You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પાસે ધોળકાની એક ફેકટરીમાં ગૅસના કારણે ચારનાં મૃત્યુ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળી ગામે એક કારખાનામાં ટાંકી સાફ કરવા ઊતરેલા ચાર કામદારોનાં મૃત્યુ થયાં છે.
અમદાવાદ ગ્રામ્યના એસ.પી. આર.વી. અસારીએ બીબીસીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
એસ.પી. અસારીએ જણાવ્યું, "ચિરીપાલ ગ્રૂપની વિશાલ ફૅબ્રિક નામની ફેકટરીમાં આ ઘટના ઘટી છે."
"ફેકટરીમાં કૅમિકલયુક્ત પાણી એક ટાંકીમાં ભેગું થાય છે, જેને સાફ કરવાનો કૉન્ટ્રેક્ટ એક ખાનગી કંપનીને અપાયો હતો."
"ટાંકી સાફ કરવા માટે એક બાદ એક એ રીતે અંદર ઊતરેલા કામદારોનાં મૃત્યુ થયાં હતાં."
મૃતકોમાં મયૂર બારડ( ઉં. વ. 19), વિજય બારડ (ઉ. વ. 21), પ્રવીણ રાઠોડ (ઉ. વ. 26) અને પ્રભુ જનોડ (ઉં.વ. 25)નો સમાવેશ થાય છે.
મૃતકોમાંથી બે સાણંદ તાલુકાના રહેવાસી હતા, જ્યારે બે ધોળકા તાલુકાના રહેવાસી હતા.
(સમાચારમાં ઉમેરો કરાઈ રહ્યો છે.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો