ભાનુ અથૈયાનું નિધન, ભારત માટે જીત્યો હતો પ્રથમ ઑસ્કાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનાં પ્રથમ ઑસ્કાર વિજેતા સિનેમા જગતના જાણીતાં કૉસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું 91 વર્ષની વયે નિધન થયું છે.
તેઓ બ્રેઇન ટ્યૂમરને કારણે છેલ્લાં ત્રણ વર્ષોથી પથારી પર હતાં અને ગુરુવારે ઊંઘમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.
ભાનુને વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગાંધી' માટે કૉસ્ચ્યુમ ડિઝાઇન કરવા બદલ ઑસ્કાર ઍવૉર્ડ મળ્ય હતો. આ ફિલ્મને બ્રિટિશ નિર્દેશક રિચર્ડ ઑટેનબૉરોએ બનાવી હતી.

'લગાન' અને 'સ્વદેશ' છેલ્લી ફિલ્મો
50ના દાયકામાં ભારતીય સિનેમામાં સક્રિય ભાનુ અથૈયાએ 100થી વધુ ફિલ્મો માટે કૉસ્ચ્યુમ ડિઝાઇન કર્યાં હતાં. ઑસ્કાર ઉપરાંત તેમને બે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા હતા.
આમીર ખાનની ફિલ્મ 'લગાન' અને 'શાહરૂખ ખાન'ની ફિલ્મ સ્વદેશ માટે તેમણે છેલ્લી વખત કૉસ્ચ્યુમ ડિઝાઇન કર્યાં હતાં
વર્ષ 2012માં ભાનુએ ઑસ્કાર ટ્રૉફી પરત કરી દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઇચ્છા હતી કે કે તેમના બાદ ટ્રૉફીને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે.
એ વખતે બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "સૌથી મોટો સવાલ ટ્રૉફીનો છે. ભારતમાં પહેલાં કેટલાય ઍવૉર્ડ ગાયબ થઈ ગયા છે. મેં આટલાં વર્ષો સુધી ઍવૉર્ડ ઍન્જોય કર્યા. ઇચ્છું છું કે આગળ પણ તે સુરક્ષિત રહે."
તેમણે કહ્યું હતું, "હું ઑસ્કાર ઑફિસ જાઉં છું. મેં જોયું છે કે ત્યાં કેટલાય લોકોએ પોતાની ટ્રૉફી રાખી છે. અમેરિકન કૉસ્ચ્યુમ ડિઝાઇનર ઍડિથ હૅડે પણ મરતાં પહેલાં આઠ ટ્રૉફી ઑસ્કાર ઑફિસમાં રાખી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















