કોરોના વાઇરસ: ફ્રાન્સમાં એક દિવસમાં આવ્યા 30 હજારથી વધુ કેસ, યુરોપમાં દરરોજ એક હજારથી વધારે મૃત્યુ

કોરોના

ઇમેજ સ્રોત, Alain Pitton/NurPhoto via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ફ્રાન્સમાં ગુરુવારે કોરોના વાઇરસના 30,261 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલાં બુધવારે 22,591 નવા કેસ સામે આવ્યા હતા.

ફ્રાન્સમાં વધી રહેલા કેસોને ધ્યાને રાખીને ફ્રાન્સની સરકારે પેરિસ સહિત નવ શહેરોમાં શનિવાર રાત્રે કર્ફ્યૂ લાગુ કર્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે લોકોના જીવ બચાવવા માટે આકરા પ્રતિબંધ મૂકવા 'અત્યંત જરૂરી' છે.

યુરોપમાં લાખો લોકોને કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેરને જોતાં તેમણે ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ.

શનિવારે લંડનમાં ઇનડોર સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે કારણ કે લંડન અને તેની આસપાસના વિસ્તારમાં કોરોના ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ફ્રાન્સ, ઇટાલી, પૉલેન્ડ અને જર્મની જેવા દેશોમાં ગુરુવારે મોટા પ્રમાણમાં ટેસ્ટ શરૂ થયા પછી એક દિવસમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

ગુરુવારે રશિયામાં 286 લોકોનાં મૃત્યુના સમાચાર આવ્યા હતા. કોરોના વાઇરસ ફેલાયો પછી આ રશિયામાં એક દિવસમાં હાલ સુધી થનારાં સૌથી વધારે મૃત્યુ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યુરોપની સરકારોને કહ્યું કે તેઓ કાર્યવાહી કરે કારણ કે હવે યુરોપમાં રોજ એક હજારથી વધારે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.

line

ફ્રાન્સમાં કેવી સ્થિતિ છે?

યુરોપમાં કોરોનાને લઈને ગંભીર સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુરોપમાં કોરોનાને લઈને ગંભીર સ્થિતિ

બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રોંએ નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. શનિવારથી પેરિસ અને અન્ય આઠ શહેરોમાં લોકોને રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ઘરમાંથી નીકળવાની પરવાનગી નથી.

આ પ્રતિબંધ ઓછામાં ઓછા ચાર અઠવાડિયાં સુધી લાગુ રહેશે. મેક્રોંનું કહેવું છે કે તેઓ એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે કે રોજના કોરોના પૉઝિટિવના કેસ 3 હજારથી નીચે રહે.

ગુરુવારે ફ્રાન્સમાં કોરોનાને કાબૂ કરવામાં ભ્રષ્ટાચાર આચરાયો છે કે કેમ? તે જાણવા આરોગ્યમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને ત્યાં પોલીસે રેઇડ પાડી હતી.

વિશ્વ સ્વાસ્થ્યસંગઠનના યુરોપના ડિરેક્ટર હેન્સ ક્લગે ગુરુવારે કહ્યું, "માર્ચ અને એપ્રિલની સરખામણીમાં જ્યારે કોરોના વાઇરસને પહેલીવાર યુરોપમાં પ્રવેશ્યો તેના કરતાં હાલ પાંચ ગણા વધારે દરદીઓનાં મૃત્યુ થાય છે."

તેમણે કહ્યું કે હાલના કેટલાંક અઠવાડિયાંમાં કોરોનાના કેસ વધી રહ્યા છે કારણ કે યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ મૃત્યુદર ઓછો હોવાનું કારણ એ છે કે ઘરડાની સરખામણીએ યુવાનો કોરોનાથી ઓછી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે.

ડૉક્ટર હેન્સે કહ્યું કે જો યુરોપની સરકારોએ પ્રતિબંધમાં નરમાશ રાખી તો જાન્યુઆરી 2021 સુધી કોરોનાથી એપ્રિલ મહિનામાં કોરોનાના કારણે જેટલા લોકો રોજ મૃત્યુ પામતા હતા તેનાથી ચારથી પાંચ ગણા વધારે લોકો પોતાનો જીવ ગુમાવશે.

line

યુરોપમાં નવા પ્રતિબંધ

યુરોપિયન દેશોમાં કોરોનાનો સંકટ

ઇમેજ સ્રોત, COSTAS BALTAS

ઇમેજ કૅપ્શન, યુરોપિયન દેશોમાં કોરોનાનો સંકટ

ઇટાલીના દક્ષિણના વિસ્તારોમાં સ્કૂલો બે અઠવાડિયાં માટે બંધ કરવામાં આવી છે.

ચેક રિપબ્લિકમાં સ્કૂલ અને બાર બંધ કરી દેવામાં આવ્યાં છે તેમ છતાં સંક્રમણના કેસ વધી રહ્યા છે.

સરકારે ફિલ્ડ હૉસ્પિટલ બનાવવા કહ્યું છે અને વિદેશમાં કામ કરી રહેલા ડૉક્ટરને દેશમાં પરત ફરવા કહેવામાં આવી રહ્યું છે.

જર્મનીમાં વધારે ભયાનક વિસ્તારોમાં બાર અને રેસ્ટોરાં જલદી બંધ કરી દેવાય છે. ગુરુવારે ત્યાં 6638 નવા કેસ નોંધાયા જે મહામારી શરૂ થઈ તે પછીના સૌથી વધારે કેસ છે.

નેધરલૅન્ડમાં પણ, રેસ્ટોરાં અને કૉફી શૉપમાં ખાલી ટેકઅવેને અનુમતિ આપવામાં આવી છે. ખાનગી ઘરમાં પણ એક દિવસમાં ત્રણથી વધારે મહેમાનને આવવાની પરવાનગી નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો