દક્ષિણ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન ભાગદોડ, 151નાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ

દક્ષિણ કોરિયા

ઇમેજ સ્રોત, YONHAP NEWS AGENCY

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
લાઇન
  • રાજધાની સિયોલમાં હેલોવીન ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં ઓછામાં ઓછા 151 લોકોનાં મોત થયાં છે
  • હેલોવિનની ઉજવણી માટે જાણીતા ઇટાવોન નાઇટલાઇફ વિસ્તારમાં લોકો એકઠા થયા હતા
  • કોરોના મહામારી બાદ પહેલી વાર મોટી ઇવેન્ટ યોજાઈ હતી
  • દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ઘાયલોની મદદ માટે ટાસ્ક ફોર્સને આદેશ આપ્યો છે
  • આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે
લાઇન

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં ઓછામાં ઓછા 151 લોકોનાં મોત થયાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અંદાજે 80 લોકો ઘાયલ થયા છે.

મૃતકોમાં 19 વિદેશી નાગરિક હોવાનું પણ જાણવા મળ્યું છે અને અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.

ઘાયલ લોકોની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને એવા પણ અહેવાલો છે કે ઘણા લોકોને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.

સમાચાર એજન્સી યોનહૈપે અધિકારીઓના હવાલેથી આ જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે ઘટનાસ્થળે ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમને તુરંત રવાના થવાના આદેશ આપી દીધા છે.

south korea

ઇમેજ સ્રોત, EPA

આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઇતેવોનમાં જમીન પર આડા પડેલા લોકોને સીપીઆર ટ્રીટમેન્ટ અપાઈ રહી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઘટના શનિવારે બની હતી. અહીં સાંકડી ગલીઓમાં હેલોવીન દરમિયાન ભારે નાસભાગ થઈ હતી.

આ પહેલાં સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો સાંજે હેલોવીન દરમિયાન નાસભાગની આશંકા વ્યક્ત કરાઈ હતી. અમુક લોકો પ્રમાણે ભીડના કારણે ઇતેવોન વિસ્તાર અસુરક્ષિત લાગી રહ્યું છે.

line

કયા વિસ્તારમાં અને ક્યારે બની આ ઘટના?

દક્ષિણ કોરિયા

ઇમેજ સ્રોત, YONHAP/EPA-EFE/REX/SHUTTERSTOCK

આ ઘટના શનિવારે સાંજે બની હતી. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં જાણીતા નાઇટ સ્પૉટમાં મોટી સંખ્યામાં લોકો હેલોવીન ફેસ્ટિવલ મનાવવા માટે એકઠા થયા હતા.

એવા અહેવાલો છે કે કોરોના મહામારી બાદ પ્રથમ વખત આ ફેસ્ટિવલ દરમિયાન અહીં આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

અહેવાલ અનુસાર અહીં લગભગ એક લાખ લોકો એકઠા થયા હતા. આ લોકો અહીં નો માસ્ક હેલોવીનમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

અહેવાલો પ્રમાણે આ ઘટના લગભગ દક્ષિણ કોરિયાના સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10:20 કલાકે બની હતી. અહીં સાંકડી ગલીમાં ભારે ભીડ હતી અને તેમાં અચાનક ભાગદોડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રવાસીમાં અહીંનો ઇતેવોન વિસ્તાર ખૂબ જ લોકપ્રિય છે અને આખા વર્ષમાં હેલોવીનના રજાના દિવસોમાં અહીં સૌથી વધારે ભીડ થતી હોય છે.

લાઇન

દક્ષિણ કોરિયા વિશે આટલું જાણો...

લાઇન

દક્ષિણ કોરિયા પૂર્વ એશિયામાં આવેલો દેશ છે, જેની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા નામના દેશ આવેલા છે.

દેશની રાજધાની સિયોલ સૌથી મોટો મહાનગર વિસ્તાર છે અને એક મુખ્ય વૈશ્વિક શહેરના રૂપમાં પણ જાણીતી છે.

જમીન સાથેની તેની સરહદ માત્ર ઉત્તર કોરિયા સાથે જોડાયેલી છે, જે વિશ્વના સૌથી વધારે મિલિટરી ધરાવતા વિસ્તારોમાંની એક છે.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા બંને વચ્ચે સંબંધો હંમેશાં તણાવપૂર્ણ રહ્યા છે અને તેના કારણે બંને વચ્ચેની સરહદે મોટી સંખ્યામાં મિલિટરી તહેનાત કરવામાં આવી છે.

આ દેશની અધિકારીક ભાષા કોરિયાઈ છે અને તેનું રાષ્ટ્રીય ચલણ વૉન છે. દક્ષિણ કોરિયા રાષ્ટ્રના રૂપમાં 1948માં અસ્તિત્વમાં આવ્યું.

1945માં પૂર્ણ થયેલા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઉત્તરના વિસ્તારમાં રશિયાનાં સૈન્ય દળો હતાં અને દક્ષિણ પર અમેરિકાનો કબજો હતો.

જે બાદ 1948માં દક્ષિણ કોરિયાને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું અને તેને એક રાષ્ટ્રના રૂપે માન્યતા મળી. અમેરિકાની મદદથી સતત પ્રગતિ કરી રહેલો આ દેશ હાલ વિકસિત દેશોની શ્રેણીમાં આવે છે.

વીડિયો કૅપ્શન, ઉત્તર કોરિયાથી દ. કોરિયા ભાગનારાઓની વ્યથા
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન