INDvNZ : રોહિત શર્માની કપ્તાનીની દમદાર શરૂઆત, વિરાટ કોહલી સાથે તુલના કેમ થઈ?
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ત્રીજી ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને 73 રનથી હરાવીને સિરીઝમાં 3-0થી વિજય મેળવ્યો છે.
ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ આ રીતે ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ ક્લિનસ્વીપ કરવાનું શ્રેય સોશિયલ મીડિયા પર કેટલાક લોકો નવા કપ્તાનને આપી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
રોહિત શર્માએ રવિવારે એક વાર ફરી આ સિરીઝમાં શાનદાર ઇનિંગ રમીને 56 રન બનાવ્યા.
ટી-20 વિશ્વકપની શરૂઆત પહેલાં વિરાટ કોહલીએ ટી-20 ટીમની કપ્તાની છોડવાની જાહેરાત કરી દીધી હતી ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં ભારતીય ટીમની કપ્તાની કરશે.
વળી આખરે થયું પણ એવું અને ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ રોહિત શર્માને ટીમના કપ્તાન બનાવાયા. તેમની કપ્તાનીમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડને હરાવ્યું.

કોહલીનો રેકર્ડ તોડી નાખ્યો...

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજી ટી-20 મૅચમાં રોહિત શર્માએ અર્ધસદી ફટકારીને કેટલાક રેકર્ડ બનાવ્યા. તેમણે પૂર્વ ટી-20 કપ્તાન વિરાટ કોહલીનો વિક્રમ પણ તોડી નાખ્યો.
રોહિત શર્માએ 30મી વખત 50થી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો વિક્રમ બનાવ્યો. વિરાટ કોહલીએ 29 વખત 50થી વધુ રન બનાવવાનો વિક્રમ સ્થાપ્યો હતો.
આ યાદીમાં ત્રીજા નંબર પર પાકિસ્તાની બૅટ્સમૅન બાબર આઝમ છે, જેમણે 25 વખત 50થી વધુ રન બનાવવાનો વિક્રમ બનાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્માએ ચાર વખત ટી-20માં સદી પણ ફટકારી છે તે પણ આ વિક્રમમાં સામેલ છે.
આ સિવાય રોહિતે ટી-20 ક્રિકેટમાં 150 સિક્સર લગાવવાનો પણ વિક્રમ રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં બનાવ્યો હતો. તેમનાથી આગળ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન માર્ટિન ગપ્ટિલ છે, જેમણે આ ફૉર્મેટમાં 161 સિક્સર ફટકારી છે.

રોહિત અને કોહલીની બરાબરી

ઇમેજ સ્રોત, REUTERS
રોહિત શર્માની કપ્તાની અને તેમની વિક્રમી ઇનિંગ બાદ તેમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં આવી રહી છે. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે આઈપીએલમાં ગત સિઝન સુધી વિરાટ કોહલીની કપ્તાનીવાળી ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વિટ કર્યું.
ટ્વીટમાં લખ્યું હતું કે, "રોહિત શર્માનો પુલ શૉટ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ટ્વીટ પર કૉમેન્ટ્સનો વરસાદ થવા લાગ્યો. એક યૂઝરે ટ્વીટ કર્યું "કોહલીના ખોટા શૉટ્સ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એક બીજા યૂઝરે લખ્યું કે "એડમિન બદલાઈ ગયા તો મુંબઈ ઇન્ડિયન્સવાળાએ એકાઉન્ટ હૅક કરી લીધું."
અમરનાથ આચાર્ય નામના યૂઝરે ટ્વીટ કરતા લખ્યું, "શું ક્યારેય કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા જીતી શકતી હતી? મને શક છે. તે એક પણ મલ્ટિ-નેશનલ ટુર્નામેન્ટ નહીં જીતી શક્યા. આથી કપ્તાની મામલે રોહિત કોહલી કરતાં મોટા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
વળી ધાર્મિક બત્રા નામના યૂઝરે અલગ જ તુલના કરી નાખી. તેમણે ટ્વીટ કર્યું કે, "હવે જુઓ આ વાત રોહિતને કોહલીથી મોટો બનાવે છે. રોહિતે આ સિરીઝમાં ત્રણેય ટોસ જીત્યા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

કોચ દ્રવિડનાં વખાણ

ઇમેજ સ્રોત, TONY MARSHALL/GETTY IMAGES
રોહિત શર્મા સિવાય સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા થઈ રહી છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે રોહિત શર્માની કપ્તાની અને નવા કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ટ્વિટ કર્યું કે, "3-0 કપ્તાન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની એક યોગ્ય શરૂઆત છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
રોહિત શર્માએ હજુ સુધી 22 આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે, જેમાં ટીમે 18 મૅચ જીતી છે તથા ચારમાં હારી છે. જ્યારે કોહલીએ 50 મૅચોમાં કપ્તાની કરી છે, જેમાં ભારતીય ટીમ 30 મૅચ જીતી છે અને 16 હારી છે. 2 મૅચ ટાઈ પડી હતી અને બે અનિર્ણિત રહી હતી.
ટી-20ના વિજય બાદ હવે ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ સાથે બે ટેસ્ટ મૅચોની સિરીઝ રમવાની છે.
પ્રથમ ટેસ્ટ મૅચ 25થી 29 નવેમ્બર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં અને બીજી મૅચ 3થી 7 ડિસેમ્બર વચ્ચે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો