કોરોના વાઇરસ : મૃતકોની અંતિમવિધિ કરે છે આખો પરિવાર

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : મૃતકોની અંતિમવિધિ કરે છે આખો પરિવાર
પ્રકાશિત

ભારતમાં કોરોના મહામારીનો સૌથી વધારે પ્રકોપ મહારાષ્ટ્રમાં છે. પુણે જિલ્લામાં 1200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

મહારાષ્ટ્રના પુણેમાં નગરપાલિકા માટે કોરોના મહામારીમાં મૃતકોની અંતિમવિધિની સમસ્યા હતી અને કોઈ તૈયાર થતું ન હતું. જોકે, અરૂણ જંગમ નામની વ્યક્તિ મદદમાં આવી.

અરૂણે પોતે અંતિમવિધિઓની શરૂઆત કરી તો પરિવારજનોએ શરૂઆતમાં વિરોધ કર્યો જોકે અવિરત કામ કરી રહેલા અરૂણને જોઈને એમના પુત્ર અને પુત્રી અને પત્ની પણ તેમની મદદે આવ્યા અને આ રીતે આખો પરિવાર 24 કલાક અંતિમવિધિનું કામ કરે છે.

પુણેથી દેવદત્ત કશાળીકર અને નિલેશ ભોંસલેનો આ ખાસ અહેવાલ જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો