You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમનું અવસાન
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
દિગ્ગજ પ્લેબૅક સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં શુક્રવારે બપોરે એક વાગ્યે અવસાન થયું છે.
તેમની ઉંમર 74 વર્ષની હતી અને ઑગસ્ટ મહિનામાં તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર બાદ શરૂઆતમાં તેમની સ્થિતિ સારી હતી પણ પછીથી તેમની સ્થિતિ ગંભીર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જેના પગલે તેમને વૅન્ટિલેટર પર રાખવાની જરૂર સર્જાઈ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો