સચીન તેંડુલકર શોધે છે પોતાની જૂની મારુતિ 800, ચાહકોની માગી મદદ

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, AFP

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પૂર્વ ભારતીય ક્રિકેટર સચીન તેંડુલકરે પોતાના પ્રશંસકોને અપીલ કરી છે કે તેમને પોતાની કાર શોધવામાં મદદ કરે.

ગાડીઓના શોખીન આ ખેલાડીએ કહ્યું કે તેમની આ કાર 'મારુતિ 800' હતી. આ ગાડી 90ના દાયકામાં ભારતમાં ઘણી લોકપ્રિય હતી.

સચીને પોતાની ગાડીને લઈને વધારે જાણકારી તો નથી આપી, પરંતુ પ્રશંસકોને કહ્યું છે કે જો કોઈને કાર વિશે ખબર પડે તો તેમનો સંપર્ક કરે.

એક વેબચૅટ શૉમાં સચીને કહ્યું કે તેમણે પ્રૉફેશનલ ક્રિકેટર બન્યા પછી આ ગાડી ખરીદી હતી.

તેંડુલકરે વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ આજે પણ તેઓ ભારતની સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં સ્થાન પામે છે.

line

મારુતિ 800નો જલવો

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, ANDREAS RENTZ/GETTY IMAGES

સચીન એકલા નહોતા જેમણે આ કાર ખરીદી હતી. એક સમયે મારુતિ 800 કારથી પણ કંઈ વધારે હતી. આ આખી પેઢી માટે સપનાંઓ, ઇચ્છાઓ અને રસૂલનું પ્રતીક રહી હતી.

આ કારની લોકપ્રિયાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે જ્યારે કંપનીએ 2014માં કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ સમયે ઘણા લોકોએ પોતાની કાર સાથે જોડાયેલી યાદોને તાજી કરી હતી.

સચીને કહ્યું કે જેમ-જેમ તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળ થતા ગયા, તેમના ઘરે નવી ગાડીઓ આવવા લાગી. છેવટે જૂની કાર તેમણે વેચવી પડી.

તેમણે આ કાર્યક્રમ દરમિયાન એમ પણ કહ્યું કે તેમને ગાડીઓનો શોખ કેવી થયો.

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

સચીને કહ્યું, "મારા ઘરની પાસે એક મોટો મૂવી હૉલ હતો, જ્યાં લોકો ગાડીમાં બેસીને ફિલ્મ જોવા આવતા હતા. તો હું મારા ભાઈની સાથે બાલ્કનીમાંથી કલાક સુધી તે ગાડીઓને જોતો રહેતો હતો."

તેંડુલકરના નામે ટેસ્ટ અને વન ડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકર્ડ છે. તેમણે 200 ટેસ્ટ મૅચમાં 15837 અને 463 વન ડે મૅચમાં 18,426 રન બનાવ્યા છે.

બે વખત ભારતીય ટીમના કૅપ્ટન રહી ચૂકેલા સચીને 1989માં 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો હતો.

2012માં તેઓ 100 આંતરરાષ્ટ્રીય સદી બનાવનાર દુનિયાના પહેલા ક્રિકેટર બન્યા હતા.

ગ્રાફિક્સ
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો