અમેરિકામાં કરોડોની સ્કૉલરશિપ મેળવનારાં ભારતીય યુવતીના મૃત્યુ પર વિવાદ - TOP NEWS

સુદીક્ષા

ઇમેજ સ્રોત, Saurabh Sharma

ઇમેજ કૅપ્શન, સુદીક્ષા
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાની બૉબ્સન કૉલેજમાં લગભગ ચાર કરોડ રુપિયાની છાત્રવૃત્તિ મેળવનારાં એક ભારતીય વિદ્યાર્થી સુદીક્ષા ભાટીનાં મૃત્યુને લઈને ઉત્તર પ્રદેશમાં વિવાદ ઊભો થયો છે.

એક ચા વેચનાર પિતાનાં પુત્રી સુદીક્ષા ભણવામાં ખૂબ હોશિયાર હતાં અને 12 ધોરણમાં 98 ટકા માર્ક્સ મેળવ્યા હતા.

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સુદીક્ષા ભાટીનું એક માર્ગદુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું.

તેમનાં મૃત્યુની તપાસ બુલંદશહર પોલીસે એસઆઈટીને સોંપી છે.

સુદીક્ષાનાં પિતા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના દાદરી નજીક એક ગામમાં ચા વેચે છે.

ખૂબ સામાન્ય પરિવારનાં સુદીક્ષાને 2018માં 12માં ધોરણમાં 98 ટકા માર્ક્સ આવ્યા હતા અને પછી તેમને અમેરિકાની બૉબ્સન કૉલેજમાં 3.8 કરોડ રૂપિયાની સ્કૉલરશિપ મળી હતી.

તેઓ રજાઓમાં અમેરિકાથી ઉત્તર પ્રદેશમાં પોતાના ઘરે આવ્યાં હતાં પરંતુ લૉકડાઉનને કારણે પાછાં જઈ શક્યાં નહોતાં.

તેમના પરિવારજનોનો આરોપ છે કે બાઇકસવાર યુવકોએ સુદીક્ષા સાથે છેડછાડ કરી હતી અને તે દરમિયાન બાઇકની ટકરાઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું.

જોકે પોલીસે છેડછાડના મામલાને ફગાવી રહી છે પરંતુ સુદીક્ષા ભાટી સાથે જઈ રહેલા તેમનાં કાકા સતેંદ્ર ભાટીએ કહ્યું છે કે 'બુલેટ પર સવાર યુવકોએ ઘણી વાર સુધી તેમનો પીછો કર્યો અને પછી આગળ જઈને અચાનક બ્રેક લગાવી દીધી. '

ધી પ્રિન્ટ વેબસાઇટ મુજબ આ મામલે બુલંદશહરના જિલ્લાધિકારી રવિન્દ્રકુમારે કહ્યું હતું કે આ ઍક્સિડન્ટલ ડેથનો કેસ છે જેમાં સુદીક્ષાનાં સગીર વયના ભાઈ દ્વારા બાઇક પરથી નિયંત્રણ ચૂકી જવાયં હતું.

સુદીક્ષાનાં કાકા સતેન્દ્ર ભાટીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે "સુદીક્ષા રજાઓમાં ઘરે આવ્યાં હતાં અને તેમને સ્કૂલમાંથી અમુક દસ્તાવેજ લેવાના હતા. દાદરી પછી થોડા યુવકો અમારો પીછો કરવા લાગ્યા. તેઓ એલફેલ વાતો કરતા હતા અને હેરાન કરી રહ્યા હતા. પરંતુ અમે ચૂપચાપ જઈ રહ્યાં હતાં. "

"ઔરંગાબાદ પાસે બુલેટવાળા યુવકે અચાનક બ્રેક મારી દીધી, અમારી સ્પીડ ઓછી હતી પરંતુ અચાનક બ્રેક લાગવાથી બુલટથી ટકરાઈ ગયાં અને દીકરી નીચે પડી ગઈ."

સતેન્દ્ર ભાટી પ્રમાણે સુદીક્ષા ભાટીના માથામાં ઇજા થઈ હતી અને હૉસ્પિટલ પહોંચ્યાં પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

પોલીસે ત્રણ સભ્યોની ટીમને આ તપાસ સોંપી છે.

line

પૈતૃકસંપત્તિ પર પુત્રીનો સમાન અધિકાર

યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty

સુપ્રીમ કોર્ટે એક મોટા નિર્ણયમાં કહ્યું છે કે પૈતૃક સંપત્તિમાં પુત્રીનો પણ અધિકાર હશે, ભલે પછી 'હિંદુ ઉત્તરાધિકાર સંશોધન અધિનિયમ, 2005'ના લાગુ થયા પહેલાં પિતાનું મત્યુ થઈ ગયું હોય . હિંદુ અવિભાજિત પરિવારની સંપત્તિમાં પુત્રીના અધિકારો પર સુપ્રીમ કોર્ટે પુત્રીના પક્ષમાં નિર્ણય આપ્યો છે.

જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે “પુત્રી એ હંમેશાં પુત્રી રહે છે... પુત્ર ત્યાં સુધી પુત્ર હોય છે જ્યાં સુધી તેનું લગ્ન નથી થતું.”

એનડીટીવીના એક અહેવાલ મુજબ તેમણે કહ્યું કે પુત્રીને પણ પુત્રની જેમ સંપત્તિની વહેંચણીમાં બરાબરીનો ભાગ મળવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવ સપ્ટેમ્બર 2005ના સંશોધન પછી પુત્રીનો પણ સંપત્તિમાં ભાગ હશે, ભલે ફેરફારના સમયે પિતા જીવિત હોય કે ન હોય. જસ્ટિસ મિશ્રાની પીઠે કાયદો નક્કી કરતાં કહ્યું, "એક પુત્રી જીવનભર માટે પુત્રી હોય છે. "

જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બૅન્ચે આ નિર્ણય આપ્યો.

line

અમેરિકાએ કોરોનાની રસીના એક કરોડ ડોઝ માટે કરાર કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, EPA

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસની રસી માટે મૉડર્ના કંપની સાથે 1.5 અબજ ડૉલરની સમજૂતી કરી લીધી છે.

મંગળવારે મૉડર્ના ઇંક. કંપનીએ આ માહિતી આપી હતી.

'હિંદુસ્તાન ટાઇમ્સ' અખબાર મુજબ કંપની અને અમેરિકાએ કોવિડ 19ની પ્રયોગાત્મક રસીના એક કરોડ ડોઝ બનાવવા અને તેના વિતરણ માટે કરાર કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે કોરોના વાઇરસ માટે પ્રયોગાત્મક રસી પર કામ કરી રહેલી મૉડર્ના કંપની સાથે એક કરોડ ડોઝ માટે સમજૂતી પર પહોંચી ગયા છીએ. જેવી જ વૅક્સિનને મંજૂરી મળી જશે અમે ઝડપથી એક કરોડ ડોઝ વિકસિત કરવાની દિશામાં કામ કરીશું."

આ દરમિયાન ન્યૂ યૉર્કમાં મૉડર્ન કંપનીના શૅરમાં 8.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો