લંડન : પોલીસે છૂરાબાજીમાં મૃત્યુ પામનારની ઓળખ જાહેર કરી

હુમલાખોર ઉસ્માન ખાન

ઇમેજ સ્રોત, WEST MIDLANDS POLICE

ઇમેજ કૅપ્શન, હુમલાખોર ઉસ્માન ખાન
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્રીય લંડનના લંડન બ્રિજ પર ઘટેલી છૂરેબાજીની ઘટનામાં બે લોકોનાં શુક્રવારે મૃત્યુ થયાં છે. સાથે પોલીસની ગોળીથી સંદિગ્ધ હુમલાખોર પણ માર્યો ગયો છે.

આ કેસમાં પોલીસે શનિવારે હુમલાખોરનું નામ જાહેર કર્યું છે. પોલીસના કહેવા મુજબ ઉસ્માન ખાને આ હુમલો કર્યો. અગાઉ ઉસ્માન ખાનને શહેરના સ્ટૉક એક્સચેંજમાં બૉમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડવા બદલ સજા થઈ હતી.

2018માં એમને ઇલેકટ્રોનિક ટૅગ પહેરી રાખવાની શરત સાથે જેલમુકત કરવામાં આવ્યા હતા.

શુક્રવારે આ ઘટના ઘટી એના થોડા કલાકો બાદ હૉલૅન્ડના ધ હેગ શહેરમાં એક ડિપાર્ટમેંટલ સ્ટોરમાં પણ એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કર્યાનું સ્થાનિક પોલીસ જણાવે છે. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી.

પોલીસે ભોગ બનનારનું નામ પણ જાહેર કર્યું છે. શુક્રવારની ઘટનામાં કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના સ્નાતક જૅક મેરિયટ મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં અન્ય એક મહિલાનું પણ મૃત્યુ થયું છે પરંતુ પોલીસે હજી સુધી તેમનું નામ જાહેર નથી કર્યું.

ભોગ બનનાર જૅક મેરિયટ

ઇમેજ સ્રોત, Other

ઇમેજ કૅપ્શન, ભોગ બનનાર જૅક મેરિયટ

જ્યારે બીજી તરફ લંડન બ્રિજ પર ઘટેલી ઘટનાને લંડનની મેટ્રોપોલિટન પોલીસે 'આતંકી ઘટના' ગણાવી છે.

પોલીસના કહેવા પ્રમાણે હુમલાખોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અને હુમલાખોરે નકલી વિસ્ફોટક જૅકેટ પહેર્યું હતું.

પોલીસનું કહેવું છે કે સ્થાનિક સમયાનુસાર બપોરે બે વાગ્યા આસપાસ બ્રિજ પાસે ચાકુ વડે હુમલો થયો હતો.

બીબીસીના જૉન મૅકમનસ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે જણાવ્યું કે બ્રિજ પર પુરુષોનું એક ટોળું લડતું હતું. તેમનું કહેવું છે કે જ્યારે પોલીસ આવી ત્યારે તેમણે ગોળી ચલાવીને ટોળાને વીખેરી નાખ્યું.

line

સ્ટેશન બંધ કરાયાં

ભાગતાં લોકો

ઇમેજ સ્રોત, PA Media

બ્રિટિશ ટ્રાન્સપૉર્ટ પોલીસનું કહેવું છે કે લંડન-બ્રિજ સ્ટેશનને બંધ કરી દેવાયું છે અને કોઈ ટ્રેન ત્યાં રોકાશે નહીં.

પોલીસે લોકોને સલાહ આપી છે કે તેઓ ઘટનાસ્થળ પર હાજર ઑફિસરોની સલાહ માને.

મૅકમનસે બીબીસી ન્યૂઝચેનલને જણાવ્યું કે તેઓ થોડા સમય પહેલાં જ લંડન-બ્રિજ પર સાઉથ બૅન્કથી નૉર્થ બૅન્ક તરફ જઈ રહ્યા હતા.

"એવું લાગતું હતું કે બ્રિજના છેડે લડાઈ થતી હતી, જેમાં ઘણા લોકો એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યા હતા."

"સશસ્ત્ર પોલીસ સાથે પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને એ વ્યક્તિ પર ગોળીઓ વરસાવી."

પોલીસ

ઇમેજ સ્રોત, Reuters

લંડન-બ્રિજના એક રેસ્ટોરાંમાં ફસાયેલાં નૉઆ બૉડનરે બીબીસી ન્યૂઝ ચેનલને કહ્યું, "લોકોનું ટોળું અંદર આવી રહ્યું હતું અને બધા ટેબલ નીચે ઘૂસી રહ્યા હતા."

"અમને કહેવાયું કે અમે બારીઓથી દૂર રહીએ. જે લોકો બહારથી આવ્યા હતા એમણે કહ્યું કે ગોળીઓ ચલાવાઈ છે."

"મૅનેજર ભાગતાં-ભાગતાં દરવાજો બંધ કરવા આવ્યા અને તેમણે સ્ટાફને કહ્યું કે તેઓ રેસ્ટોરાં સામેથી ખસી જાય."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો