ભારતમાં આગામી ચોમાસું કેવું રહેશે, કયા મહિનામાં પડશે વધુ વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગામી 2022ના ચોમાસાને લઈને તેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જેમાં તેમણે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે દેશમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાત સહિત દેશભરમાં આગામી ચોમાસાને લઈને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

આ વર્ષે કેવો વરસાદ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે કેવો વરસાદ રહેશે?

સાથે જ ચોમાસાની શરૂઆત સારી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર જૂન મહિનામાં લાંબાગાળાની સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની તથા પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા તથા મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટના ચોમાસાના ચાર મહિના, જૂન, જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરના સરેરાશ 880.6 મિલિમિટર વરસાદના સંદર્ભમાં 2022માં 98% વરસાદ થવાની સંભાવના છે. જેમાં એરર માર્જિન પ્લસ-માઇનસ પાંચ ટકા છે. એટલે કે પૂર્વાનુમાનથી પાંચ ટકા વધારો ઘટાડો થઈ શકે છે.

દેશમાં લાંબાગાળાની સરેરાશનો 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે.

line

દેશમાં ક્યાં વધારે અને ક્યાં ઓછા વરસાદનું અનુમાન?

ભૌગોલિક જોખમોના સંદર્ભે જોતાં અનુમાન છે કે ગુજરાત અને રાજસ્થાનની સાથે સાથે પૂર્વોત્તરનાં રાજ્યો નાગાલૅન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થવાનો ખતરો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૌગોલિક જોખમોના સંદર્ભે જોતાં અનુમાન છે કે ગુજરાત અને રાજસ્થાનની સાથે સાથે પૂર્વોત્તરનાં રાજ્યો નાગાલૅન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થવાનો ખતરો છે

સ્કાયમેટનું કહેવું છે કે ભૌગોલિક જોખમોના સંદર્ભે જોતાં અનુમાન છે કે ગુજરાત અને રાજસ્થાનની સાથે સાથે પૂર્વોત્તરનાં રાજ્યો નાગાલૅન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થવાનો ખતરો છે.

એ સિવાય કેરળ અને ઉત્તર કર્ણાટકના વિસ્તારોમાં જુલાઈ અને ઑગસ્ટ જેવા ચોમાસાના મુખ્ય મહિનાઓમાં વરસાદ ઘટ રહેવાની સંભવાના છે. એટલે કે આ ગાળા દરમિયાન અહીં ઓછો વરસાદ થવાની સંભવાના છે.

બીજી તરફ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ તથા ઉત્તર ભારતના કૃષિ વિસ્તારો, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વરસાદ આધારિત વિસ્તારોમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટનું અનુમાન છે કે ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે એટલે કે ચોમાસાના શરૂઆતાના ગાળામાં તેના બીજા ગાળા કરતાં વધારે વરસાદ થશે.

line

અચાનક અને અતિભારે વરસાદની સંભાવના

છેલ્લાં બે ચોમાસાં લા નિનાની ઘટનાઓથી પ્રેરિત રહ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લાં બે ચોમાસાં લા નિનાની ઘટનાઓથી પ્રેરિત રહ્યાં છે

સ્કાયમેટના સીઈઓ યોગેશ પાટીલ અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર અલ નિનોની અસર નહીં પડે. સામાન્ય રીતે અલ નિનો ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસાને પ્રભાવિત કરતું હોય છે.

તેમનું કહેવું છે કે છેલ્લાં બે ચોમાસાં લા નિનાની ઘટનાઓથી પ્રેરિત રહ્યાં છે. આ વર્ષે પણ લા નિનાની અસર રહેશે. જેથી ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

તેમના જણાવ્યાનુસાર ચોમાસાના વ્યવહારને જોતાં અચાનક અને તીવ્ર વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. જે અસામાન્ય રીતે લાંબા સમયના દુષ્કાળની વચ્ચે થાય છે.

line

કયા મહિનામાં કેટલો વરસાદ પડશે?

દેશમાં છેલ્લાં બે ચોમાસાં સારાં રહ્યાં છે અને ત્રીજું ચોમાસું સારું રહેવાનું અનુમાન સ્કાયમેટ દ્વારા કરવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશમાં છેલ્લાં બે ચોમાસાં સારાં રહ્યાં છે અને ત્રીજું ચોમાસું સારું રહેવાનું અનુમાન સ્કાયમેટ દ્વારા કરવામાં આવ્યું છે

દેશમાં છેલ્લાં બે ચોમાસાં સારાં રહ્યાં છે અને ત્રીજું ચોમાસું સારું રહેવાનું અનુમાન સ્કાયમેટ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, ગુજરાતમાં વરસાદની ઘટ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

ચોમાસાની શરૂઆતના મહિનામાં સરેરાશ વધારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે અંતિમ મહિનાઓમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે.

જોકે, ચાર મહિનાનાની લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સ્કાયમેટ અનુસાર જૂન મહિનામાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે 107 ટકા વરસાદ થવાની સંભવાના છે. જુલાઈમાં 100 ટકા, ઑગસ્ટમાં 95 ટકા અને સપ્ટેમ્બરમાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે 90 ટકા વરસાદ થવાની સંભવાના છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો