You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી અને મુસ્લિમ યુવકની આ તસવીર કેમ બની સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બંગાળમાં બે રૅલી કરી હતી. પ્રથમ રૅલી હુગલી જિલ્લાના હરિપાલમાં અને બીજી દક્ષિણ પરગના જિલ્લાના સોનાપુરમાં કરી હતી. આ દરમિયાન સોનાપુરની એક તસવીર વાઇરલ થઈ રહી છે. આ ફોટોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક મુસ્લિમ યુવકની વાત સાંભળતા જોઈ શકાય છે.
તસવીરમાં જોઈ શકાય છે કે મોદી યુવકના ખભા પર હાથ મુક્યો છે અને ધ્યાનથી તેની વાત સાંભળી રહ્યા છે. મોદી અને મુસ્લિમ યુવકની આ તસવીર પર સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્વિટર પર યૂઝરો રોચક કમેન્ટ લખી રહ્યા છે.
પરંતુ એએનઆઈ દ્વારા પોસ્ટ કરાયેલી આ તસવીર સાથે મોદીની રૅલીની અન્ય તસવીરો છે જેને લઈને પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકો પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોના વોટ માટે ભાજપની મજબૂરીની રીતે જોઈ રહ્યા છે તો કેટલાક લોકો રૅલીમાં જામેલી ભીડને જોતાં કોરોના સંક્રમણ અંગે કૉમેન્ટ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદીના પ્રશંસકે મોદી અને મુસ્લિમ પુરુષની આ ફોટો શૅર કરતાં લખ્યું- મોદીજી પ્લીઝ કાગઝ ન માગો.
તો અભિષેક કુમારે લખ્યું, અસલી ખેલ તો અહીં ચાલી રહ્યો છે.
માધવ પાઠક નામના ટ્વિટર યૂઝરે કહ્યું કે , દીદી 30 ટકા (મતો)નું વિભાજન થઈ ગયું છે.
આદિત્ય ગુપ્તા નામના યૂઝરે આ તસવીરને પોસ્ટ કરતાં લખ્યું કે મોદીજી ચૂંટણી હારી રહ્યા છો.
અજોય દેબ નામના ટ્વિટર યૂઝરે લખ્યું, આ બધું 'જુમલો' છે ભાઈ, સ્વિસ બૅન્કના 15 લાખની જેમ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો પંડિત હેમન્ત શર્માએ કહ્યું કે આ કહી રહ્યો છે કે કાગળ શોધી લીધા છે.
ત્યારે ભૂષણ પાટીલે મુસ્લિમ તુષ્ટીકરણ તરફ ઇશારો કરતા કહ્યું કે કાલ સુધી નેતા આમની સામે માથું નમાવતા હતા, આજે આ નેતાઓ સામે માથું નમાવી રહ્યા છે. મોદી છે તો મુમકિન (સંભવ) છે.
લોકો આ તસવીરને લઈને સમાચાર સંસ્થા એએનઆઈ પર પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
પ્રતીક સિન્હા, જેઓ ફૅક્ટ ચેકિંગ ન્યૂઝ વેબસાઇટ ચલાવે છે તેમનું કહેવું છે કે આ તસવીરો ભાજપની છે જે અનેક પત્રકારો અને પ્રોપગેંડા ટીમને મોકલવામાં આવી છે.
તેમણે લખ્યું, આ તસવીરો એએનઆઈની નથી. ભાજપ દ્વારા કેટલાક પત્રકારો અને પોતાની પ્રોપગેંડા ટીમને મોકલવા માટે આ તસવીરોનું ચયન કરવામાં આવ્યું છે. ભાજપની અનાધિકારિક પ્રોપગેંડા ટીમ (એએનઆઈ) આ તસવીરો પોસ્ટ કરે તે પહેલાં ભાજપની આધિકારિક પ્રોપગેંડા ટીમે પણ આ તસવીરો પોસ્ટ કરી છે.
તેમણે લખ્યું કે આપણે બધાને ખબર છે કે અત્યારે મોદીજી ધ્યાનથી મુસ્લિમ પુરુષની વાત સાંભળી રહ્યા છે એ દેખાડવું જરૂરી હતું. આનું કારણ આપણે જાણીએ છીએ.
ખેડામાંથી ભાજપના સાંસદ દેવુંસિંહ ચૌહાણે પણ ગુજરાત ભાજપના એક ટ્વીટને રિટ્વીટ કર્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં મોદીની રેલીની તસવીરો હતી જેમાં એએનઆઈ દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરો પણ સામેલ હતી. જોકે તેમાં મોદી અને મુસ્લિમ પુરુષવાળી તસવીર નહોતી.
ત્યારે કેટલાક લોકો મોદીના સમર્થનમાં કહી રહ્યા છે કે લોકોને આ વ્યક્તિ પાસેથી કેટલી આશા અને અપેક્ષા છે. ઈશ્વરથી પ્રાર્થના છે કે તેમને જનમાનસની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની શક્તિ આપે.
'કોરોના ગયો તેલ લેવા'
સમાચાર સંસ્થા એએનઆઈએ નરેન્દ્ર મોદીની ર્રૅલીની તસવીરો પોસ્ટ કરી તેમાં અનેક લોકો દેખાઈ રહ્યા છે.
લોકો તેના પર પણ કૉમેન્ટ કરી રહ્યા છે.
ટ્વિટર પર નરેન્દ્ર મોદીની રેલીની આ તસવીરોને લઈને લોકો કોરોના સંક્રમણને લઈને ગાઇડલાઇન્સના ભંગ અને અન્ય મુદ્દાઓ સાથે પણ જોડી રહ્યા છે.
આશીષ કુમાર સૂરજે વડા પ્રધાન કાર્યાલયના આધિકારિક ટ્વિટર હૅન્ડલને ટાંકતાં કહ્યું કે , આર્થિક ક્ષેત્રે ધ્યાન આપો, ચૂંટણીમાં નહીં.
તો સુદામ ભોસલે નામના ટ્વિટર યૂઝરે આ તસવીરનો જવાબ આપતા લખ્યું છે કે આ શું સીન છે ભાઈ? આ તસવીરોમાં જુઓ કોઈએ પણ માસ્ક પહેર્યો નથી. એક તરફ વડા પ્રધાન કોરોનાની વિરુદ્ધ જંગની જાહેરાત કરે છે અને બીજી તરફ પોતાની જ રૅલીમાં વગર માસ્કના લોકો. કેવી રીતે દેશમાંથી કોરોના જશે ( જો સાચે જ દેશમાં કોરોના હોય તો)
વિપિન રાઠોર નામના યૂઝર જેઓ પોતાને એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવે છે. તેમણે લખ્યું , દો ગજની દૂરી, માસ્ક હે જરૂરી, ગયા તેલ લેને.
એક અન્ય યૂઝરે લખ્યું કે બેદરકારી વધતી જાય છે.
ત્યારે ભાઈસાહેબ નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું, કોઈ મોદીજી ઉપર કોર્ટ કેસ નથી કરી રહ્યું, કોવિડના સમયમાં આટલી ભીડ ભેગી કરી રહ્યા છે.
કિશન પ્રજાપતિ નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે આ રેલીથી કોરોના નથી ફેલાઈ રહ્યો અને અમારા કૉલેજ જવાથી કોરોના વધશે, આ શું તર્ક છે?
નૉ સો સૅડ નામના ટ્વિટર હૅન્ડલ પર એક મીમ પોસ્ટ કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો