સુશાંતસિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તીની મીડિયા ટ્રાયલના વિરોધમાં સામે આવ્યું બોલીવૂડ

ઇમેજ સ્રોત, SARANG GUPTA/HINDUSTAN TIMES/SUJIT JAISWAL/AFP
"રિયા ચક્રવર્તી સાથે ફૅર ટ્રાયલ થાય એના સમર્થનમાં અને મીડિયાના પાગલપણાના વિરોધમાં અત્યાર સુધી માત્ર તાપસી પન્નૂ, વિદ્યા બાલન, શિબાની દાંડેકર, લક્ષ્મી મંચૂ અને સ્વરા ભાસ્કરે જ હિંમત બતાવી છે."
"એનાથી સાબિત થાય છે કે બોલીવૂડની મહિલાઓમાં ઇન્ડસ્ટ્રીના પુરુષોની સરખામણીએ વધુ હિંમત છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ફિલ્મનિર્દેશક રામગોપાલ વર્માએ ટ્વિટર પર એકવાર ફરી ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ચાલી રહેલી મીડિયા ટ્રાયલ પર સવાલ ઉઠાવ્યા છે.
'સત્યા' અને 'કંપની' જેવી ફિલ્મો બનાવનારા બોલીવૂડ નિર્દેશક રામ ગોપાલ વર્મા અગાઉ પણ આ કથિત મીડિયા ટ્રાયલ વિરુદ્ધ બોલતા રહ્યા છે.
તેમણે ટ્વિટર પર આ પહેલાં લખ્યું હતું, "જો તમે કોઈ એવા શખ્સનો સાથ નથી આપતા જેને ખોટી રીતે ફસાવાઈ રહ્યો છે, તો એ સમયે કોઈ તમારી સાથે ઊભું નહીં રહે જ્યારે તમને પણ ખોટી રીતે ફસાવવામાં આવશે."
"એને બસ ન્યાયની રીતે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કેટલાક દિવસ પહેલાં વર્માએ કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ મીડિયાને ઇન્ટરવ્યૂ આપી સૌથી યોગ્ય કામ કર્યું.

સોશિયલ મીડિયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો રિયાના ઈન્ટરવ્યૂ અને તે પછી શરૂ થયેલા 'જસ્ટિસ ફૉર રિયા કૅમ્પેન'ને એક સમજી-વિચારીને ગોઠવાયેલી યોજના ગણાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસ હજી કોર્ટના દરવાજા સુધી નથી પહોંચ્યો પરંતુ રોજેરોજ એવી ખબરો આવતી જ રહે છે જે કોઈ આરોપીને કોર્ટના નિર્ણય પહેલાં જ માત્ર શંકાને આધારે દોષિત ગણાવી દેતી હોવાનું લાગે છે.
રિયા ચક્રવર્તી પ્રત્યે મીડિયાના વર્તનનો વિરોધ કરનારાઓમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, વિશાલ દડલાની, શિબાની દાંડેકરથી લઈને મિનિષા લાંબા અને હર્ષવર્ધન કપૂર જેવાં કલાકારો સામેલ છે.
એ લોકો એક સવાલ મુખ્ય રીતે ઉઠાવી રહ્યા છે કે આખરે ન્યૂઝ ચેનલો થોડી ધીરજ રાખી તપાસ એજન્સીઓનો રિપોર્ટ આવવાની રાહ કેમ નથી જોઈ રહી?

મીડિયા ટ્રાયલનો વિરોધ

ઇમેજ સ્રોત, SUSHANT SINGH RAJPUT/FACEBOOK
રિયા ચક્રવર્તી વિરુદ્ધ ચાલી રહેલી મીડિયા ટ્રાયલનો વિરોધ કરનારાઓનું માનવું છે કે રિયા ચક્રવર્તીએ શું કર્યું છે અને તેઓ કેટલાં જવાબદાર છે એ કામ તપાસ એજન્સીઓ અને ન્યાય વ્યવસ્થાનું છે અને તે તેમની ઉપર જ છોડી દેવું જોઈએ.
'સ્વચ્છ ભારત અભિયાન'નાં ઍમ્બેસૅડર લક્ષ્મી મંચૂએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, "મેં રાજદીપ સરદેસાઈ સાથે રિયા ચક્રવર્તીનો આખો ઈન્ટરવ્યૂ જોયો. મેં આ વિશે ઘણું વિચાર્યું કે મારે એના ઉપર પ્રતિક્રિયા આપવી જોઇએ કે નહીં."
"હું ઘણા લોકોને મૌન જોઈ રહી છું. કારણ કે મીડિયાએ એક યુવતીને શેતાનની શકલ આપી દીધી છે. હું સત્ય નથી જાણતી. હું સત્ય જાણવા માગું છું અને હું આશા રાખું છું કે સચ્ચાઈ પ્રમાણિક રીતે સૌની સામે આવશે."
"મને ન્યાયવ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ તમામ તાપસ એજન્સીઓ પર પણ પૂરો વિશ્વાસ છે જે સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવાનાની પ્રક્રિયામાં જોડાયેલી છે."
"પરંતુ શું ત્યાં સુધી આપણે પોતાની જાતને તથ્યો જાણ્યા વગર એક વ્યક્તિ અને એના સમગ્ર પરિવારના લીંચિંગમાં સામેલ થવા, ક્રૂર અને ખોટો વ્યવહાર કરવાથી રોકી શકીએ?"
"હું ફક્ત એ કલ્પના જ કરી શકું છું કે આ આખો પરિવાર આ તથાકથિત મીડિયા ટ્રાયલને કારણે કેવી પીડામાંથી પસાર થઈ રહ્યો હશે."
"જો મારી સાથે આવું કંઈક થાય છે તો હું ઈચ્છીશ કે મારી સાથે કામ કરનારા મારો ટેકો બને અને કંઈ નહીં તો જે મને ઓળખે છે તેઓ એમ કહે કે મને એકલી છોડી દેવામાં આવે."
"હું આપ સૌને કહું છું કે તમે પણ એમ જ કરો, એને એકલી છોડી દો. જ્યાં સુધી સંપૂર્ણ સત્ય સત્તાવાર રીતે બહાર નથી આવતું. હું એ વાતને લઈને દુઃખી છું કે આપણે શું બની ગયા છીએ."
"જો આપણે આપણા હૃદયની વાત જ ન કહીએ તો આપણે સાચા કઈ રીતે છીએ. એ પણ ત્યારે જ્યારે આપણે એ કરી શકીએ છીએ. હું મારી સહકર્મી સાથે ઊભી થઈ રહી છું."

વિદ્યા બાલને શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
વિદ્યા બાલને લક્ષ્મી મંચૂને આ મુદ્દે પોતાની વાત મૂકવા માટે ધન્યવાદ આપતાં ટ્વિટ કરીને લખ્યું :
"આ વાતને આટલા ભારપૂર્વક કહેવા માટે ભગવાન તારું ભલું કરે. લક્ષ્મી મંચૂ એ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વ્હાલા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું કસમયે અને દુઃખદ મૃત્યુ એક મીડિયા સર્કસ બનીને રહી ગયું છે."
"તેની સાથે જ એક મહિલા હોવાના નાતે મારું દિલ રિયા ચક્રવર્તીની બદનામીને જોઈને તૂટી જાય છે. શું 'દોષિત સાબિત થવા સુધી નિર્દોષ' કહેવડાવવાના સિદ્ધાંતનું પાલન ન થવું જોઈએ."
"કે પછી હવે આ સિદ્ધાંત 'નિર્દોષ સાબિત થતાં સુધી દોષિત'માં બદલાઈ ચૂક્યો છે. ચાલો આપણે બધા એક નાગરિકના બંધારણીય અધિકારોનું સન્માન કરીએ અને કાયદાને તેમનું કામ કરવા દઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
યુવા અભિનેત્રી તાપસી પન્નુએ પણ ટ્વિટર પર લખ્યું છે, "હું સુશાંતસિંહ રાજપૂતને વ્યક્તિગત રૂપે જાણતી નહોતી. હું રિયાને પણ નથી જાણતી. પરંતુ હું જાણું છું કે એને માટે ફક્ત એક માણસ હોવાની જરૂર છે જેથી તમે સમજી શકો કે ન્યાયવ્યવસ્થાને બાજુએ મૂકીને કોઈ વ્યક્તિને દોષિત ગણી દેવી, જેને હજુ સુધી દોષિત સાબિત પણ નથી કરાઈ, એ કેટલું ખોટું છે."
"મૃત્યુ પામનારાની આત્માને શાંતિ અને પોતાની માનસિક શાંતિ માટે કાયદા ઉપર ભરોસો રાખો."

આરુષિ, શીના બોરા અને જસલીન કૌરનો કેસ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
આ દરમિયાન સુશાંત આત્મહત્યા કેસમાં રોજ નવી માહિતી સામે આવી રહી છે અને મીડિયા તેને પોતાની રીતે પીરસી રહી છે.
જો મીડિયા ટ્રાયલની જ વાત કરવામાં આવે તો આરુષિ અને શીના બોરાનો કેસથી કોઈથી છુપાયેલા નથી.
વર્ષ 2015માં દિલ્હીનાં 'જસલીન કૌર વિરુદ્ધ સર્વજિતસિંહ કેસ'માં એવું જોવાઈ ચૂક્યું છે જ્યારે એક ખોટી તસવીરનો ઉપયોગ કરવાને કારણે સર્વજિતસિંહને પોતાની નોકરી, સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવા પડ્યાં હતાં.
સર્વજિતસિંહે આ કેસમાં 2015થી લઈને 2019 સુધી કાયદાકીય લડાઈ લડીને પોતાનું નિર્દોષપણું સાબિત કર્યું હતું.
વર્ષ 2017માં તે સમયના ચીફ જસ્ટીસ કે. એસ. ખેહરે મીડિયા ટ્રાયલને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને સંકેત આપ્યા હતા કે સુપ્રીમ કોર્ટ એક નિર્ણય કરી શકે કે પોલીસ કાયદાકીય સુનાવણી પહેલાં મીડિયાને કેટલી જાણકારી આપી શકે. કારણ કે અનેકવાર રિપોર્ટિંગ નિષ્પક્ષ અને સ્વતંત્ર સુનાવણીનું મૂલ્ય ઘટાડે છે.

સુશાંતસિંહ રાજપૂત કેસ

ઇમેજ સ્રોત, RHEA CHAKRABORTY/INSTAGRAM
સુશાંતસિંહ રાજપૂત 14 જૂને મુંબઈસ્થિત પોતાના નિવાસસ્થાને મૃત મળી આવ્યા હતા.
ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુને લઈને ચાલી રહેલી ચર્ચાથી હઠીને તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે.
આ ઘટનાક્રમમાં શુક્રવારે નાર્કોટિક કંટ્રોલ બ્યૂરોની એક ટીમ રિયા ચક્રવર્તીના મુંબઈસ્થિત ઘરે પણ ગઈ.
એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે જેનું તેઓ પાલન કરી રહ્યા છે.
મુંબઈ પોલીસે એને આત્મહત્યા ગણાવી હતી. પછીથી સુશાંત સિંહના પિતા કે.કે. સિંહે પટના પોલીસમાં એફઆઈઆર નોંધાવી અને રિયા ચક્રવતી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાની સાથો સાથ અન્ય ગંભીર આરોપ પણ લગાવ્યા.
બિહાર સરકારે તેમના મૃત્યુની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરી હતી જેને મહારાષ્ટ્ર સરકારે પડકારી હતી.
જોકે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસની માગણી સ્વીકારી લીધી હતી.
સીબીઆઈએ આ મામલામાં કેસ નોંધી લીધો છે અને રિયા ચક્રવર્તીની કેટલાય દિવસોએ કલાકો સુધી પૂછતાછ પણ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો