You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ‘રાજસ્થાનમાં રાકેશ ટિકૈત પર હુમલો થયો, પણ તેઓ સુરક્ષિત’
રાજસ્થાનના અલવરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર હુમલો કરવામાં થયો હોવાનું તેમના સહયોગી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું. હુમલામાં ટિકૈતની ગાડીને નુકસાન થયું છે પરતું ટિકૈત એકદમ સુરક્ષિત છે.સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર અજાણ્યા લોકોએ ટિકૈતના કાફલા પર હુમલો કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા ટિકૈટએ જણાવ્યું કે, પોલીસની બંદૂક ખેંચી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પથ્થર મારીને કારના કાંચ તોડી નાખવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે અજાણ્યા હુમલાખોરોએ લાઠીઓ પણ ચલાવી હતી.
દરમિયાન ધર્મેન્દ્ર મલિકે બીબીસી સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે અલવરમાં એક સભાના પ્રવાસ વેળા આ ઘટના બની હતી. જોકે તેમને જ્યારે પૂછ્યું કે શું તેમના ભાવિ કાર્યક્રમો ખાસ કરીને ગુજરાત પ્રવાસ મામલે શું સ્થિતિ છે? તો તેમણે કહ્યું કે ગુજરાત પ્રવાસ નિર્ધારિત સમયપત્રક મુજબ જ રહેશે.
વળી તેમનું કહેવું છે કે આ હુમલાની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ પણ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 4 અને 5મી એપ્રિલે રાકેશ ટિકૈત ગુજરાતના પ્રવાસે છે. તેઓ અંબાજીથી શરૂઆત કરીને બારડોલી સુધી એક યાત્રામાં જોડાવાના હોવાના અહેવાલ છે.
તેની સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા (બાપૂ) પણ જોડાવાના હોવાની વાત છે. કૃષિકાયદા અને ખેડૂતોના મુદ્દે આ યાત્રા નીકળવાની છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો