પાકિસ્તાનની સંસદમાં ખરેખર લાગ્યા 'મોદી-મોદી'ના નારા? - ફૅક્ટ ચેક

ભારતીય મીડિયા
    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

કેટલીક ભારતીય મીડિયા સંસ્થાઓ દ્વારા એવો દાવો કરાયો છે કે પાકિસ્તાનની સંસદમાં એક ચર્ચા દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામના નારા પોકારવામાં આવ્યા.

એવું કહેવાઈ રહ્યું છે કે તે સમયે સંસદમાં ફાંસમાં એક શિક્ષકની હત્યા મામલે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જાણીજોઈને પાકિસ્તાની સાંસદોએ વડા પ્રધાન મોદીનું નામ લીધું.

પરંતુ શું ખરેખર પાકિસ્તાનની સંસદમાં વડા પ્રધાનના નામના નારા લગાવવામાં આવ્યા હતા? આ વાતની હકીકત શું છે?

line

પાકિસ્તાનની સંસદમાં શું થયું હતું?

વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી

ઇમેજ સ્રોત, Getty Images

26 ઑક્ટોબર, સોમવારે પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ખ્વાજા આસિફ ફાન્સમાં પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન પ્રકાશિત થવાની નિંદા કરવાના પ્રસ્તાવ પર વોટિંગની માગ કરી રહ્યા હતા. આ માગમાં અન્ય સાંસદ પણ સામેલ હતા.

ફ્રાન્સમાં એક ક્લાસમાં આ વિવાદિત કાર્ટૂન બતાવ્યા બાદ એક શિક્ષકની હત્યા કરાઈ હતી. શિક્ષક અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય વિશે ભણાવી રહ્યા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ આ ઘટનાની નિંદા કરતા અપાયેલ નિવેદન અંગે કેટલાક મુસ્લિમ દેશોમાં નારાજગી વ્યક્ત કરાઈ હતી. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ આ નિવેદનની નિંદા કરી હતી.

પાકિસ્તાનમાં સરકાર અને વિપક્ષ બંને આ વિવાદ પર પોતપોતાના પ્રસ્તાવ લઈ આવ્યા.

ચર્ચા દરમિયાન જ્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગૃહને સંબોધિત કરવાનું શરૂ કર્યું ત્યારે વિપક્ષે 'વોટિંગ', 'વોટિંગ'ના નારા પોકારવાનું શરૂ કરી દીધું.

વિપક્ષ સરકારના પ્રસ્તાવને બદલે પોતાના પ્રસ્તાવ પર વોટિંગ કરાવવામાં આવે તેવી માગ કરી રહ્યો હતો.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, NARENDRA MODI/YOU TUBE

ભારતીય મીડિયા ચેનલો, ડિજિટલ પ્લૅટફૉર્મ અને સોશિયલ મીડિયા પર આ જ બે મિનિટના એક નાના વીડિયોને ચલાવવામાં આવ્યો જેમાં વીડિયોનો કોઈ સંદર્ભ નહોતો જણાવાયો.

ટાઇમ્સ નાઉ, ઇન્ડિયા ટીવી, ઇકોનૉમિક્સ ટાઇમ્સ અને સોશિયલ મીડિયા યુઝર તમામે ખોટો દાવો કર્યો કે પાકિસ્તાનમાં વિપક્ષના નેતાઓએ ઇમરાન ખાનને શરમમાં પાડવા માટે 'મોદી-મોદી'ના નારા પોકાર્યા.

ત્યાર બાદ ઇકોનૉમિક ટાઇમ્સે પોતાનો રિપોર્ટ હઠાવી લીધો. ટાઇમ્સ નાઉએ પણ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે પરંતુ તેમનો રિપોર્ટ ઇન્ટરનેટ પર હજુ પણ મોજૂદ છે જેમાં પાકિસ્તાની સંસદમાં થઈ રહેલી ચર્ચાની વીડિયો ક્લિપ છે.

જોકે એ વાત તો સત્ય છે કે પાકિસ્તાનની સંસદમાં વડા પ્રધાન મોદીનું નામ લેવાયું હતું પરંતુ અન્ય સંદર્ભમાં.

વડા પ્રધાન મોદીનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે શાહ મહમૂદ કુરેશીએ વિપક્ષ પર ભારતીય એજન્ડા પ્રમાણે બોલવાનો આરોપ લગાવ્યો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ચર્ચા દરમિયાન વિદેશમંત્રી કુરૈશીએ દાવો કર્યો કે વિપક્ષ સેનામાં ફાટ પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમણે આ પ્રયત્નને પાકિસ્તાનવિરોધી મત કેળવવાનો પ્રયત્ન ગણાવ્યો.

ત્યારે સરકારના સમર્થક ઉર્દૂમાં કંઈક આવા નારા પોકારવા માંડ્યા - 'મોદી કા જો યાર હે, ગદ્દાર હે, ગદ્દાર હે.' તેમને આ નારા પોકારતા સ્પષ્ટપણે સાંભળી શકાય છે.

પરંતુ ભારતમાં ચલાવાઈ રહેલા સમાચારોમાં આ વિશે કંઈ જ નથી બતાવાયું.

ભારતમાં જે વીડિયોને બતાવીને દાવો કરાઈ રહ્યો છે કે પાકિસ્તાની સંસદમાં વિપક્ષે મોદીના સમર્થનમાં નારા લગાવ્યા, તે બિલકુલ અપ્રાસંગિક છે.

તમે પાકિસ્તાનની સંસદમાં થયેલી ચર્ચા અહીં જોઈ શકો છો.

આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે જ્યારે પાકિસ્તાનમાં થયેલી ઘટનાઓને ભારતમાં ખોટી રીતે મૂકવામાં આવી હોય.

હાલમાં જ ભારતીય મીડિયામાં બતાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના શહેર કરાચીમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે પરંતુ તે સાચા સમાચાર નહોતા.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો