મોહેંજો-દડોમાંથી મળેલી 'ડાન્સિંગ ગર્લ' ની નગ્ન મૂર્તિને 'ઢાંકી'ને પાઠ્યપુસ્તકમાં દર્શાવાઈ, પછી પરત કેમ લેવામાં આવી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, એનસીઇઆરટી,

ઇમેજ સ્રોત, NCERT

ઇમેજ કૅપ્શન, મોહેંજો-દડોમાંથી મળી આવેલી 'ડાન્સિંગ ગર્લ' એ ઈસવીસન પૂર્વ 2600ની સાલની મનાતી કાંસાની મૂર્તિ છે
    • લેેખક, શેરલીન મોલાન
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતની શાળાઓના પાઠ્યપુસ્તકમાંથી અનાવૃત (કોઈ પણ જાતના બાહ્ય આવરણ વિનાની કે ઢાંક્યા વિનાની) કલાકૃતિની 'ઢાંકેલી' તસવીર ઇતિહાસકારો અને શિક્ષણવિદોની ટીકા બાદ પાછી ખેંચી લેવાઈ છે.

મોહેંજો-દડોમાંથી મળી આવેલી ડાન્સિંગ ગર્લ તરીકે ઓળખાતી આ કાંસ્ય કલાકૃતિમાં એક છોકરી કમરે હાથ મૂકેલી અવસ્થામાં ઊભેલી દેખાય છે, આ કલાકૃતિ સિંધુ ખીણ સભ્યતા સાથે સંકળાયેલી સૌથી વધુ જાણીતી કલાકૃતિઓ પૈકી એક છે.

પરંતુ નવમા ધોરણના નવપ્રકાશિત પાઠ્યપુસ્તકમાં, મૂર્તિનું ધડ ઘેરા રંગથી ઢંકાયેલું હતું, જે તેની શરીરરચનાત્મક ડિટેલ્સને છુપાવી રહ્યું હતું.

આ પગલાની ઘણી ટીકા થયા બાદ, અધિકારીઓએ કહ્યું કે પુસ્તકના ડિજિટલ વર્ઝનમાં કલાકૃતિની તસવીરને પૂર્વવત્ રજૂ કરાઈ છે અને નવી પ્રિન્ટ આવૃત્તિઓમાં આ કાંસ્ય કલાકૃતિની એડિટ થયા વિનાની તસવીર પણ હશે.

મોડિફાય કરેલી તસવીર સમાવાયાના અહેવાલ બાદ, ઇતિહાસકારોએ પાઠ્યપુસ્તકનો ડ્રાફ્ટ તૈયાર કરનાર નૅશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)જાણીતી કલાકૃતિને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે એનસીઇઆરટી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, અને તે સરકાર દ્વારા સંચાલિત સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઇ) બોર્ડમાં પરીક્ષા આપતાં બાળકો માટે અભ્યાસક્રમમાં ફેરફાર અને પાઠ્યપુસ્તક સામગ્રીની જવાબદારી સંભાળે છે.

એનસીઇઆરટીના ડિરેક્ટર દિનેશ સકલાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે સુધારેલી તસવીર પાઠ્યપુસ્તકમાંથી પાછી ખેંચી લેવામાં આવશે.

સકલાનીએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું, "નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા પછી, વિભાગ ડાન્સિંગ ગર્લની તસવીરને તેના મૂળ વર્ઝનથી બદલી રહ્યો છે."

બીબીસીએ આ મામલે કૉમેન્ટ મેળવવા માટે સકલાનીનો સંપર્ક કર્યો છે.

ભારતીય શાળાના અભ્યાસક્રમમાં સિંધુ ખીણ પરનો એક પ્રકરણ મુખ્ય રહ્યો છે, અને એનસીઆરટી પાઠ્યપુસ્તકોના અગાઉનાં વર્ઝનો સહિત ડાન્સિંગ ગર્લની આ કલાકૃતિ દાયકાઓથી પાઠ્યપુસ્તકોમાં દેખાતી આવે છે, છતાં આ કલાકૃતિના ધડને ક્યારેય કોઈ પણ રીતે સેન્સર કરવામાં આવ્યું નથી.

હજુ સુધી એનસીઆરટીઇએ મોડિફાય કરેલી તસવીરને સામેલ કરવાનું કારણ આપ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં અનુમાન કરવામાં આવ્યું છે કે આવું કરવા પાછળનું એક કારણ 'નગ્નતા અંગેની ચિંતા' હોઈ શકે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, એનસીઇઆરટી,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નવા પાઠ્યપુસ્તકમાં આ કલાકૃતિનું ધડ ઘેરા રંગથી ઢંકાયેલું દર્શાવવામાં આવ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમાચાર સૌપ્રથમ પ્રકાશિત કરનાર અખબર ઇન્ડિયન ઍક્સપ્રેસના એક તંત્રીલેખમાં આ કલાકૃતિની તસવીરમાં કરાયેલા ફેરફારની ટીકા કરાઈ છે:

"ધ ડાન્સિંગ ગર્લ મહત્ત્વપૂર્ણ રહી છે, એટલા માટે નહીં કે તે આંખે પાટા બાંધેલા નમ્રતાના ધોરણને અનુરૂપ છે, પરંતુ એટલા માટે કે તે સંતુલન, આત્મવિશ્વાસ અને સ્પષ્ટ હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે."

"જો શિક્ષણનું કાર્ય યુવાનોને દુનિયા જેવી છે તેવી જ તેની સાથે સંકળાવવા માટે સજ્જ કરવાનું હોય તો, તો એનસીઇઆરટી માટે વિદ્યાર્થીઓ અને મહિલાઓ - સમકાલીન અને સહસ્ત્રાબ્દી જૂનાં બંને - પર થોડો વધુ અધિકાર આપીને વિશ્વાસ કરવાનું વધુ સારું કરશે."

આ પાઠ્યપુસ્તક એનસીઇઆરટીની નવી કલા શિક્ષણ શ્રેણીનો એક ભાગ છે, જે દૃશ્ય, પ્રદર્શન અને સાહિત્યિક કળાઓને મુખ્ય પ્રવાહના શાળાકીય શિક્ષણમાં સામેલ કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) હેઠળ રજૂ કરવામાં આવી છે.

પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિની સૌથી મોટી વસાહતોમાંના એક મોહેંજો-દડોમાં મળી આવેલ ડાન્સિંગ ગર્લ શિલ્પમાં એક છોકરીને ઘરેણાંથી શણગારેલી અને તેના વાળ અંબોડામાં બાંધેલા બતાવવામાં આવ્યા છે.

તેની મુદ્રા માનવશરીરને ગતિશીલતા ઝીલે છે અને પુરાતત્ત્વવિદો ઘણા સમયથી આ શિલ્પને મહાન કલાત્મક મૂલ્ય અને સંસ્કૃતિના ધાતુશાસ્ત્રના અદ્યતન જ્ઞાનનો પુરાવો માને છે.

આ શિલ્પ હાલમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન