યુક્રેન સંઘર્ષ : રશિયાના કૉરિડૉરવાળા પ્રસ્તાવને યુક્રેને અયોગ્ય ગણાવ્યો, યુક્રેનમાં અત્યાર સુધી શું થયું?
યુક્રેને કહ્યું છે કે રશિયાનો યુદ્ધગ્રસ્ત શહેરોમાં માનવીય કૉરિડૉર ખોલવાના પ્રસ્તાવ એકદમ અનૈતિક છે, કેમ કે તેમાં શરણાર્થીઓને બેલારુસ લઈ જવાની વાત કરાઈ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનના લોકોને યુક્રેનના માર્ગે જ બહાર જવાની પરવાનગી આપવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીના પ્રવક્તાને ટાંકીને રૉયટર્સે કહ્યું છે, "આ એકદમ અનૈતિક વાત છે. લોકોનાં દુઃખોનો ઉપયોગ ટીવી પર એક તસવીર તૈયાર કરવા માટે કરાઈ રહ્યો છે."
આ પહેલાં રશિયાના સરકારી મીડિયાએ કહ્યું હતું કે રશિયા શહેરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવીય કૉરિડૉર બનાવશે.
જોકે, સાથે એવું પણ કહ્યું હતું કે કિએવમાં બનનારો આ કૉરિડૉર સીધો જ યુક્રેન જશે, જ્યારે ખારકિએવવાળો કૉરિડૉર સીધો જ રશિયા જશે.
આ કૉરિડૉરની જાહેરાત કરાતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે યુક્રેન તેનો સ્વીકાર નહીં કરે.

રશિયાએ કહ્યું, 'સામાન્ય લોકોને બહાર કાઢવા માટે હુમલા રોકશે'

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના સરકારી મીડિયાએ કહ્યું છે કે યુક્રેનનાં અલગઅલગ શહેરોમાં ફસાયેલા સામાન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા હુમલો અટકાવી દેશે.
રશિયાએ કહ્યું છે કે કિએવ, ખારકિએવ જેવાં શહેરોમાં પણ હુમલો રોકવા માટે તે તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર આ આ મર્યાદિત યુદ્ધવિરામ સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગ્યે લાગુ થશે અને રાજધાની કિએવ, ખારકિએવ, મારિયુપોલ અને સુમી જેવાં યુદ્ધગ્રસ્ત શહેરોમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે સુરક્ષિત માર્ગ તૈયાર કરાશે.
આ તમામ શહેરોમાં હાલમાં રશિયન બૉમ્બમારો અને ગોળીબાર ચાલુ છે. જોકે, યુક્રેનના અધિકારીઓએ રશિયાના આ દાવા પર હાલમાં કંઈ જ કહ્યું નથી.
જે બે કૉરિડોર ખોલવાની વાત કરાઈ, તેમાંથી એક કિએવથી બેલારુસ અને બીજો ખારકિએવથી રશિયા તરફ જઈ રહ્યો છે. નાગરિકોને કાઢવાના બે પ્રયાસો હજુ સુધી નિષ્ફળ રહી ચૂક્યા છે.

ઝૅલેન્સ્કી બાદ પુતિન સાથે શું વાત કરી વડા પ્રધાન મોદીએ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન પર રશિયાના હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બીજી વખત વાતચીત કરી હતી.
સોમવારના બંને વચ્ચે ફોન પર 50 મિનિટ વાત થઈ હતી. મહત્ત્વની વાત એ છે કે મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે વાત કર્યા બાદ પુતિન સાથે પણ વાત કરી હતી.
સમાચાર સંસ્થા એએનઆઈએ ભારત સરકારના સૂત્રોને ટાંકતા લખ્યું છે કે વડા પ્રધાન મોદી અને પુતિને યુક્રેનમાં આ સમયની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પુતિને મોદીને યુક્રેન અને રશિયાની ટીમો વચ્ચે ચાલતી વાતચીતની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપી હતી.

ઝૅલેન્સ્કી સાથે વડા પ્રધાન મોદીની વાતચીત

ઇમેજ સ્રોત, Getty Images
આની પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે ફોન પર વાતચીતમાં સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કાઢવામાં સહયોગ માગ્યો. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ ભારત સરકારના સૂત્રોને ટાંકતા કહ્યું કે બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં બદલાતી પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ.
ઝૅલેન્સ્કી સાથે વાતચીત દરમિયાન વડા પ્રધાનુ નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે સતત ચાલતી વાર્તાનાં વખાણ કર્યાં.
ભારતીયોને યુદ્ધક્ષેત્રથી સુરક્ષિત કાઢવામાં મળતી મદદને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝૅલેન્સ્કીએ સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કાઢવામાં સહયોગ માગ્યો.
ભારત અત્યાર સુધી 16 હજારથી વધારે ભારતીયોને પાછા લાવ્યું છે પરંતુ સુમીમાં હજી પણ 700 વિદ્યાર્થીઓ ફસાયેલા છે.

નેટો વિરુદ્ધ કોઈ પણ ખતરા સામે લડવા માટે તૈયાર- બ્લિંકન

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને તેના સહયોગી દેશો નેટો સામે કોઈ પણ ખતરાથી લડવા માટે તૈયાર છે.
અમેરિકાના વિદેશમંત્રી લિથુઆનિયાની મુલાકાતે ગયા છે. ત્યાં તેમણે કહ્યું કે, "રશિયાએ લિથુઆનિયાની લોકશાહીને નબળી કરવાનો પ્રયત્ન કર્યો. તેણે સાઇબર હુમલા અને દુષ્પ્રચાર મારફતે ધ્રુવીકરણનાં બી રોપ્યાં છે."
બ્લિંકને કહ્યું કે અમેરિકા સહયોગી દેશોના 'સંયુક્ત રક્ષા' સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે. એટલે અમેરિકા અને સહયોગી દેશ કોઈ પણ ખતરા સામે લડવા માટે તૈયાર છે.
આ પ્રયત્નમાં યુરોપમાં સાત હજાર અમેરિકન સૈનિકોને પણ મોકલાનો વિકલ્પ સામેલ છે. આની સાથે જ તે અન્યોની પણ રિપોઝિશનિંગ કરી રહ્યું છે એટલે નેટોનો પૂર્વીય વિસ્તાર મજબૂત બની શકે.
અમેરિકન વિદેશમંત્રીએ કહ્યું કે અમેરિકા અને લિથુઆનિયા યુક્રેનની સાથે ઊભા થવાની પોતાની પ્રતિબદ્ધતામાં સાથે જ છે.
બ્લિંકને કહ્યું કે, "અમે નેટોની જમીનના એક-એક ઇંચની રક્ષા કરીશું."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.






















