ફિલિપિન્સમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું, 16 લોકોનાં મૃત્યુ, 19 લાખ લોકોને અસર

ફિલિપિન્સમાં અનેક સ્થળોએ વીજળીના થાંભલા, વૃક્ષો પડી ગયા

ઇમેજ સ્રોત, RED CROSS PHILIPPINES

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ફિલિપિન્સમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું છે અને તેમાં અત્યાર સુધી 16 લોકો મૃત્યુ પામ્યાં છે. આ વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને પવનથી ફિલિપિન્સમાં 19 લાખ લોકોને અસર પહોંચી છે.

વાવાઝોડાને કારણે 225 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે અને ભારે તબાહી થઈ છે. ઇમારતોને નુકસાન થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફિલિપિન્સમાં આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થા રૅડ ક્રૉસના પ્રમુખ ડિક ગૉર્ડને કહ્યું છે કે 70 હજારની વસતી ધરાવતા વિરાક શહેરમાં ગોની વાવાઝોડાને કારણે ખૂબ નુકસાન થયું છે.

કટાન્ડુએન્સ ટાપુ પર ગોની વાવાઝોડાને કારણે 16 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગોની વાવાઝોડું સ્થાનિક સમય મુજબ રવિવારે 4.50 કટાન્ડુએન્સ ટાપુ પર 225 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ત્રાટક્યું હતું, જોકે એ પછી તેની તીવ્રતામાં ઘટાડો થયો હતો.

હજારો લોકોને વાવાઝોડાને કારણે ખસેડવા પડ્યા છે. જોકે ફિલિપિન્સની રાજધાની મનિલા પર આ વાવાઝોડાની ખાસ અસર નથી થઈ.

ગોનીને ફિલિપિન્સમાં રૉલી નામથી ઓળખાય છે અને વર્ષ 2013માં હૈયન વાવાઝોડા પછીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે, જેમાં છ હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

line

લાખો લોકો અસરગ્રસ્ત

વાવાઝોડાને કારણે વિરૅક શહેરમાં 90 ટકા ઇમારતો ધ્વસ્ત થવાની આશંકા

ઇમેજ સ્રોત, Reuters

ગોની વાવાઝોડાએ રાજધાની મનીલાના મુખ્ય એવા લુઝોન ટાપુ પર ભારે તબાહી મચાવી છે.

ફિલિપિન્સની રાષ્ટ્રીય ડિઝાસ્ટર એજન્સીના માર્ક ટિમ્બાલે બીબીસીને કહ્યું કે ગોનીના રસ્તામાં પડતાં 19 લાખ લોકોને અસર પહોંચી છે. આ 19 લાખ લોકોમાં ભૂસ્ખલન, પૂર, ચક્રવાત અને જ્વાળામુખીના ડેન્ઝર ઝોનમાં આવતા લોકોનો પણ સમાવેશ થાય છે.

મનીલાસ્થિત બીબીસીના હાર્વડ જોન્સનનું કહેવું છે કે કટાન્ડુએન્સ ટાપુ પર આવેલું શહેર વિરાક ચિંતાનું કારણ છે. આ શહેરમાં 70 હજાર લોકો રહે છે અને વાવાઝોડા પછી એમનો સંપર્ક કપાઈ ગયો છે.

કટાન્ડુએન્સ ટાપુ પર વિરાક શહેરમાં સૌથી પહેલા વાવાઝોડું ત્રાટક્યું હતું.

રેડ ક્રૉસે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે સ્થાનિક મ્યુનિસિપલ પ્રશાસન હેઠળ આવેલી 80-90 ટકા ઇમારતોને નુકસાન થયું છે.

કટાન્ડુએન્સ ટાપુ પર છ લોકોનું મૃત્યુ થયું છે. જોકે સ્થાનિક ઍરપૉર્ટ અને સીપોર્ટ પર બહુ નુકસાન થયું નથી.

સોશિયલ મીડિયા પર હૅશટૅગ #Where is Catanduanes અને #NasaanAngCatanduanes હેઠળ લોકો આ વાવાઝોડા અંગેની માહિતી શૅર કરી રહ્યા છે.

ઍલબેમાં એક પાંચ વર્ષના બાળક સહિત દસ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ છે.

line

ફિલિપિન્સે શું તૈયારી કરી હતી?

ફિલિપિન્સમાં અનેક સ્થળોએ વીજળીના થાંભલા, વૃક્ષો પડી ગયા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ફિલિપિન્સમાં અનેક સ્થળોએ વીજળીના થાંભલા, વૃક્ષો પડી ગયા

ફિલિપિન્સમાં સામાન્ય રીતે વાવાઝોડાં આવતાં રહેતા હોય છે, વર્ષે સરેરાશ 20 જેટલાં વાવાઝોડા અને ચક્રવાત આવતાં હોય છે.

આ વર્ષે કોવિડ-19 વાઇરસને કારણે ફિલિપિન્સ પહેલાથી સંકટ અનુભવી રહ્યું છે. અત્યાર સુધી દેશમાં 380,739 કેસ આવ્યા છે અને 7,221 મૃત્યુ નોંધાયાં છે.

આશરે 3,47,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

કોરોના સંક્રમિતોની સારવાર આઇસોલેશન ટેન્ટમાં કરવામાં આવી રહી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો