કોલોરાડો હુમલો : બંદૂકધારી શખ્સે સ્ટોરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી, પોલીસકર્મી સહિત છનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના કોલોરાડોના બોલ્ડર શહેરમાં થયેલા એક ગોળીબારમાં પોલીસકર્મી સહિત છ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે પોલીસે યુએસના મીડિયાને માહિતી આપી હતી.
ગોળીબાર સ્થાનિક સમય પ્રમાણે બપોરે અઢી વાગ્યે શરૂ થયો હતો અને બંદૂકધારી શખ્સે ગ્રોસરી સ્ટોરીમાં ઘૂસીને ગોળીઓ વરસાવવા માંડ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પોલીસે અંદાજે 20 મિનિટ બાદ ટ્વીટ કર્યું હતું કે ટેબલ મેસા વિસ્તારના સ્ટોરમાં ગોળીબાર થઈ રહ્યો છે.
બે કલાક બાદ પોલીસે લોકોને એ વિસ્તારમાં જવાનું ટાળવા માટે ચેતવ્યા હતા. ટ્વીટમાં એવું પણ લખ્યું હતું કે "કોઈ પણ વ્યૂહાત્મક માહિતી સોશિયલ મીડિયા પર બ્રોડકાસ્ટ ન કરો."
પ્રત્યક્ષદર્શીઓ અને બોર્ડકાસ્ટ્સ દ્વારા ગોળીબારની ઘટનાનું યૂટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ કરાયું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એક વીડિયોમાં અવાજ સંભળાય છે, "મને નથી ખબર શું થઈ રહ્યું છે, કોઈને ઈજા થઈ છે." કૅમેરામૅન બૂમ પાડે છે, "ત્યાં શૂટર છે, દૂર ખસો."
તે દુકાનથી દૂર ભાગે છે અને ગોળીબારનો અવાજ સંભળાય છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં બોલ્ડર પોલીસ દળના કમાંડર કેરી યામાકુશીએ તેમના પોલીસકર્મીઓનાં વખાણ કરતાં કહ્યું કે 'ભારે જાન-માલના નુકસાનથી લોકોને બચાવી લીધા છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક શંકાસ્પદ વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે અને તેને ઈજાઓ થઈ છે, જેની સારવાર કરાઈ રહી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























