બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

જંત્રી ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો. અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

line

જંત્રીનાં ભાવમાં 100 ટકા વધારો કરવાની જાહેરાત કર્યા બાદ, સરકારે આ નવા ભાવની અમલવારી 15 એપ્રિલ સુધી અટકાવી દીધી છે. જોકે, એવા અનેક લોકો છે કે જેમણે મકાન કે કોઈ પણ મિલકત ખરીદતી વખતે સરકારના આ નિર્ણયને કારણે ફેરફારો કરવા પડ્યાં છે. આ સ્થિતિમાં એ સમજવું ઉપયોગી બની શકે કે જંત્રીના આ ભાવવધારાની અસર સામાન્ય ખરીદદારને કેમ અને કેવી રીતે પડશે.

અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા હિતેશ બારોટે હાલમાં જ બે બેડરૂમ હૉલ અને કિચન (2 બીએચકે) ધરાવતા એક ફ્લૅટનો સોદો કર્યો હતો. દસ્તાવેજના ખર્ચ સાથે તેની કિંમત આશરે 50 લાખની થવાની હતી. આ ફ્લૅટ તેમણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખરીદ્યો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા હિતેશ બારોટ કહે છે કે, "ફ્લૅટના અમુક પૈસા મેં ભરી દીધા છે, પરંતુ દસ્તાવેજ કરી શકાય તેટલું 100 ટકા પેમેન્ટ મેં હજી સુધી કર્યું નથી, જે હું એપ્રિલ બાદ જ કરી શકીશ.

line

Valentine's Day : ભારત અને પાકિસ્તાનમાં રસપૂર્વક સંભળાવાતી જેસલમેરના મૂમલ અને મહેન્દ્ર સોઢાની પ્રેમકથા

વૅલન્ટાઇન ડે

ઇમેજ સ્રોત, Getty Images

મૂમલ જન્મી લોદરવે, રાણો અમરકોટ.

અરે લીખ્યા વિધાતા લેખડા....

હાલે તો લે જાવા મરુધર દેશ માય...

વર્ષો પહેલાં એક રાજસ્થાની રિસૉર્ટમાં લોકકલાકારે ઉપસ્થિત મહેમાનોને ખુશ કરવા માટે મૂમલ અને રાણા મહેન્દ્ર સોઢાની પ્રેમકહાણીની શરૂઆત કંઈક આવી રીતે કરી હતી.

14મી સદીના મધ્યભાગમાં બની ગયેલી આ બિનામાં પ્રેમ, ગેરસમજણ, વિરહ, વેદના, શંકા જેવા તત્વો ધરાવતી પ્રેમકહાણીની સમાપ્તી સાંભળનારને જકડી રાખે.

line

કૅન્સરના દર્દીઓને રૂ. 15 લાખની સહાય માટેની આ યોજના વિશે જાણો છો?

કૅન્સરપીડિત

ઇમેજ સ્રોત, AFP

કૅન્સર સાવ મટી શકે તેવું દરદ તો નથી જ પણ સાથે તેની સારવાર ઘણી ખર્ચાળ પણ છે.

ગરીબો કૅન્સરની સારવારના ખર્ચથી ત્રાસી જાય છે કૅન્સરમાં સહાય માટે પણ ઘણી શરતો હોય છે.

જો કે, કેન્દ્ર સરકારે એક યોજના અમલમાં મૂકી છે જે ગરીબ વર્ગના કૅન્સરા દર્દીઓને તેમના તબીબી ખર્ચ માટે રૂ. 15 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.

કમનસીબે, યોગ્ય પ્રચારના અભાવે, જનજાગૃતિના અભાવે અને અન્ય કારણોસર ગરીબ કૅન્સરના દર્દીઓ આ મૂલ્યવાન યોજનાનો લાભ લઈ શકતા નથી.

છેલ્લાં ચાર વર્ષમાં તેલંગાણામાંથી કોઈ આ યોજનાનો લાભ લઈ શક્યું નથી. કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો કે આંધ્રપ્રદેશના માત્ર 97 દર્દીઓએ તેનો લાભ લીધો છે.

આ યોજના કેન્દ્ર દ્વારા નેશનલ હેલ્થ ફંડ સ્કીમ હેઠળ હેલ્થ મિનિસ્ટર કૅન્સર પેશન્ટ ફંડના નામે અમલમાં મૂકવામાં આવી છે.

line

તુર્કી સીરિયા ભૂકંપ : ધરતીકંપમાં પણ ન પડે તેવી ઇમારતો બનાવવી શક્ય છે?

તુર્કીનો ભૂકંપ

ઇમેજ સ્રોત, REUTERS/RONEN ZVULUN

તુર્કીના દક્ષિણ પૂર્વ વિસ્તાર ગાઝિયનટેપમાં સોમવારે એટલે કે છ ફેબ્રુઆરી 2023ની સવારે અચાનક ધરતી હલી અને ત્યાંની ઇમારતો ઝૂલવા લાગી. ભૂકંપ રોકાયો ત્યાં સુધીમાં તમામ ઇમારતો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી.

બાદમાં બચાવકર્મીઓ સામે સૌથી મોટો પડકાર કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનો હતો.

તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના આ ભૂકંપના કારણે 28 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત છે.

line

એમસી સ્ટૅન : બિગ બૉસ 16ના વિજેતા કોણ છે જેમના યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફૉલોઅર્સ છે?

એમસી સ્ટૅન

ઇમેજ સ્રોત, COLORS TV

રૅપર એમસી સ્ટૅન બિગ બૉસ સીઝન 16ના વિજેતા બન્યા છે. છેલ્લા એક દાયકાથી ચાલતા ટીવી શોના દર્શકોમાં ઉત્સુકતા હતી કે આ વખતે કોણ વિજેતા બનશે.

અને આખરે એમસી સ્ટૅન બિગ બૉસ 16ના વિજેતા જાહેર કરવામાં આવ્યા.

આ વખતે ટૉપ 3માં પ્રિયંકા ચાહર ચૌધરી, શિવ ઠાકરે અને એમસી સ્ટૅન હતા.

દર્શકોને પ્રિયંકા ચાહર ચૌધરીના વિજેતા બનવાની આશા હતી પરંતુ તેઓ ત્રીજા સ્થાને રહ્યાં.

બિગ બૉસનો ખિતાબ માટે એમસી સ્ટૅન અને શિવ ઠાકરે બંને વચ્ચે ટક્કર હતી પરંતુ આ ખિતાબ મળ્યો એમસી સ્ટૅનને.

આ વખતે બિગ બૉસ જીતનાર એમસી સ્ટૅનને એક ટ્રોફી, કાર અને 31 લાખ 80 હજાર રૂપિયા મળ્યા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન