનું શરૂ કર્યું હતું ત્યારે બે પીડિત હતા પરંતુ "આ સંખ્યામાં તરત ઉછાળો આવ્યો હતો. પહેલાં કરતાં હવે સંખ્યા વધુ હતી."

અગાઉ સાંજે પોસ્ટ કરાયેલા સોશિયલ મીડિયા સંદેશાઓમાં કેટલાક લોકોએ ટિપ્પણી કરી હતી કે ઇટાવોન વિસ્તાર એટલો ગીચ હતો કે તે અસુરક્ષિત લાગે છે.

એક પ્રત્યક્ષદર્શી પાર્ક જંગ-હૂને ન્યૂઝ એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે ક્રિસમસ અને ફટાકડાની ઉજવણી માટે મોટી ભીડ સામાન્ય કહેવાય, પરંતુ "આ ભીડ કોઈ પણ ભીડ કરતાં દસ ગણી મોટી હતી."

એક સ્થાનિક પત્રકારે જણાવ્યું હતું કે યોંગસાન જિલ્લામાં દરેક મોબાઇલ પર કટોકટી પ્રસારણ મોકલાયું હતું, જેમાં "ઇટાવોનમાં હેમિલ્ટન હોટલ નજીક એક આપાતકાલીન દુર્ઘટનાને"ને કારણે નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા ફરવા વિનંતી કરવામાં આવી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન