સૌમિત્ર ચેટરજી : દંતકથા સમાન અભિનેતાનું નિધન

સૌમિત્ર ચેટરજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૌમિત્ર ચેટરજી
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વવિખ્યાત સર્જક સત્યજીત રે સાથે કામ કરનારા અને બંગાળી સિનેમાના લૅજન્ડ તરીકે ઓળખાતા અભિનેતા સૌમિત્ર ચેટરજીનું નિધન થયું છે.

સૌમિત્ર ચેટરજીએ સત્યજીત રેની ફિલ્મ અપુર સંસારથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઓસ્કર ઍવોર્ડથી સન્માનિત ડિરેક્ટર સત્યજીત રે સાથેની જુગલબંધી માટે જાણીત દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટરજીનું કોરોનાની માંદગીમાં સપડાઈને મૃત્યુ થયું છે.

85 વર્ષીય અભિનેતાને 6 ઑક્ટોબરના રોજ કોલકાતાની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બંગાળી ફિલ્મચાહકોને અભિનેતાની અંતિમ વિદાયથી ઘેરા શોકમાં છે.

રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિ પરથી બનેલી સત્યજીત રેની ફિલ્મ ચારુલતામાં મુખ્ય ભૂમિકામાં સૌમિત્ર ચેટરજી અને માધવી મુખરજી

ઇમેજ સ્રોત, LMPC / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિ પરથી બનેલી સત્યજીત રેની ફિલ્મ ચારુલતામાં મુખ્ય ભૂમિકામાં સૌમિત્ર ચેટરજી અને માધવી મુખરજી

નોંધનીય છે કે 300 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા ચેટરજી એક નાટ્યકાર, થિયેટર કલાકાર અને કવિ પણ હતા.

હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનું કોરોના વાઇરસનું પરીક્ષણ નૅગેટિવ આવ્યું હતું. પરંતુ બાદમાં તેમની તબિયત વધુ બગડતાં તેમને વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

line

'વન મૅન સ્ટોક કંપની'

2012માં ઉપરાષ્ટ્રતિ હમીદ અંસારીને હસ્તે દાદાસાહેબ ફાળકે સન્માન એનાયત થયું એ પ્રસંગે સૌમિત્ર ચેટરજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2012માં ઉપરાષ્ટ્રતિ હમીદ અંસારીને હસ્તે દાદાસાહેબ ફાળકે સન્માન એનાયત થયું એ પ્રસંગે સૌમિત્ર ચેટરજી

સૌમિત્ર ચેટરજી પદ્મભૂષણ, નેશનલ ફિલ્મ ઍવૉર્ડ અને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાલકે ઍવૉર્ડથી સન્માનિત થયા હતા.

ચેટરજી સત્યજીત રે સાથેના પોતાના કામ માટે વધુ જાણીતા હતા. સત્યજીત રે એ વિશ્વના નામચીન ડિરેક્ટર અને અપુ-ટ્રાયોલોજી જેવી ફિલ્મોના સર્જક છે.

આ સીરિઝમાં બંગાળના ગામડામાં રહી રહેલા એક માણસની કથા કહેવામાં આવી છે. આ ફિલ્મને કારણે ભારતીય સિનેમાજગતનું સમગ્ર વિશ્વમાં નામ થયું હતું.

વીડિયો કૅપ્શન, પંકજ ત્રિપાઠીએ 'મિર્ઝાપુર' કેમ પસંદ કરી?

અપુ- ટ્રાયોલોજીની ત્રીજી ફિલ્મ અપુર સંસાર, જે 1959માં રિલીઝ થઈ હતી, ચેટરજીની ડેબ્યૂ ફિલ્મ હતી. બાદમાં તેઓ સત્યજીત રેની 14 ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા.

અમેરિકાના ખ્યાતનામ ફિલ્મ ક્રિટિક પોલીન કિલે ચેટરજીને રેની 'વન મૅન સ્ટોક કંપની' કહ્યા હતા.

વર્ષ 2012માં ચેટરજીને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2018માં તેમને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન લિજિયન ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો