You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૈદરાબાદ: આંધ્રપ્રદેશ-તેલંગાણામાં ભારે વરસાદ,ભૂસ્ખલનને કારણે સાતનાં મૃત્યુ
આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યમાં ચક્રવાતને કારણે ભારે વરસાદ પડતાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે.
ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ જમીન ખસકી ગઈ છે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મંગળવાર બપોરથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે સાત લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે તેલંગણામાં 13 લોકોનો જીવ ગયો છે.
તેલંગણાના મેડચલ-મકલજગિરિ જિલ્લાના ઘાટકેસર ક્ષેત્રમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે.
મંગળવાર સવારથી શરૂ થયેલ વરસાદ બુધવાર સવારે પાંચ વાગ્યા સુધી ચાલતો રહ્યો.
20 વર્ષોમાં જેટલો વરસાદ નથી થયો એટલો વરસાદ પડ્યો
હૈદરાબાદમાં છેલ્લા 20 વર્ષોમાં જેટલો વરસાદ નથી થયો એટલો વરસાદ હાલમાં પડી રહ્યો છે. હૈદરાબાદના હુસૈનસાગર તળાવમાં પાણી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે.
હૈદરાબાદના કેટલા નીચલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને આ જિલ્લાઓના અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખૈરાતાબાદ, ટોલી ચૌકી, બોરબંદા, સિકંદરાબાદ, અંબેરપેટ, અલ્બીનગર, વનસ્થલીપુરમ, હયાતનગર અને અબ્દુલ્લાપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે.
ભારે વરસાદને જોતાં શહેરના કેટલાક વિસ્તારોમાં સુરક્ષાને જોતાં વિજળી આપૂર્તિને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવી છે.
હૈદરાબાદના શમશાબાદ વિસ્તારમાં એક દીવાલ પડી જતાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે.
હૈદરાબાદ -વિજયવાડા પરિવહન પણ અસરગ્રસ્ત
ભારે વરસાદને કારણે હૈદરાબાદ વિજયવાડા રાષ્ટ્રીય રાજમાર્ગ પર પરિવહન ખોરવાયું છે.
ભારે વરસાદને કારણે કેટલાય કિલોમિટર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ છે.
ટ્રાફિક પોલીસ, નેશનલ હાઇવે ઑથોરિટીના અધિકારી અને સ્ટાફ પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ ભારે માત્રામાં પૂરના પાણી શહેરના જળાશયોનું સ્તર પણ વધી ગયું છે.
હિમાયતસાગર ઝીલમાં પાણી પણ ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગયું છે.
અધિકારીઓએ મંગળવારે મોડી રાત્રે જાહેરાત કરી કે લગભગ 1300 ક્યૂસેક પાણી મુસી નદીમાં છોડવામાં આવશે.
નીચલા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશમાં સાત લોકો મૃત્યુ પામ્યા
આંધ્રપ્રદેશમાં મંગળવાર સવારે નરસાપુરમ-કાકીનાડાની નજીક તટથી ચક્રવાત પસાર થયું હતું જેને કારણે કૃષ્ણા, ઉભાયા ગોદાવરી અને ઉત્તરાંચલ જિલ્લામાં જળભરાવને લઈને નિર્દેશ આપવામાં આવ્યા છે.
સોમવારે સવારથી મંગળવાર સવાર સુધી 129 ક્ષેત્રોમાં 11.56 સેમિ અને 20.44 સેમિ વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સરેરાશ 18 સેમિ વરસાદ થયો છે.
પશ્ચિમ ગોદાવરીના તામિલેરુ અને એરરકાલુવા જિલ્લામાં કેટલાક સ્થળોએ પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે.
સરકારી દાવા પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ અને તેનાથી પેદા થયેલી પરિસ્થિતિના કારણે ઓછામાં ઓછા સાત લોકોનું મૃત્યુ થયું છે. ઉપ-મુખ્યમંત્રી અલ્લા નાનીના લોકોને પૂરી સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે.
કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા છે, જેનાથી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.
કાકીનાડા રેલવે સ્ટેશન પર રેલવે ટ્રૅક પણ પાણીમાં ડૂબી ગયા છે.
વિજયવાડામાં કૃષ્ણા નદીના વધતા જળસ્તરને જોતાં અધિકારીઓએ 30 ઘરો માટે આપાતકાલીન ચેતવણી જાહેર કરી છે, આમાં પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રબાબૂ નાયડૂનું ઘર પણ સામેલ છે.
રાજનેતાઓ સંવેદના જાહેર કરી
ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ તેલુગુ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને જોતાં ચિંતા વ્યક્ત કરી છે.
એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ હૈદરાબાદની હાલની પરિસ્થિતિને જોતાં લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે.
જોકે પરિસ્થિતિમાં રાહત મળવાની આશા નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આંધ્રપ્રદેશમાં અત્યારે આવતા બે દિવસ સુધી વરસાદ થતો રહેશે.
અમરાવતી હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતની અસર હજી વધી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો