ગુજરાતમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી, ઠંડીનો પારો 9 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા
રવિવારે એકાએક તાપમાનમાં ઘટાડો નોંધાયા બાદ હવામાનવિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરી છે.
ધ ઈન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ દિવસો દરમિયાન હવામાનનો પારો 9 ડિગ્રી સુધી ગગડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે એકાએક ઠંડી વધતા સૌથી ઓછું તાપમાન 7.8 ડિગ્રી કચ્છના નલિયામાં નોંધાયું હતું. ત્યાર બાદ ડીસામાં 11, કંડલા ઍરપૉર્ટ પર 12, ગાંધીનગર અને રાજકોટમાં 12.7 અને અમદાવાદમાં 13.6 ડિગ્રી નોંધાયું હતું.
અન્ય એક અહેવાલ પ્રમાણે, હવામાનમાં પલટા સાથે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાનવિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

શા માટે ઠંડી વધી?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ પ્રકારે પવન ફૂંકાવાનાં હોવાથી હવામાનવિભાગે માછીમારોને 26 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.
સ્કાયમૅટ વેધર અનુસાર, તાજેતરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના લીધે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ લો પ્રેશર એરિયા ઉદ્ભવ્યો છે.
આ કારણથી હવાની દિશા ઉત્તર પશ્ચિમની જગ્યાએ બદલાઈને દક્ષિણ પશ્ચિમ થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભેજ અને વાદળછાયા વાતવરણ વચ્ચે પવનની ગતિ વધતા આગામી દિવસોમાં આ ત્રણ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















