IND v ENG : ભારત ઓવલ ટેસ્ટમાં 157 રનથી જીત્યું, સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ
મેજબાન ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે કેનિંગટન ઓવલમાં સોમવારે ચોથી ટેસ્ટ મૅચના છેલ્લા અને પાંચમા દિવસના બીજા સેશનમાં ઇંગ્લૅન્ડની ટીમને 210 રન પર આઉટ કરીને ભારતે 157 રનથી વિજય મેળવ્યો છે.
પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારતે 2-1થી લીડ લઈ લીધી છે.
કેનિંગટન ઓવલના મેદાન પર ભારતને કોઈ મૅચમાં 50 વર્ષ પછી જીત હાંસલ થઈ છે.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મૅચના છેલ્લા દિવસનું બીજું સેશન ભારત માટે ઘણું સારું રહ્યું.

ઇમેજ સ્રોત, Getty Images
બીજા સેશનની શરૂઆતની સાથે જ જાડેજાએ હસીબને બોલ્ડ કર્યા.
ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મૅચના છેલ્લા અને પાંચમા દિવસના બીજા સેશનની શરૂઆતના કલાકોમાં જ ઇંગ્લૅન્ડની નવ વિકેટ પડી ગઈ હતી.
ઉમેશ યાદવે ઓવર્ટનને આઉટ કર્યા અને તેની સાથે જ ઇંગ્લૅન્ડની નવ વિકેટ પડી ગઈ.
ટીબ્રેકના સમયે ઇંગ્લૅન્ડે આઠ વિકેટ પર 193 રન બનાવ્યા હતા અને ભારત જીત અને સિરીઝને 2-1ની લીડથી માત્ર બે વિકેટ દૂર હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉમેશ યાદવે ક્રિસ વૉક્સની પણ વિકેટ લીધી હતી.

ભારતની જીતના હીરો

ઇમેજ સ્રોત, Gareth Copley
ભારતે ઇંગ્લૅન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ઇંગ્લૅન્ડની ટીમ 210 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડ તરફથી હાસીબ હમીદે 63 રન બનાવ્યા હતા, જ્યારે રોરી બર્ન્સે 50 રન બનાવ્યા હતા. દિવસની શરૂઆત થઈ ત્યારે ઇંગ્લૅન્ડની ટીમ મજબૂત જોવા મળી હતી. જોકે શાર્દુલ ઠાકુરે રોરી બર્ન્સની વિકેટ લઈને ભારતને મૅચમાં પરત લાવ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ખેલાડી બન્યા છે.
તેમણે સોમવારે પોતાના કૅરિયરની 24મી ટેસ્ટમૅચમાં 100મી વિકેટ લઈને કપિલ દેવનો 25 મૅચમાં 100 વિકેટ લેવાના રેકૉર્ડને તોડ્યો હતો.
પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં ભારત ઇંગ્લૅન્ડથી 2-1થી આગળ છે.

પહેલી ઇનિંગમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમે આ મૅચમાં પહેલી ઇનિંગમાં 191 રન કર્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 466 રન કર્યા હતા.
પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 61.3 ઓવરમાં 191 રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ 96 બૉલમાં 50 રન કર્યા હતા, જ્યારે શાર્દૂલ ઠાકુરે 36 બૉલમાં 57 રન કરી દીધા હતા.
પહેલી ઇનિંગમાં આ સિવાય ભારતીય ટીમમાંથી અન્ય કોઈ બૅટ્સમૅન સારો સ્કોર કરી શક્યા ન હતા.
જ્યારે પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની ટીમે 84 ઓવરમાં 290 રન કર્યા હતા.

રોહિત શર્માની સદી

ઇમેજ સ્રોત, Getty Images
બીજી ઇનિંગ ભારતીય ટીમના બૅટ્સમૅનો માટે સારી રહી હતી.
રોહિત શર્માએ 256 બૉલમાં 127 રન કર્યા હતા, જ્યારે ચેતેશ્વર પુજારાએ 127 બૉલમાં 61 રન કર્યા હતા.
બીજી ઇનિંગમાં શાર્દૂલ ઠાકુરે ફરીથી અર્ધસદી ફટકારી હતી, તેમણે 72 બૉલમાં 60 રન કર્યા હતા. આ સિવાય ઋષભ પંતે પણ અર્ધસદી ફટકારી હતી.
આ ઉપરાંત લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ અનુક્રમે 46 અને 44 રન કર્યા હતા, બંને તેમની અર્ધસદી ચૂકી ગયા હતા.
પહેલી ઇનિંગમાં ઉમેશ યાદવે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























