જુલિયન અસાંજના પ્રત્યાર્પણ પર લંડનની કોર્ટે રોક લગાવી - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Reuters
લંડનની એક કોર્ટે વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજને પ્રત્યર્પણ કરીને અમેરિકા લઈ જવા પર રોક લગાવી દીધી છે.
અસાંજની માનસિક સ્થિતિ અને આત્મહત્યાના ખતરાની આશંકાને કારણે કોર્ટે તેમના પ્રત્યર્પણની અપીલ ખારિજ કરી છે.
49 વર્ષના અસાંજની 2010-2011 દરમિયાન હજારો ગુપ્ત દસ્તાવેજો પ્રકાશિત કરવાના કારણે તપાસ કરાઈ રહી છે.
અમેરિકાનો દાવો છે કે એ દસ્તાવેજો છાપવાથી કાયદાનું ઉલ્લંઘન થયું છે અને તેના કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
પરંતુ અસાંજે પોતાના પ્રત્યર્પણનો વિરોધ કરતાં કહ્યું કે તેમની પર લગાવાયેલા તમામ આરોપો રાજકારણથી પ્રેરિત છે.
અમેરિકાન અધિકારીઓનું કહેવું છે કે તેઓ કોર્ટના આ આદેશ વિરુદ્ધ અપીલ કરશે.
જિલ્લા જજ વેનેસા બરાયટસરે કહ્યું કે અમેરિકન અધિકારીઓએ જે પણ જાણકારી આપી છે તેના આધારે જુલિયન અસાંજને આત્મહત્યા કરતા રોકવા મુશ્કેલ છે અને આ કારણે તેમને પ્રત્યર્પણ કરવાની પરવાનગી ન આપી શકાય.
જો અમેરિકામાં તેઓ ગુનેગાર સાબિત થાય તો તેમને 175 વર્ષ સુધી સજા થઈ શકે છે પરંતુ અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેમને ચાર કે છ વર્ષ કરતાં વધુ સજા નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ અસાંજ પર ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ સાથે સંકળાયેલા ગુપ્ત દસ્તાવેજોને લિક કરવાનો આરોપ લગાવ્યો છે.
અસાંજનું કહેવું છે કે એ જાણકારીઓથી ખબર પડે છે કે અમેરિકન સૈનિકોએ શોષણ કર્યું હતું.
જ્યારે તેમણે પોતાની જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું ત્યારે અસાંજને મે, 2019માં 50 અઠવાડિયાંની જેલની સજા સંભળાવાઈ હતી
અસાંજ વર્ષ 2012થી 2019 સુધી લંડનસ્થિત ઇક્વાડોરના દૂતાવાસમાં રાજકીય શરણાર્થી તરીકે હતા.
ત્યાર બાદ તેમની એપ્રિલ, 2019માં ધરપકડ કરાઈ હતી.
જ્યારે તેઓ દૂતાવાસમાં શરણ માગવા ગયા હતા ત્યારે તેમના પર સ્વીડન પ્રત્યર્પણ હેઠળ મોકલવાનો કેસ ચાલી રહ્યો હતો કારણ કે તેમના પર યૌન હુમલાનો આરોપ હત. અસાંજે આ આરોપોનું ખંડન કર્યું હતું અને બાદમાં તેમના પરથી એ કેસ પણ હઠાવી દેવાયો હતો.

જૅક મા બે મહિનાથી ક્યાં છે? અલીબાબા ગ્રૂપના સ્થાપક ગૂમ થયાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી ડોટ કૉમ અન્ય મીડિયાના અહેવાલના આધારે લખે છે કે ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જૅક મા પાછલા બે માસથી જાહેર સ્થળે જોવા મળ્યા નથી.
નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હૉંગકૉંગમાં ઍન્ટના 37 બિલિયન ડૉલરનો IPO અચાનક રદ કરાયા બાદ ચીનની સરકારની નજરમાં હતા.
અહેવાલો અનુસાર જૅક મા નવેમ્બર માસમાં પોતાના ટૅલેન્ટ શો, આફ્રિકાઝ બિઝનેસ હિરોઝના અંતિમ એપિસોડમાં પણ નહોતા દેખાયા.
આ શોમાં તેમનું સ્થાન અલીબાબાના એક ઍક્ઝીક્યૂટિવે લઈ લીધું હતું.
અહેવાલ અનુસાર અલીબાબ અને તેમના સ્પર્ધકો જેમ કે ટેન્સેન્ટ હોલ્ડિંગ સેંકડો મિલિયન યુઝર્સને કારણે નિયમનકારી સંસ્થાઓના દબાણ હેઠળ છે.
ગત મહિને ચીનની ઍન્ટિટ્રસ્ટ ઑથૉરિટીએ અલીબાબા ગ્રૂપની હોલ્ડિંગ અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ચીનની કેન્દ્રીય બૅંકે ગ્રૂપને પોતાનાં ધીરાણ અને અન્ય કન્ઝ્યુમર ફાઇનાન્સ ઑપરેશનમાં ફેરફાર કરવા જણાવ્યું હતું.

મોદી સરકાર નફો રળતી BEML કંપનીનો 26 ટકા હિસ્સો વેચશે

ઇમેજ સ્રોત, VIJAY RUPANI TWITTER
કેન્દ્ર સરકારે પોતાની એક નવી જાહેર ક્ષેત્રની કંપની બીઈએમએલમાં 26 ટકાનું રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર હાલ આ કંપનીમાં 54.03 ટકા કેન્દ્ર સરકારનું રોકાણ છે. હવે નવી કંપની આવવાના કારણે મૅનેજમેન્ટ ખાનગી કંપનીમાં જશે.
બેંગ્લોરનું આ જાહેરક્ષેત્રનું યુનિટ ડિફેન્સ, કન્સ્ટ્રક્શન અને એરોસ્પેસ એમ ત્રણ મહત્ત્વના વ્યવસાય સાથે જોડાયેલી છે.
આ કંપનીમાં રસ ધરાવતી કંપનીઓ 1 માર્ચ 2021 સુધીમાં તેની પ્રોસેસ કરી શકશે.
કંપનીમાં 6602 લોકોનો સ્ટાફ છે. અને તેણે વર્ષ નાણાંકીય વર્ષ 2020માં 68 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો., જ્યારે 2019માં 64 કરોડનો કર્યો હતો.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 504 ઉમેદવારો

ઇમેજ સ્રોત, Facebook/Gopal Italia
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ વ્યાપક સ્તરે લડવાની જાહેરાત કરી દીધી છે અને સ્થાનિક સ્વરાજની ચૂટણી માટે 504 ઉમેદવારો જાહેર કર્યાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીએ આગામી દિવસમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 504 ઉમેદવારના નામ પજાહેર કર્યા હતા.
આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય આતિશીએ વિવિધ જિલ્લાઓની મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું, "આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડશે. ભાજપ સામે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતના રાજકારણમાં પ્રવેશી રહી છે. આપ ભાજપને સત્તામાંથી હઠાવવા કામ કરશે."
તેમણે કહ્યું કે તેઓ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાગ લેશે.

ઑક્સફર્ડની વૅક્સિનની નિકાસ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો

ઇમેજ સ્રોત, TWITTER@ADARPOONAWALLA
બીબીસી હિન્દીના અહેવાલ અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે ભારત સરકારે તેમની પર ઑક્સફર્ડ એસ્ટ્રેઝેનેકાની રસીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સરાકરે આ વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ વૅક્સિનને બ્રિટન સહિત અનેક બીજા દેશમાં મંજૂરી મળી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વૅક્સિનનું મુખ્ય સપ્લાયર છે. કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાનું કહેવું છે કે ભારત પહેલાં પોતાના દેશના લોકોની સુરક્ષા કરવા ઇચ્છે છે અને તે સરકારના આ નિર્ણયનું સમ્માન કરે છે.
ભારત સરકાર દેશમાં બનેલી બીજી એક વૅક્સિન કોવૅક્સિનને મંજૂરી આપી છે. જો કે આ વૅક્સિન કેટલી અસરકારક છે તેને લઈને જવાબ મળી રહ્યા નથી.

ઓબ્ઝર્વેશન હોમમાં દલિત યુવાનના મૃત્યુના કેસમાં છ લોકો સામે કેસ દાખલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદના ઓબ્ઝર્વેશન હોમમાં 17 વર્ષીય દલિત યુવાનના મૃત્યુની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો અહેવાલ આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી અને ખાનગી વ્યક્તિના હુમલા બાદ તેની સારવાર કરાવવામાં ન આવતા તેનું મૃત્યુ થયું હોવાનું કહેવાયું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી એફઆઈઆર અનુસાર કુલ છ લોકો સામે આ કેસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ઓબ્ઝર્વેશન હોમના સુપરિન્ટેન્ડેન્ટ, ત્રણ બીજા કર્મચારી, પોલીસકર્મી અને એક ખાનગી વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
23 ઑક્ટોબરે દલિત યુવાનની ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા હુમલાના કેસમાં અટકાયત કરાઈ હતી. તેમને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યા હતા.
ત્યારબાદ ચાર દિવસ પછી 27 ઑક્ટોબરે અસારવા વિસ્તારની સિવિલ હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને ખાનગી વ્યક્તિ અને પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યો હતો.
ઓબ્ઝર્વેશન હોમમાં યુવક ચાર દિવસ હતા પરંતુ તેમને હૉસ્પિટલ ન જવાતા તેમનું મૃત્યુ થયું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















