મુંબઈ : ભારે વરસાદમાં જનજીવન ખોરવાયું, 48 કલાક માટે રેડઍલર્ટ જાહેર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે વરસાદને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ અને થાણે જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે રેડ ઍલર્ટ જાહેર કરી દેવાયું છે.
નોંધનીય છે કે મોડી રાતથી મુંબઈમાં અનારાધાર વરસાદ ચાલુ છે, જે કારણે મુંબઈ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મંગળવાર રાતથી સતત ચાલી રહેલા વરસાદને પગલે મુંબઈમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે.
ભારતીય હવામાન ખાતા, મુંબઈના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે. એસ. હોસાલીકરે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોલાબા, સાંતાક્રૂઝ, રામમંદિર, મીરારોડ, મહાલક્ષ્મી અને વિદ્યાવિહાર સહિત થાણે અને ઉત્તર મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં 150 મિલીમિટર કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદ આગામી 48 કલાક સુધી ચાલુ રહી શકે છે."

ઇમેજ સ્રોત, ANI
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર શિવાજી સુતારે ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઉપનગરીય વિસ્તારોમાં મેઇન લાઇન અને હાર્બર લાઇન પરની ટ્રેનસેવાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એક્સપ્રેસ ટ્રેનો રીશિડ્યૂલ કરાઈ છે."
IMD દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લાઓમાં 4 અને 5 ઑગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
તેમજ મહારાષ્ટ્રના રત્નાગિરિ અને પાલધર જિલ્લાઓમાં પણ આ સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
નોંધનીય છે કે ભારે વરસાદને પગલે બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પણ લાગતાવળગતા તમામ વિભાગો અને નાગરિકો માટે ઍલર્ટ જારી કરી દેવાયું છે. નાગરિકોને સમુદ્રકિનારે કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ અપાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























