રશિયા અને યુક્રેન સંઘર્ષ : યુદ્ધના દસમા દિવસે શું-શું થયું?
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા અઠવાડિયે, ગુરુવારે ફાટી નીકળેલા સંઘર્ષનો આજે દસમો દિવસ હતો.
સંઘર્ષના સતત દસ દિવસ બાદ રશિયાની સેનાએ યુક્રેનનાં બે શહેરોમાં સંઘર્ષવિરામની જાહેરાત કરી, માનવીય કૉરિડોર બનાવવાની વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય દક્ષિણ કોરિયાની જાયન્ટ મોબાઇલ કંપની સેમસંગે રશિયામાં પોતાનાં મોબાઇલ અને ચિપનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેતાં રશિયા પરના પ્રતિબંધો અંગે ચર્ચા જન્મી હતી.
રશિયા અને યુક્રેન મામલે અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને બીબીસીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં યુક્રેનની જીતની ભવિષ્યવાણી કર હતી.
આ સિવાય સમગ્ર દિવસ દરમિયાનની મહત્ત્વપૂર્ણ અપડેટ્સ અંગે વિગતવાર જાણવા માટે આ અહેવાલ આગળ વાંચો.

સેમસંગે રશિયામાં તેનાં ફોન અને ચિપ્સનું વેચાણ બંધ કર્યું
સ્માર્ટફોન નિર્માતા સેમસંગે 'વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ'ને ધ્યાનમાં રાખીને રશિયામાં તેનાં ફોન અને ચિપ્સનું વેચાણ બંધ કરી દીધું છે.
કંપનીએ કહ્યું છે કે તે "આ જટિલ પરિસ્થિતિ પર નજર રાખશે અને તે પછી જ નિર્ણય લેશે."
દક્ષિણ કોરિયાની સેમસંગ રશિયામાં સૌથી વધુ વેચાતી સ્માર્ટફોન બ્રાન્ડ છે. આ પછી, સૌથી વધુ વેચાણ ચીનની શાઓમી અને અમેરિકાની એપલ દ્વારા કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ કંપનીએ યુક્રેનમાં ચાલી રહેલા માનવતાવાદી રાહતકાર્યને ટેકો આપવા માટે 60 લાખ ડૉલરની મદદની પણ ઑફર કરી છે.
આ પહેલાં શુક્રવારે માઇક્રોસોફ્ટે રશિયામાં તેના સામાનનું વેચાણ બંધ કરી દીધું હતું.
હર્મેસ, કેરિંગ અને ચૅનલ જેવી લક્ઝરી ચીજવસ્તુઓ બનાવતી ઘણી ફ્રેન્ચ કંપનીઓએ પણ રશિયામાં પોતાની દુકાનો બંધ કરી દીધી છે. તેમજ કાર્લ્સબર્ગ બિયર બનાવતી ડેનિશ કંપનીએ પણ રશિયામાં નિકાસ બંધ કરી દીધી છે.

યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્ર તરફ વધી રહી છે રશિયન સેના: UNમાં અમેરિકન રાજદૂત

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂતે કહ્યું કે રશિયન સેના યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્રની પાસે પહોંચી ગઈ છે.
યુક્રેનના સૌથી મોટા પરમાણુ સંયંત્ર ઝૅપોરઝિયા પર ગુરુવારે રશિયાના હુમલા બાદ લિન્ડા થૉમસ ગ્રીનફીલ્ડે ચેતવણી આપી છે કે દુનિયા માંડમાંડ એક આપદાથી બચી છે અને હવે રશિયાના સૈનિકો યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્ર તરફ વધી રહ્યા છે.
તેઓ સંભવતઃ કિએવના દક્ષિણમાં લગભગ 320 કિલોમીટર દૂર આવેલા યુઝૉક્રિન્સ્ક પાવર સ્ટેશનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
થૉમસ ગ્રીનફીલ્ડે કહ્યું, "હજુ પણ એક ખતરો છે. રશિયાની સેના દ્વારા કરાઈ રહેલા ખતરનાક હુમલાને રોકવાની માગ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એકસાથે આવવું જોઈએ."
યુક્રેન પર હુમલા બાદ રશિયન સૈનિકોએ ચેર્નોબિલ પરમાણુ સંયંત્ર પર કબજો કર્યો હતો. ત્યાર બાદથી ત્યાં રેડિયેશનમાં વધારો નોંધાયો હતો. ગુરુવારે રશિયન સેનાએ ઝૅપોરઝિયા સંયંત્ર પર પણ હુમલો કર્યો હતો.

અમેરિકાના વિદેશમંત્રીએ બીબીસીને કહ્યું, રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જીતશે

અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમને ભરોસો છે કે રશિયા સામેની લડાઈમાં યુક્રેનનો વિજય થશે.
તેમણે કહ્યું, "જો રશિયાનો ઇરાદો યુક્રેનની સરકારને હઠાવીને ત્યાં પોતાની કઠપૂતળી સરકાર બનાવવાનો છે તો 4.5 કરોડ યુક્રેનિયનો તેનો સ્વીકાર નહીં કરે."
બ્લિન્કને એમ પણ કહ્યું કે આ યુદ્ધ કદાચ એવું નથી જેવું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઇચ્છતા હતા. યુક્રેનિયન સેના તરફથી મળી રહેલી ટક્કરથી રશિયાની સેના નવમા દિવસે પણ દેશ પર કબજો કરી શકી નથી.
બ્લિન્કને પોતાની છ દિવસીય યુરોપ મુલાકાતના પહેલાં દિવસે બીબીસીના રાજનૈતિક સંવાદદાતા જેમ્સ લૅન્ડેલ સાથે વાતચીત કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ભરોસો છે કે યુક્રેન જીતશે, તો તેમણે કહ્યું, "સમયની સાથે, બિલકુલ."
બ્લિન્કને કહ્યું, "હું તમને એ ના કહી શકું કે આ ક્યાં સુધી ચાલશે. એ પણ નથી કહી શકતો કે કેટલો સમય લાગશે પરંતુ રશિયા વિરુદ્ધ 4.5 કરોડ યુક્રેનિયન પોતાની આઝાદી અને ભવિષ્ય માટે લડી રહ્યા છે, એક એવા યુક્રેન માટે લડાઈ ચાલુ છે જેમાં રશિયાનો હસ્તક્ષેપ ન હોય."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુદ્ધ ખતમ કરવા શું અમેરિકા રશિયામાં સત્તાપરિવર્તન ઇચ્છશે?
તો તેના જવાબમાં બ્લિન્કને કહ્યું, "અમે એમ નથી ઇચ્છતા અને કોઇ પણ પરિસ્થિતિમાં અમે એ નક્કી ન કરી શકીએ. રશિયાના લોકોએ પોતાનું નેતૃત્વ નક્કી કરવાની જરૂર છે."

રશિયાએ બે શહેરોમાં સંઘર્ષવિરામની કરી જાહેરાત

ઇમેજ સ્રોત, Reuters/Ukrainian military handout
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના દસમા દિવસે રશિયાએ યુક્રેનનાં બે શહેરમાં સંઘર્ષવિરામની જાહેરાત કરી છે.
આ સંઘર્ષવિરામ મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરમાં લાગુ થશે.
કિએવમાં હાજર બીબીસી સંવાદદાતા જેમ્સ વૉટરહાઉસના જણાવ્યા પ્રમાણે, રશિયા અને યુક્રેન વચ્ચે જારી જંગના દસમા દિવસે રશિયાએ સંઘર્ષવિરામની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર કરેલા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ રશિયાની સેના મોસ્કોના સમયાનુસાર 10 વાગ્યે હુમલો રોકશે, જેથી લોકોની મદદ માટે માનવીય કૉરિડૉર ખુલ્લા મૂકી શકે.
તેના દ્વારા મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરોના નાગરિકોને મદદ કરવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રશિયન સરકાર સમર્થિત મીડિયા હાઉસ સ્પુતનિકે પણ જાણકારી આપી છે કે સંઘર્ષવિરામ દરમિયાન સામાન્ય લોકોની મદદ માટે માનવીય કૉરિડૉર ખોલાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સંઘર્ષવિરામની જાહેરાત એવા સમયે થઈ છે કે યુક્રેનના અધિકાંશ વિસ્તારોમાં વિનાશકારી માનવીય સંકટની આશંકા છે. તેમાં કિએવ, ખારકિએવ, સુમી, ચેર્નિગોવ અને મારિયુપોલ સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંનાં છે.
યુક્રેનના રાષ્ટ્રપતિના સહયોગી મિખાઇલ પોદોલિયાકે કહ્યું હતું કે લગભગ બે લાખ લોકો મારિયુપોલથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લગભગ 20 હજાર લોકો દોનેત્સ્કના વોલ્નોવાખા વિસ્તારને છોડવા માગે છે.
હાલના સમયમાં યુક્રેનના સૌથી મોટા બે બંદરો ધરાવતા શહેર મારિયુપોલ અને વોલ્નોવાખાને રશિયન સેનાએ ઘેરી લીધાં છે અને અહીં હુમલા ચાલુ છે.

મારિયુપોલના મેયરની અપીલ: રશિયન સેના કરી રહી છે ક્રૂર હુમલા

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ યુક્રેનનાં મોટાં શહેરોમાંથી એક મારિયુપોલના મેયર વેદિમ બોઇચેન્કોએ કહ્યું હતું કે રશિયન સેનાએ શહેરને ચારેબાજુથી ઘેરી લીધું છે અને 'ક્રૂર હુમલા' કરી રહી છે. જેથી લોકોને બચાવવા માટે માનવીય કૉરિડૉરની જરૂર છે.
બોઇચેન્કોએ કહ્યું કે તેઓ સંઘર્ષવિરામ ઇચ્છે છે અને તેમની માગ છે કે એક માનવીય કૉરિડૉર બનાવવામાં આવે, જેથી ભોજન, પાણી અને લોકો માટે જરૂરી દવાઓ મેળવી શકાય.
બોઇચેન્કોએ આ પહેલાં માનવીય ત્રાસદીની ચેતવણી આપી ચૂક્યા છે. શહેર પર ગુરુવારથી જ રશિયન સેનાના હુમલા ચાલુ છે.
આ શહેરમાં લગભગ 4.50 લાખ લોકો રહે છે. રશિયન હુમલા વચ્ચે આ શહેરમાં વીજળી અને પાણીનો જથ્થો કાપી નાખવામાં આવ્યો છે.
મારિયુપોલમાં યુક્રેનનું સૌથી મોટું બંદર છે અને રણનૈતિક સ્તરે તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો આ શહેર રશિયન સેનાના કબજામાં આવી જાય તો ક્રાઇમિયાને દોનેત્સ્ક અને લુહાન્સ્ક સાથે જમીનમાર્ગે જોડી શકાશે. દોનેત્સ્ક અને લુહાન્સ્ક રશિયા સમર્થિત અલગતાવાદીઓના કબજાવાળા વિસ્તારો છે.
આ વચ્ચે મળી રહેલા અહેવાલો અનુસાર ઉત્તરપૂર્વમાં વસેલા શહેર સૂમી અને ખારકિએવના એક ટ્રેન સ્ટેશન પર પણ રૉકેટ હુમલા થયા છે.

રશિયાના ગોળીબાર વચ્ચે લોકોના સ્થળાંતરની પ્રક્રિયા રોકવામાં આવી

ઇમેજ સ્રોત, EPA
સંઘર્ષવિરામની ઘોષણા છતાં મારિયુપોલમાંથી લોકોના સ્થળાંતરની પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે. મારિયુપોલની સિટી કાઉન્સિલે આ જાણકારી આપી છે.
તેમનું કહેવું છે કે રશિયન પક્ષ અસ્થાયી સંઘર્ષવિરામનું પાલન કરી રહ્યા નથી.
તેમને જણાવ્યું કે સામાન્ય નાગરિક વેરવિખેર ન થાય અને છુપાઈ જવા માટે જગ્યા શોધે. આગળની જાણકારી તેમને જલદી જ જારી કરવામાં આવશે.
આ પહેલાં મારિયુપોલના ડૅપ્યુટી મેયરે કહ્યું હતું કે સંઘર્ષવિરામ લાગુ કરવાની રશિયાની ઘોષણા બાદ પણ હુમલા ચાલી રહ્યા છે.
મારિયુપોલમાં અત્યારે પણ ધડાકા સંભળાઈ રહ્યા છે.
મારિયુપોલના ડૅપ્યુટી મેયર સેરેઈ ઓરલોફે બીબીસીને જણાવ્યું કે "રશિયનો અમારા પર બૉમ્બમારો કરી રહ્યા છે અને ગોળીઓ ચલાવી રહ્યા છે."

ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી - ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે.
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારની સાંજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા, એ પડકારભર્યું છે કારણ કે ત્યાં હિંસા જારી છે અને પરિવહનની પણ કમી છે, સૌથી સારો વિકલ્પ સંઘર્ષવિરામ જ હોઈ શકે છે.
તેમણે જણાવ્યું કે હવે ભારત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે યુક્રેનમાં હજુ કેટલા ભારતીયો બાકી છે, દૂતાવાસ એ લોકો સાથે સંપર્ક કરશે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.
મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં 13,300 લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
પાછલા 24 કલાક દરમિયાન 15 ઉડાણ થકી 2,900 લોકો ભારત પાછા ફર્યા અને આવનારા 24 કલાકમાં 13 ઉડાણ યોજાવાની છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















