IPL 2021 UAE: બાકીની તમામ મૅચનું શિડ્યુલ શું છે? કોણ કોની સામે ક્યાં રમશે?
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 14મી સિઝનની બાકી રહેલી મૅચો સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં શરૂ થઈ ગઈ છે.
આ વર્ષે આઈપીએલની બાકીની મૅચો કોરોનાને કારણે સ્થગિત કરાઈ હતી, પણ હવે ફરી આઈપીએલ શરૂ થઈ છે.
આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે 15 ઑક્ટોબર સુધી યુએઈમાં રમાશે.
આઈપીએલ 2021નું આયોજન આ વર્ષે એપ્રિલથી મે વચ્ચે ભારતમાં થયું હતું, પણ આઈપીએલ ટુર્નામેન્ટમાં કોરોના સંક્રમણ અને કોરોનાની લહેરને કારણે રોકી દેવાયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ટુર્નામેન્ટમાં 9 એપ્રિલથી 3 મે વચ્ચે કુલ 29 મૅચ રમાઈ હતી, પરંતુ પછી અલગઅલગ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા હતા.
આથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
ફરી કોરોનાની બીજી લહેર હળવી થયા બાદ બીસીસીઆઈએ એલાન કર્યું કે બાકીની ટુર્નામેન્ટ યુએઈમાં રમાશે.
આઈપીએલમાં કુલ 60 મૅચ રમાશે, જેમાં સિરીઝ મૅચ, ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઇનલ મૅચ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એપ્રિલ-મેમાં ટુર્નામેન્ટની કુલ 29 મૅચો રમાઈ હતી અને બાકીની 31 મૅચો યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબર વચ્ચે રમાશે.
ટુર્નામેન્ટની પહેલી મૅચ દુબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની જીત થઈ હતી.

આઈપીએલની બાકી મૅચનું ટાઇમટેબલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















