અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય ઘટાડીને ભૂલ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિનિયર રિપબ્લિકન નેતાઓએ અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી અમેરિકન સૈન્ય ઘટાડવાની યોજના પર ચિંતા વ્યક્ત કરી છે સાથે જ ટ્રમ્પ વહીવટી તંત્રની ટીકા પણ કરી છે.
અમેરિકાના સંરક્ષણવિભાગે જણાવ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી 2500 અમેરિકન સૈનિકોને પરત બોલાવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં વર્ષોથી કહી રહ્યા હતા કે સૈનિકોને પરત બોલાવી લેવામાં આવે, ઉપરાંત તેમણે અમેરિકાની વિદેશમાં દખલગીરીની પણ ટીકા કરી હતી.
પરંતુ સૅનેટમાં જેમની બહુમતી છે તે નેતા અને ટ્રમ્પના કટ્ટર ડિફેન્ડર મિટ્ચ મૅકકૉનલે પણ સૈન્યને પરત બોલાવવાની યોજનાને 'એક ભૂલ' ગણાવી હતી.
તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તેઓ વ્હાઇટ હાઉસ છોડતા પહેલાં "સંરક્ષણ અને વિદેશનીતિની બાબતમાં કોઈ આકરાં પગલાં ન લે."
ડોનાલ્ડ ટ્રમ્પે ડેમૉક્રેટિક પાર્ટીના જો બાઇડનનો હજુ પણ સ્વીકાર કર્યો નથી. 20 જાન્યુઆરી, 2021એ જ્યારે બાઇડને રાષ્ટ્રપતિપદના શપથ લેશે તેના પાંચ દિવસ પહેલાં સૈનિકોના ઘટાડા માટેની તારીખ ગણવામાં આવી છે.
ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં "આપણા સૌથી લાંબા યુદ્ધથી કંટાળી ગયા છે". તેમણે એમ પણ કહ્યું હતું કે "યુદ્ધનો અંત જવાબદારીથી લાવવાની જરૂર છે, એવી રીતે કે જે આપણા દેશને સંરક્ષણ આપે અને કદી પાછા જવું પડે નહીં. તે બંને પ્રકારે જોખમો સામે રક્ષણ આપે "
ઇરાકમાં 500થી 2500 સુધી અમેરિકન સૈનિકોનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે અફઘાનિસ્તાનમાં કામ કરી રહેલા લોકોની સંખ્યા 4500થી ઘટાડીને 2500 કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી ક્રિસ મિલરે આ પગલાને ડોનાલ્ડ ટ્રમ્પની "અફઘાનિસ્તાન અને ઇરાકમાં ચાલી રહેલા યુદ્ધનો સફળ અને જવાબદાર અંત લાવવા અને અમેરિકાના બહાદુર સૈનિકોને ઘરે પરત લાવવાની" યોજાનાનું પ્રતિબંબ ગણાવ્યું હતું.
આ જાહેરાત પછી, કેટલાંક રૉકેટ બગદાદના ગ્રીન ઝોનમાં આવેલી અમેરિકાની ઍમ્બેસીની નજીક પડ્યાં. ગત મહિને ઈરાન સમર્થિત ઇરાકના ઉગ્રવાદીઓ સાથે ઍમ્બેસીના પરિસરને ટાર્ગેટ ન કરવા સહમત થયા હતા. ત્યારબાદ પહેલી વખત આ ઘટના બની છે. જાનહાનિ અથવા ઘાયલ થવાના કોઈ સમાચાર હાલ સુધી આવ્યા નથી.

અફઘાનિસ્તાન અને ઇરાકમાં અમેરિકાનું સૈન્ય શું કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનું સૈન્ય 2001થી અફઘાનિસ્તાનમાં છે. 11 સપ્ટેમ્બર, 2001એ અલ-કાયદા દ્વારા અમેરિકામાં કરાયેલા હુમલાના વિરોધમાં તેમના નેતૃત્વમાં બનેલા ગઠબંધને થોડાં જ અઠવાડિયાં પછી તાલિબાનને હાંકી કાઢ્યું હતું.
તાલિબાન ફરીથી એકઠા થયા અને તેમણે તેમનું પોતાનું ઉગ્રવાદીઓનું સૈન્ય તૈયાર કર્યું. 2018 સુધીમાં તે દેશના બે તૃતીયાંશ ભાગ પર રાજ કરતું હતું.
આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિકરારના ભાગરૂપે અમેરિકા સૈન્ય ઘટાડી રહ્યું છે.
અમેરિકાના હજારો સૈનિકો ઇસ્લામિક સ્ટેટ(આઈએસ) જૂથ સામે લડવા માટે બનાવેલા આંતરાષ્ટ્રીય ગઠબંધનનો ભાગ હતા.

રિપબ્લિકન્સે કેમ ટીકા કરી?

ઇમેજ સ્રોત, Drew Angerer/Getty Images
મૅકકૉનલની સાથે સાથે બીજા પણ અનેક સિનિયર રિપબ્લિકન નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ટૅક્સાસના રિપબ્લિક કૉંગ્રેસમેન મૅક થૉર્નબેર્રીએ આ પગલાને "ભૂલ" ગણાવી કહ્યું હતું કે હાલ સૈનિકોને ઘટાડવાથી અફઘાનિસ્તાનમાં લડાઈનો અંત લાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલી ચર્ચા પર અસર પડશે.
સૅનેટર બૅન સાસ્સે, કે જેઓ સૅનેટ ઇન્ટેલિજન્સ કમિટી સાથે બેસે છે, તેમણે કહ્યું આ "પીછેહઠને નબળી બનાવશે" અને "વાસ્તવિકતા પર આધારિત નથી અને દુનિયાને વધુ ખતરનાક સ્થળ બનાવશે."
નાટો સેક્રેટરી જનરલ જૅન સ્ટૉલેન્બર્ગે મંગળવારે કહ્યું, "ખૂબ જ ઝડપી અને અસંયોજિત રીતે બધુ છોડી દેવાની ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે."
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, "અફઘાનિસ્તાન ફરી એક વાર આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ માટે હુમલાઓનું આયોજન કરવા માટેનું મંચ બને તેનું જોખમ છે. "
અમેરિકાના કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી મિલરે પુષ્ટિ કરી ન હતી કે જો તૈયાર કરાયેલા પ્લાનને સંયુક્ત ચીફ ઑફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલ દ્વારા સમર્થન કરવામાં આવ્યું હોય, પરંતુ કહ્યું કે લશ્કરી કમાન્ડરોએ તેને અમલમાં મૂકવા સંમતિ આપી હતી.
તેમણે કહ્યું હતું કે અમેરિકા ઉગ્રવાદીઓને હરાવવાના તેમના હેતુ માટે "લડાઈમાં લીડ મેળવવા માટે સ્થાનિક ભાગીદારો અને સાથીઓની મદદ કરશે."
તેમણે કહ્યું, "અમે અમારાં બાળકોને કાયમી યુદ્ધના ભારે બોજમાંથી મુક્ત અને સુરક્ષિત રાખીશું અને અમે અફઘાનિસ્તાન, ઇરાક અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની સેવાઓમાં આપેલા બલિદાનનું સન્માન કરીશું."
માત્ર એક જ ડેમૉક્રેટિક નેતાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ પગલાને ટેકો આપ્યો હતો. હાઉસની આર્મ્સ સર્વિસ કમિટીના અધ્યક્ષ ઍડમ સ્મિથે કહ્યું કે તે "સાચો નીતિગત નિર્ણય" હતો.
તેમણે નિવેદનમાં લખ્યું છે, "જ્યારે આ ક્ષેત્રમાં સંઘર્ષનો ઇતિહાસ જટિલ છે અને અમારી સીધી સંડોવણીની અપેક્ષા રાખે છે, લગભગ 20 વર્ષ સશસ્ત્ર સંઘર્ષ પછી, અમેરિકાના લોકો અને અફઘાનિસ્તાનના લોકો હિંસા સમાપ્ત થાય એ માટે તૈયાર થયા છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















