રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવ્યાં બોલીવૂડનાં અભિનેત્રીઓ

સુશાંતસિંહ રાજપૂત

ઇમેજ સ્રોત, SUSHANT SINGH RAJPUT/FACEBOOK

ઇમેજ કૅપ્શન, સુશાંતસિંહ રાજપૂત
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ફિલ્મસ્ટાર સુશાંતસિંહના ચર્ચિત આત્મહત્યા કેસમાં તેમનાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની હાલ વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ ચાલી રહી છે.

ત્યારે બલીવૂડનાં કેટલાંક અભિનેત્રીઓ રિયાના સપૉર્ટમાં આવી ગયાં છે.

જુદાજુદા મીડિયા અહેવાલો અનુસાર હિના ખાન, તાપસી પન્નુ, સ્વરા ભાસ્કર અને વિદ્યા બાલન રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવ્યાં છે.

નોંધનીય છે કે 14 જૂનના રોજ સુશાંતસિંહની આત્મહત્યા બાદથી સુશાંતસિંહના પરિવારજનો દ્વારા રિયા ચક્રવર્તીને અભિનેતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવતા આરોપો કરાઈ રહ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે હાલ CBI, ED અને નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા પૂછપરછ કરાઈ રહી છે.

line

સ્વરા ભાસ્કર ઊતર્યાં રિયાના સમર્થનમાં

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે રિયાના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું હતું કે, “ભારતીય મીડિયા જેવી રીતે રિયા ચક્રવર્તીના પાછળ પડ્યું છે એવું તો કદાચ કસાબની પાછળ પણ નહોતું પડ્યુ, તેને પણ આવી મીડિયા ટ્રાયલનો શિકાર નહોતું બનવું પડ્યું."

"ભારતીય મીડિયા પર શરમ છે અને આવું ઝેરી કન્ટેન્ટ જોનાર તરીકે આપણા સૌ પર પણ શરમ છે.”

line

વિદ્યા બાલન અને તાપસીએ ઉઠાવ્યો અવાજ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વિદ્યા બાલન પણ રિયાના સપૉર્ટમાં આવ્યાં છે.

તેમણે અભિનેત્રી લક્ષ્મી મંચ્છુ જેમણે રિયાનું સમર્થન કરતું ટ્વીટ કર્યું હતું તેમની પ્રશંસા કરતાં ટ્વીટ કર્યું છે :

"સુશાંતનું મૃત્યુ મીડિયાસર્કસ બની ગયું છે. એક સ્ત્રી તરીકે રિયા ચક્રવર્તી સાથેના વર્તનથી મારું મન દુ:ખી છે."

"જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર ન પુરવાર થાય ત્યાં સુધી તે અપરાધી નથી બની જતી, કે પછી હવે આ વ્યાખ્યા બદલાઈ ગઈ છે?”

“નાગરિકના અધિકારોનો માન જાળવીએ અને કાયદાને તેનું કામ કરવા દઈએ.”

line

તાપસી પન્નૂનું પણ સમર્થન

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આ પહેલાં અભિનેત્રી તાપસી પન્નૂ પણ આ રિયા ચક્રવર્તી અંગે મીડિયામાં ચાલી રહેલા સમાચારો અંગે ટ્વીટર પરી લખી ચૂક્યાં છે.

તેમણે તેમના ટ્વીટમાં લખ્યું હતું કે, “હું સુશાંત કે રિયાને અંગત રીતે નથી ઓળખતી, પરંતુ કાયદાથી ઉપરવટ જઈને કોઈને ગુનેગાર સાબિત ન કરો એ માટે સામાન્ય માણસ જેટલી સમજ પૂરતી હોય છે."

"આપની માનસિક સ્થિરતા માટે અને દિવંગતની પવિત્રતા માટે દેશના કાયદા પર વિશ્વાસ કરો."

line

અભિનેત્રી હિના ખાને કર્યું સમર્થન

હિના ખાન

ઇમેજ સ્રોત, HEENA KHAN/FB

નાના પડદેથી બોલીવૂડમાં પદાર્પણ કરનારી અભિનેત્રી હિના ખાને પણ તાજેતરમાં એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં રિયાનું સમર્થન કર્યું હતું.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર CBIને તપાસ કરવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે, “આ પ્રકારના આરોપો રિયાની કારકિર્દીને હંમેશાં માટે ખરાબ કરી નાખશે.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો